સરહદ પર પાકિસ્તાનના જવાને પોતાના દેશનો ધ્વજ ઉંચો કરતાં જ ભારતના જવાનનો પિત્તો ગયો અને પછી કેવી બબાલ થઇ,જુઓ

ફિરોઝપુર

 પંજાબના ફિરોઝપુર જીલ્લાની સરહદ પર ભારત-પાકિસ્તાનના આર્મીના જવાનો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઇ હતી.ફિરોઝપુર જીલ્લાના હુસૈનીવાલા સરહદ પર રીટ્રીટ સેરમેની દરમિયાન ભારત-પાકિસ્તાનના જવાન વચ્ચે ઇગો નો ટકરાવ થઇ જતા મારામારી થઇ ગઇ હતી.આ મારામારીનો લાઇવ વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો.9 જુને સરહદ પર થયેલી સલામી દરમિયાન અહીં બેઠેલા કોઇ પ્રેક્ષકે મારામારીનો આ વીડીયો ઉતારી લીધો હતો.

આ ઘટનામાં બંને દેશોના જવાનો પોત પોતાના દેશનો ઝંડો લઇને રીટ્રીટ સેરમની પરફોમ કરતા હતા.આ સેરમનીમાં જવાનો ઝંડાને ઉંચો કરીને બુટને પોતાની છાતી સુધી લઇ જઇને પછી જમીન પર પટકતાં હોય છે.જો કે ઝંડાને ઉંચો લઇ જવાની જીદમાં પાકિસ્તાનના જવાન(કાળો ડ્રેસ)એ ભારતના જવાન સાથે ટકરાવવાનું શરૂ કર્યું હતું અને પાકિસ્તાનનો ઝંડો ઉંચો લઇ જવાની કોશિશ કરી હતી.પાકિસ્તાનના જવાનની ઝંડો ઉંચો લઇ જવાની કોશિશના કારણે ભારતી.ય જવાન(ખાખી ડ્રેસ)નો પિત્તો ગયો હતો અને તેણે પાકિસ્તાનના જવાનને ફેંટ મારી હતી.ભારતના જવાનને પાકિસ્તાનના જવાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો.જો કે આ બંને વચ્ચેની મારામારી વણસે તે પહેલાં સરહદની બંને બાજુએ થી સીનીયર ઓફિસરોને ધસી આવ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો.

ભારત-પાકિસ્તાનના જવાનની મારામારીનો વીડીયો હાલ વાઇરલ થઇ રહ્યો છે.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.