મોડે મોડે જાગી યોગી સરકારઃ બળાત્કારના કેસ માટે હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ

લખનૌ
By: admin   PUBLISHED: Tue, 10 Dec 2019 16:06:01 +0530 | UPDATED: Tue, 10 Dec 2019 16:06:01 +0530

પોક્સો એક્ટ અને રેપ સાથે જોડાયેલા મામલાઓના ન્યાય માટે ૨૦૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો પ્રસ્તાવ પાસ કર્યો

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓ તેમજ બાળકો પ્રત્યે વધી રહેલા ગુનાઓને ધ્યાને રાખતા વિશેષ તૈયારીઓ કરી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે ૩૩ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. આમાં બાળકો તેમજ મહિલાઓ પ્રત્યે વધી રહેલા ગુનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મામલાઓની સુનાવણી હવે એક સ્પેશિયલ કોર્ટમાં થશે.

યૂપી કેબિનેટની બેઠકમાં ૩૩ મહત્વના પ્રસ્તાવોને મંજૂરી મળી છે. આજે લોક ભવનમાં કેબિનેટની બેઠક બાદ પ્રદેશ સરકારના પ્રવક્તા કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ સાથે કેબિનેટ મંત્રી વ્રજેશ પાઠક અને નંદ ગોપાલ ગુપ્તા નંદીએ નિર્ણયોની જાણકારી આપી.

કેબિનેટે સોમવારના રોજ પોક્સો એક્ટ અને રેપ સાથે જોડાયેલા મામલાઓના ન્યાય માટે ૨૦૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો પ્રસ્તાવ પાસ કર્યો. આમાં ૧૧૪ કોર્ટ રેપ સાથે જોડાયેલા મામલાઓ જાશે.

 ૭૪ કોર્ટ પોક્સોના મામલાઓ જાશે. આના માટે ૨૧૮ જજના પદની સ્વિકૃતિ પણ થઈ ગઈ છે. કાયદા મંત્રી વ્રજેશ પાઠકે જણાવ્યું કે, પ્રદેશમાં દુષ્કર્મના ૨૫૭૪૯ મામલાઓ પેન્ડિંગ છે. આ સાથે જ પોક્સોને લઈને ૭૪ નવી કોર્ટ બનશે. મહિલાઓને લગતા ગુનાના કેસ એફટીસીમાં ચાલશે.

મહિલાઓ માટે ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે. બાળકો પર અત્યાચાર કે અન્ય કોઈ તેની સાથે જોડાયેલા ગુના માટે ૭૪ નવી કોર્ટ ખુલશે. યૂપી સરકાર દ્વારા મહિલા અને બાળકો સાથે જોડાયેલા ગુના માટે અલગ કોર્ટ બનાવવામાં આવશે. કોર્ટની જો બિલ્ડિંગ નહી હોય તો ભાડા પર પણ તેને લેવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટની કાર્યવાહી આજથી શરુ થઈ જશે.

 ૨૫૭૪૯ મહિલાઓના મામલાઓ માટે પણ અલગ કોર્ટ બનશે. બાળકોના મામલા માટે પણ અલગ કોર્ટ બનશે. ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે કેન્દ્ર સરકાર ૬૦ અને ઉત્તર પ્રદેશ સરકાર ૪૦ ટકા આર્થિક મદદ આપશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.