વર્લ્ડકપ 2019 : પાકિસ્તાન સામે વેસ્ટઇંડિઝનો 7 વિકેટે આસાન વિજય|Scoreboard

ઓશાને થોમસે 4 વિકેટ લેતા વેસ્ટઇંડિઝનો આસાન વિજય થયો હતો.
By: Monika Vyas   PUBLISHED: Fri, 31 May 2019 19:04:34 +0530 | UPDATED: Fri, 31 May 2019 19:04:34 +0530


નોટિંગહામ

વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાન વેસ્ટઇંડિઝ સામે આંચકો લાગે તેવા સ્કોરમાં સમેટાઇ ગયું હતું.વેસ્ટઇંડિઝના પેસ એટેક સામે પાકિસ્તાન માત્ર 105 રનમાં ઓલઆઉટ થઇ જતાં વેસ્ટઇંડિઝનો  7 વિકેટે વિજય થયો હતો.વેસ્ટઇંડિઝે માત્ર 13 ઓવરમાં જ 3 વિકેટના ભોગે 108 રન બનાવીને વર્લ્ડ કપની પહેલી જીત નોંધાવી હતી,

નોટિંગહામમાં રમાયેલી મેચમાં વેસ્ટઇંડિઝે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ પસંદ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.પાકિસ્તાનનો ઓપનર ઇમામ ઉલ હક્ક  2 રન કરીને કોટ્રેલના બોલે આઉટ થતાં તેમની પડતીની શરૂઆત થઇ હતી.પાકિસ્તાનના 7 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી નહોતા શક્યા.પાકિસ્તાન તરફથી ફખર ઝમાન (22) અને બાબર આઝમ (22) ક્રીઝ પર થોડુ ઘણું ટક્યા હતા.

વેસ્ટઇંડિઝ તરફથી ફાસ્ટ બોલર ઓશાને થોમસે 27 રન આપી 4 વિકેટ લીધી હતી,જ્યારે હોલ્ડરે ત્રણ વિકેટ લેતાં પાકિસ્તાનના ખેલાડીઓ સસ્તામાં પેવેલીયન ભેગા થયા હતા.

વેસ્ટઇંડિઝ તરફથી ક્રીસ ગેઇલે ધમાકેદાર શરૂઆત કરીને સ્કોરને 9 ઓવરમાં 62 રન સુધી પહોંચાડ્યો હતો.જો કે હોપ (11) અને બ્રાવો (0) રન કરીને આઉટ થયા હતા. ક્રિસ ગેઇલ 34 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો.પુરને 34 રન કરીને વેસ્ટઇંડિઝને જીત અપાવી દીધી હતી.


Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.