યૂ-ટ્યુબની મદદથી નકલી નોટ છાપવાનું કૌભાંડ, પોલીસે પાંચ લોકોની કરી ધરપકડ

છાપીને બજારમાં ફરતી કરવાનું આરોપીઓએ નક્કી કર્યું હતું
By: admin   PUBLISHED: Fri, 25 Oct 2019 22:46:17 +0530 | UPDATED: Fri, 25 Oct 2019 22:46:17 +0530

નકલી ચલણી નોટો ઘુસાડવાનો કારસો રચતાં બે આરોપીઓને ગત બુધવારે એસઓજીએ વડોદરાનાં વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા બંને આરોપીની પુછપરછમાં સુરત અને રાજકોટના બીજા પાંચ ભેજાબાજના નામ ખુલ્યા હતા

વડોદરા

ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા દિવાળીના દિવસોમાં ભીડનો લાભ લઈ નકલી ચલણી નોટો ઘુસાડવાનો કારસો રચતાં બે આરોપીઓને ગત બુધવારે એસઓજીએ વડોદરાનાં વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. બંને આરોપીની પુછપરછમાં સુરત અને રાજકોટના બીજા પાંચ ભેજાબાજના નામ ખુલ્યા હતા, જે તમામને એસઓજી દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં એવી હકિકત બહાર આવી હતી કે, હિરા ઉદ્યોગમાં મંદી હોવાથી ડૂપ્લીકેટ નોટો ઘરે જ છાપીને બજારમાં ફરતી કરવાનું આરોપીઓએ નક્કી કર્યું હતું.

વારસિયા વિસ્તારમાંથી તા. ૨૩ ઓક્ટોમ્બરે એસઓજીએ મોલ્ડ સ્ટીલનો ધંધો કરતાં આરોપી અભિષેક વિવેક સૂર્વે (ઉ.વ. ૩૨) (રહે, પુંડલીક ડુપ્લેકસ, સીગ્નસ સ્કુલ પાછળ, હરણી) તથા સુમીત મુરલીધર નામ્બીયાર (ઉ.વ.૩૨) (રહે, અવિનાશ સોસાયટી, વિજય નગર પાસે, સંગમ હરણી)ને રૂ. ૮૭,૫૦૦ના મૂલ્યની ૫૦૦ના દરની ૧૭૫ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા. આરોપીં અભિષેકને ધંધામાં રૂ. ૭ લાખનું નુકસાન થતાં શોર્ટકટથી ધંધાની ખોટ ભરપાઈ કરવા માટે રાજકોટના કુલદિપ રાવલ પાસેથી અડધી કિંમતમાં રૂ. ૫૦૦ના દરની ૧૭૫ નકલી ચલણી નોટો ખરીદી હતી. જેથી પોલીસે કુદલિપને સકંજામાં લેતાં પાંચ મુખ્ય સૂત્રધારોના નામ ખુલ્યા હતા.

પોલીસે કુલદીપની માહિતીના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. જેમાં હીરા ઘસવાનું કામ કરતાં આશિષ ધનજીભાઈ સુરાણી (ઉં.વ.૨૫), વિશાલ વલ્લભભાઈ સુરાણી (ઉં.વ. ૨૫. બંને રહે, રૂપમ સોસાયટી, હીરાબાગ, સુરત), સંજય વિનોદભાઈ પરમાર (ઉં.વ. રહે, ઉગમનગર, વરાછા રોડ, સુરત), ઘો.૪ સુધી ભણેલો છે. કુલદિપ કિશોરભાઈ રાવલ (ઉં.વ.૨૨. રહે, બાપા સીતારામનો ડેલો, જસદણ, રાજકોટ), કર્મકાંડનું કામ કરે છે અને ધો.૧૨ પાસ છે. અભિષેક ઉર્ફે ઢિંગો જયરામભાઈ માંગુકિયા (ઉં.વ.૨૩. રહે, રચના સોસાયટી, કાપોદ્રા, સુરત) હીરા ઘસવાનું કામ કરે છે અને ધો. ૧૨માં નાપાસ થયો છે.

વિશાલ સુરત આરટીઓ ખાતે વાહનોમાં નંબર પ્લેટ લગાવાનું કામ કરે છે અને ધો. ૧૧માં નાપાસ થયો છે.પોલીસ તપાસમાં એવી હકિકત બહાર આવી હતી કે, ભેજાબાજ સંજય પરમારે યુ ટયુબ પરથી વીડિયો જાઈને રૂ. ૫૦૦ તથા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો છાપવાનું શીખી લીધું હતું. ત્યારબાદ આશિષ સુરાણીને ટ્રીક બતાવી હતી. તે પછી આશિષ અને સંજયે વીડિયો જાઈને ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. જેમાં સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરનો ઉપયોગ કરતા હતા.

આરોપીઓએ રૂ. ૧.૬૦ લાખની બનાવટી ચલણી નોટો છાપી વિશાલ સુરાણી થકી અભિષેક માંગુકિયાને આપી હતી. જેના બદલામાં તેણે રૂ. ૫૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ આ રૂ. ૧.૬૦ લાખ કુલદીપ રાવલને આપતાં તેણે અઢી મહિના પહેલા અર્જુન મેર (રહે, પોરબંદર)ને આપ્યા હતા. જેમાંથી કુલદિપને રૂ. ૫૦ હજાર આપ્યા હતા, પરંતુ નોટો ચાલતી ન હોવાથી અર્જુન મેરે રૂ. ૮૭,૫૦૦ કુલદીપ રાવલને આપ્યા હતા.જે બનાવટી નોટો ગઈકાલે પકડાઈ હતી.

આરોપી અભિષેક સુર્વેને રૂ. ૩૫ હજારમાં આપી હતી.આરોપી આશિષ સુરાણી પાસેથી રૂ. ૧૦૦ના દરની ૭૪ ડૂપ્લીકેટ અને ૫૦૦ દરની સાચી ૧ અને રૂ. ૧૦૦ની ૩ ચલણી નોટ મળી હતી. તેના ઘરમાંથી લેપટોપ અને પ્રિન્ટર પણ મળ્યું હતું.જ્યારે સંજય પરમાર પાસેથી રૂ. ૧૦૦ના દરની ૧૭ અને રૂ. ૫૦૦ની ૧૩ બનાવટી નોટો મળી હતી. જ્યારે ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની બે સાચી નોટ મળી હતી.આરોપીઓ પાસેથી રૂ.૫૦૦ના દરની ૧૩ તથા ૧૦૦ના દરની ૯૧ બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આ ઉપરાંત ગુનેગારો પાસેથી ડુપ્લીકેટ નોટો છાપવા માટે ઉપયોગમાં લીધેલું પ્રિન્ટર અને લેપટોપ પણ મળી આવ્યું હતું. તા. ૨૩મીએ એસઓજીએ બાતમીના આધારે બે આરોપીને ડૂપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડયા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.