આ વીડીયો જોઇને તમે હચમચી જશો,સગો પુત્ર જ રહેંસી રહ્યો છે માતાને

મુંબઇ

મુંબઇના અંધેરી વિસ્તારમાંથી સામે આવેલો આ ભયાનક વીડીયો જોતા તમારૂ કાળજુ કંપી જશે.આપ વીડીયોમાં જોઇ રહ્યાં છો તેમ એક પુત્ર તેની 80 વર્ષની વૃધ્ધ માતાને ગળુ રહેસી મારી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.આ કરૂણ ઘટનાની ભયાનકતા એ હતી કે જ્યારે માતાને પુત્ર મારી નાંખવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેની પુત્રવધુ આ બનાવની વીડીયો ક્લીપીંગ ઉતારતી હતી.પુત્રવધુ પણ તેની સાસુને મારી નાંખવા ઉશ્કેરણી કરી રહી હતી.

મુંબઇના અંધેરીમાં રહેતો સુરેન્દ્ર વૈદ્ય નામના પુત્રએ માયાવતી નામની તેની માતાને ગળે કપડું વીંટાળીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.80 વર્ષની વૃધ્ધ માતા જમીન પર તરફડતી જોવા મળી રહી છે.માતાને મારી નાંખવા સુરેન્દ્ર એટલો બેબાકળો બન્યો હતો કે એક તબક્કે તેણે આ ઘાતકી કૃત્ય જોઇ રહેલી તેની બાર વર્ષની દીકરીને પણ દાદીના પેટમાં ચપ્પુ મારી દેવા જણાવ્યું હતું.

જો કે સુરેન્દ્ર તેની માતાની હત્યા કરી નાંખે તે પહેલાં સામાજીક સંસ્થાના કાર્યકરો ધસી આવ્યા હતા અને માતાને પુત્રના કહેરથી બચાવી લીધી હતી.

મુંબઇ પોલિસે સુરેન્દ્રની ધરપકડ કરી છે,જ્યારે વીડીયો ક્લીપીંગ ઉતારીને હત્યાની ઉશ્કેરણી કરનાર પુત્રવધુ ફરાર છે.

માયાવાતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સારી છે.

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.