ભાજપના સાંસદ પુનમ માડમ 10 ફુટ ઉંડી કેનાલમાં કેવી રીતે પડ્યા,જુઓ


જામનગર

જામનગરના સાંસદ પુનમ માંડમ 10 ફુટ ઉંડી કેનાલમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારથી જ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જલારામ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન   જામનગરના સાંસદ પુનમ માંડમ  અસરગ્રસ્ત વ્યક્તિઓને મળવા માટે પહોંચ્યા હતા.

પુનમ માડમ કેનાલ પરનું પ્લાસ્ટરના પડ પર ઉભા રહીને અધિકારીઓ સાથે ચર્ચા કરતા હતા. તે દરમિયા આ સ્લેબ અચાનક તુટી પડવાથી પુનમ માંડમ કેનાલમાં પડી ગયા હતા. પુનમ માંડમ દબાણ દુર કરવા આવેલ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને માનવતાના ધોરણે લોકોને થોડો સમય આપવામાં આવે તેવી રજુઆત કરી રહ્યા હતા ત્યારે જ અચાનક આ ઘટના બની હતી અને પુનમ માંડમ ૧૦ ફુટ ઊંડા ખાડામાં ખાબક્યા હતા. તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ ખાડામાં પડ્યા હતા તેમજ પુનમ માંડમ પર પોપડા પડવાથી તેમની નાની-મોટી ઈજા પણ થઈ છે.

10 ફુટ ઉંડી કેનલમાં પડતા પુનમ માડમને પગ અને માથાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી.આ ઘટના બનતા ત્યાં ઘટના સ્થળે ઉપસ્થિત ફાયરબ્રિગેડના જવાનો પણ હરકતમાં આવી ગયા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને પુનમ માડમને ખાડામાંથી બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે. પુનમ માંડમ ઉપરાંત અન્ય બે મહિલાઓને પણ સામાન્ય ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાઈ હતી.

બીજી બાજુ સમગ્ર શહેર અને પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.  સાંસદ પુનમ માંડમ કેનાલમાં પડ્યા હોવાના અહેવાલો વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા શહેરીજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  તેમજ આ ઘટના બનવાના કારણે થોડા સમય માટે ડિમોલીશનની કાર્યવાહી પણ સ્થગિત કરવાની ફરજ પડી હતી.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.