આ વીડીયો જોયા પછી તમારો ખાખી વર્દી પરથી ભરોસો ઉઠી જશે

સુરત

ખાખી વર્દીવાળા પોલિસકર્મીઓ મર્યાદા વટાવીને પોતે જ કાયદો લે ત્યારે સામાન્ય વ્યક્તિઓની હાલત કેવી થઇ જતી હોય છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં એક આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરે નાની વાતમાં જાહેરમાં કેવું હિંસક વર્તન કર્યું છે તેનો વીડીયો સામે આવ્યો છે.

સુરતના વેડરોડ પર અખંડ આનંદ કોલેજ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર પોલિસ કર્મીએ દબંગાઇ બતાવીને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો.રિલાયન્સના પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા ગયેલાં ચોક બજાર પોલિસ સ્ટેશનના એએસઆઇ નાનુ ભાણાએ પેટ્રોલ પંપના કર્મચારીને નાની વાતમાં માર માર્યો હતો.પેટ્રોલ પંપના કર્મચારી પંકજકુમારનો વાંક એટલો હતો કે તેણે પોલિસકર્મી નાનુ વાણાને પેટ્રોલ પુરાવા માટે સ્કુટર આગળ લેવા જણાવ્યું હતું.

પંકજ કુમારની આ વાતથી ચીડાયેલા નાનુએ તેનો કોલર પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે ચોક બજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ નાનુ ભાણા સાદા ડ્રેસમાં સ્કુટર લઈ પંપ પર પહોંચ્યા હતા.જો કે સ્કુટર થોડું પાછળ હોવાથીપેટ્રોલ પંપની નોઝલ પહોંચી શકે તેમ ન હોવાથીપંકજકુમારે તેમને મોપેડ આગળ લેવા કહ્યું હતું. એએસઆઇએ તુમાખીમાં મોપેડ આગળ લેવાની ના પાડીત્યાં જ પેટ્રોલ પુરવાની હઠ પકડી હતી.

 

પંકજકુમારે પેટ્રોલ પુરી આપવાનો ઈન્કાર કરી દેતા નાનુ ભાણા ઉશ્કેરાઈ ગયા હતા. ગુસ્સામાં પંકજકુમારનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં માર માર્યો હતો. બબાલ વધતી જોઇને પેટ્રોલ પંપના મેનેજર ત્યાં દોડી ગયા હતા. એએસઆઈ નાનુ ભાણાને સમજાવાની કોશિશ કરી હતીતેમજ માફી પણ માંગી હતી. જોકેજમાદારને જાણે શૂરાતન ચઢી ગયું હતું. તે પંકજ કુમારને પેટ્રોલ પંપની ઓફિસમાં લઇ ગયા હતા. ઓફિસમાં પણ માર મારીને ત્યાં તો સીધી પિસ્તોલ તાકીનેગોળી મારી દેવાની ધમકી આપી હતી.

 

આટલાથી પણ જમાદારને સંતોષ ન થતાંપંકજકુમારનેરીઢો આરોપી હોય તે રીતેકમરમાંથી પકડીને સાથે બહાર લઈ ગયા હતા. પેટ્રોલ પંપની બહાર જાહેર રોડ પર બધાની સામે ફરી ઢોર માર માર્યો હતો. ત્યાર પછી પોલીસ મથકે પણ લઈ જઇ ફરી માર્યો હતો.

 

જોકેતે જ અરસામાં પેટ્રોલ પંપના ત્રણ સીસી ટીવીના ફૂટેજ વાયરલ થતા મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો. દબાણ આવતા પંકજકુમારને છોડી દેવાયો છે. બીજી બાજુપંકજકુમારે જમાદાર સામે ફરિયાદ નોંધાવવાનું કહેતાતેને એએસઆઇએ તેની સામે જ ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. આખરે મામલો રફેદફે થઈ ગયો હતો.

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.