મહિલા અન્ડર-19 હોકી ટીમે વાનૂઆતુ સામે 16-0થી જીત મેળવી

યૂથ ઓલમ્પિક રમતોમાં વાનૂઆતુ ટીમ સામે ૧૬-૦થી શાનદાર જીત મેળવી.
By: Monika Vyas   PUBLISHED: Wed, 10 Oct 2018 19:22:16 +0530 | UPDATED: Wed, 10 Oct 2018 19:22:16 +0530


બ્યુનોસ એરિસ

ભારતીય મહિલા અન્ડર-19ની હોકી ટીમે બ્યુનોસ એરિસમાં ચાલી રહેલ યૂથ ઓલમ્પિક રમતોમાં વાનૂઆતુ ટીમ સામે ૧૬-૦થી શાનદાર જીત મેળવી. આ ભારતીય મહિલા ટીમની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત છે. આ જીતમાં મુમતાઝ ખાનની ભૂમિકા મહત્વની છે, કારણકે તેમણે વાનૂઆત વિરુદ્ધ પોતાની ટીમ માટે ચાર ગોલ કર્યા.

સ્ટ્રાઈકર લાલરેમસિયામીએ બીજી જ મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમનું ખાતું ખોલ્યું. આના ૩૦ સેકન્ડ બાદ જ રીતે ભારતના ખાતામાં બીજા ગોલ પણ કર્યો. જ્યારે કેપ્ટન સલીમા ટેટેએ ચાર મિનિટની અંદર ગોલ કરીને ભારતનો સ્કોર વાનૂઆતૂ સામે ૩-૦ કરી દીધો. બલજીત કૌરે ત્યારબાદ સતત બે ગોલ ફટકાર્યા અને ભારતનો સ્કોર ૫-૦ કરી દીધો. 

આ મેચમાં ભારતીય ટીમ માટે ચેતનાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે આ મેચમાં કુલ ત્રણ ગોલ ફટકાર્યા. ચેતનાએ પોતાનો પ્રથમ ગોલ છઠ્ઠી મિનિટમાં કર્યો. રીતે આ જ મિનિટમાં પોતાનો બીજા ગોલ ફટકાર્યો. ત્યારબાદ મુમતાઝે આઠમી મિનિટમાં ભારતનો સ્કોર ૯-૦ કરી દીધો. મુમતાઝે ૧૧મી અને ૧૨મી મિનિટમાં ભારતીય ટીમ માટે બે વધુ ગોલ કર્યા. ત્યારબાદ મુમતાઝે ૧૫મી મિનિટમાં ગોલ કર્યા અને ચેતનાએ ૧૪મી તથા ૧૭મી મિનિટમાં ગોલ કર્યો. આ દરમિયાન સલીમાએ પણ ભારતીય ટીમ માટે ગોલ કર્યો. ઈશિકા ચૌધરીએ ભારતીય ટીમ માટે ગોલ ફટકારવાની સાથે તેને વાનુઆતુ વિરુદ્ધ ૧૬-૦થી જીત અપાવી. ભારતીય ટીમનો આગામી મુકાબલો આર્જેન્ટીના સામે થશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.