કેરાલાથી રવાના થયેલું પ્લેન દુબઇમાં આગની જ્વાળાઓમાં કેવું સપડાયું,જુઓ

કેરાલાથી ઉપડેલા એમિરેટ્સના પ્લેનમાં ભયાનક આગ લાગતા દુબઇમાં ક્રેશ લેન્ડિંગ,તમામ મુસાફરોનો આબાદ બચાવ

દુબઇ

કેરાલાથી તિરુવનંતપુરમથી દુબઇ જવા નીકળેલ એમિરેટ્સ એરલાઇન્સના વિમાનમાં આગ લાગતા ક્રેશ લેન્ડિગ કરવું પડ્યું હતું.એમિરેટ્સની ફ્લાઇટ ઇકે-521ના લેન્ડિંગ સમયે જ પ્લેનમાં આગ લાગતા 300 વ્યક્તિઓના જાન જોખમમાં મુકાયા હતા.

જો કે આટલી ભયાનક હોનારત પછી પણ માત્ર 6 મુસાફરોને ઇજા થઇ હતી અને કોઇ જાનહાનિ થવા નહોતી પામી.બોઇંગ 777 એરક્રાફ્ટની ફ્લાઇટ તિરુવનંતપુરમથી સવારે 10 વાગ્યાને 37 મિનિટ પર દુબઇ જવા નીકળી હતી.દુબઇમાં 12 વાગ્યાને 45 મિનિટ પર આ દુર્ઘટના ઘટી હતી. વિમાનમાં આગ લાગતા તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. હજુ સુધી આગ લાગવા પાછળના કારણની જાણ થઇ શકી નથી.

જો કે આગમાં લપેટાયેલું વિમાન દુબઇ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે નાસભાગનો માહોલ થઇ ગયો હતો.એરપોર્ટ પર ક્રેશ લેન્ડિંગ કર્યા પછી પ્લેન ભયાનક આગની લપેટમાં આવી ગયું હતું.ફ્લાઇટમાં 271 જેટલાં ભારતીય પેસેન્જર્સ હતા તે તમામને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.

દુબઇ એરપોર્ટ બનેલા આ બનાવ પછી એમિરેટ્સ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા હતા.

એમિરેટ્સના પ્લેનના ક્રેશ લેન્ડિગ પછી દુબઇ સરકારે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ સ્થગિત કરાવી દીધી હતી.

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.