વર્લ્ડ કપમાં પાકિસ્તાને નોધાવ્યો આ અનોખો રેકોર્ડ

પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે જીત મેળવી નોંધાવ્યો રેકોર્ડ
By: Monika Vyas   PUBLISHED: Tue, 04 Jun 2019 11:53:12 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 11:53:12 +0530

નોટિઘમ

વર્લ્ડકપમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને 14 રને હાર આપી રાહતનો દમ લીધો છે.પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતા 348 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ  334 રન કરતા તેની 14 રને હાર થઈ હતી.

પાકિસ્તાને આ મેચમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો.પાકિસ્તાને  કોઈપણ બેટ્સમેનની સેન્ચુરી વિના વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. પાકિસ્તાની બેટ્સમેનોએ નોટિંઘમની પિચ પર ખૂબ શાનદાર બેટિંગ કરી 348 રન કર્યાં,જેમાં કોઈ પણ બેટ્સમેનએ સદી નહોતી મારી.

સોમવારે આ કીર્તિમાન બન્યો તે પહેલા કોઈ સેન્ચુરી વિના એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો જેણે 2015ના વર્લ્ડકપમાં વેલિંગ્ટન ખાતે UAE વિરુદ્ધ 6 વિકેટે 341 રનનો સ્કોર બનાવ્યો હતો.

ઈંગ્લેન્ડે ટૉસ જીતી પાકિસ્તાનને પ્રથમ બેટિંગ આપી. ટ્રેન્ટ બ્રિજના મેદાન પર મોહમ્મદ હાફિઝની 62 બોલમાં 84 રનની ઈનિંગની મદદથી પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 348 રન બનાવ્યા. હાફિઝ ઉપરાંત બાબર આઝમ (64) અને સરફરાઝ અહેમદ (55)એ પણ હાફ સેન્ચુરી લગાવી.

આ ત્રીજી ઘટના છે જ્યારે પાકિસ્તાને કોઈ સેન્ચુરી વિના વર્લ્ડકપમાં 300થી વધુ રનનો સ્કોર બનાવ્યો. 

પાકિસ્તાને શ્રીલંકા વિરુદ્ધ 1983ના વર્લ્ડકપમાં 5 વિકેટે 338 રન બનાવ્યા હતા. બાદમાં UAE વિરુદ્ધ 2015ના વર્લ્ડકપમાં નેપિયર ખાતે 6 વિકેટે 339 રન બનાવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.