યુવકના મોત બાદ ઉશ્કેરાયેલાં ટોળાએ પીએસઆઇના શું હાલ કર્યા, જુવો

સુરતના મોટીવેડ નાયકા વાડમાં પોલીસના મારથી એક દલિત યુવકનું મોત થતાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પીએસઆઇને દોડાવી  દોડાવી માર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. કતારગામ આંબાતલાવડી ગીરનાર મહોલ્લામાં રહેતો મહેન્દ્ર ગમનભાઈ મકવાણા દારૂ પીવા માટે નાયકાવાડામાં ગયો  હતો પણ પીએસઆઇ વીએસ પટેલે તેને લાફો મારતા અચાનક મહેન્દ્રને ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હતું.

પોલીસના મારથી મહેન્દ્રનું મોત નિપજ્યુ હોવાની વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને  પીએસઆઈ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં લોકોનો રોષ વધી જતા લોકોએ પીએસઆઈ વીએસ પટેલને ઘેરી લીધા હતા અને ધક્કે ચઢાવ્યા બાદ લાકડાના ફટકા તેમજ પથ્થર વડે મારમાર્યો હતો. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પીએસઆઈ પટેલને  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.