વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડનો પાકિસ્તાન સામે 14 રને પરાજય,રૂટ-બટલરની સદીઓ એળે ગઈ

સતત હાર બાદ પાકિસ્તાનનો વિજય થયો હતો.
By: Monika Vyas   PUBLISHED: Mon, 03 Jun 2019 23:40:25 +0530 | UPDATED: Mon, 03 Jun 2019 23:40:25 +0530

નોટિંગહામ


વર્લ્ડ કપમાં સૌથી હોટફેવરીટ ગણાતા ઇંગ્લેન્ડનો પાકિસ્તાન સામેની થ્રિલર મેચમાં 14 રને પરાજય થયો હતો.પાકિસ્તાને મુકેલા 348 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટના ભોગે 334 રન કરતા તેનો પરાજય થયો હતો.

ઇંગ્લેન્ડ તરફથી જો રુટ (107) અને જોસ બટલરે(103) સદીઓ ફટકારી એક તબક્કે પોતાની ટીમને જીતની નજીક લાવી દીધી હતી.પરંતુ આ બંને આઉટ થતા ઇંગ્લેન્ડના સંઘર્ષનો અંત આવ્યો હતો.

નોટીંગહામમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેંડે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

 પ્રથમ બેટિંગમાં આવેલા પાકિસ્તાનની શરૂઆત ઘણી સારી રહી હતી અને ઑપનર ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હકે 82 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ લગભગ તમામ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા પાકિસ્તાનનો સ્કોર 50 ઑવરમાં 8 વિકેટે 348 રન પર પહોંચાડ્યો હતો.

પાકિસ્તાન તરફથી બાબર આઝમ(63),મોહમ્મદ હફિઝ(84) અને કેપ્ટન સરફરાઝ અહેમદ (55) કરતા પાકિસ્તાનનો જીતનો પાયો નંખાયો હતો.

 
349 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 86 રનની અંદર જ જેસન રૉય(8),જૉની બેયરસ્ટો(32) અને કેપ્ટન ઇયોન મૉર્ગન(9)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સ પણ ઝડપથી આઉટ થઈ ગયો હતો અને ઇંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. 

જો કે એ પછી  જો રૂટ અને બટલરને જોરદાર બેટિંગ કરી હતી અને બંનેએ 100થી વધારે રનની ભાગેદારી નોંધાવી હતી. જો રૂટ 107 રન મારીને શાદાબ ખાનનો શિકાર બન્યો હતો, જ્યારે જોસ બટલર 103 રન મારીને મોહમ્મદ આમિરની ઑવરમાં આઉટ થયો હતો.

પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત શાદાબ ખાન અને મોહમ્મદ આમિરે 2-2 અને મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે 1-1 વિકેટ ઝડપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.