વર્લ્ડ કપ રોમાંચની સાથે...મેચ ટાઇ રહેશે તો સુપર ઓવરમાં ફેંસલો

૨૭ વર્ષના લાંબા ગાળા બાદ દરેક ટીમ એક બીજા સામે રમનાર છે
By: admin   PUBLISHED: Thu, 30 May 2019 14:46:22 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:37:56 +0530

ક્રિકેટના મહાકુંભ આઇસીસી વર્લ્ડ કપની વિરાટ શરૂઆત થઇ ગઇ છે. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ એકબીજાની સામે ટકરાનાર છે. આ વખતે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાંચમી જુનના દિવસે દક્ષિણ આફ્રિકીની સામે રમનાર છે. આ વર્લ્ડ કપની અનેક વિશેષતા રહેલી છે. આ વખતે વર્લ્ડ કપમાં ૧૦ ટીમો દાવેદાર હતી. જ્યારે છેલ્લા વર્લ્ડ કપમાં ૧૪ ટીમો હતી. વર્લ્ડ કપ રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે

૨૭ વર્ષના લાંબા ગાળા બાદ દરેક ટીમ એક બીજા સામે રમનાર છે

આ ટુર્નામેન્ટમાં આ વખતે છેલ્લી વખતની ૧૪ ટીમોની સામે ૧૦ ટીમો છે

લીગ મેચ નોકઆઉટ રહેશે નહીં જેથી તમામ ટીમો એકબીજાની સામે રમશે

ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાંચમી જુનના દિવસે આફ્રિકાની સામે રમશે

શરૂઆતમાં કુલ ૪૮ મેચો રમાશે

૨૦૧૯ના વર્લ્ડ કપ પહેલા વર્ષ ૧૯૯૨માં આ ફોર્મેટમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને દાવેદાર ગણી શકાય

મેચ ટાઇ રહેશે તો આ વખતે સુપર ઓવર મારફતે નિર્ણય કરવામાં આવશે

વર્લ્ડ કપની મેચો ૧૧ મેદાન પર રમાનાર છે

ઇંગ્લેન્ડમાં ૪૮ મેચો ૪૬ દિવસ સુધી ચાલનાર છે

ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ

યજમાન ઇગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરવા માટે તૈયાર

ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે

વર્ષ ૨૦૧૧માં છેલ્લે ભારતે વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી

છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હાર આપી હતી

છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે મેન ઓફ ધ સિરિઝ બનવામાં સફળતા મેળવી લીધી હતી.સ્ટાર્કે કુલ ૨૨ વિકેટો ઝડપી હતી

સ્ટાર્કના શાનદાર દેખાવના કારણે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ કપ જીતી ગયુ હતુ

આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ અન્ય ટીમ સામે રમનાર છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ રમાનાર છે

૧૪મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે

ફાઇનલ મેચ ૧૪મી જુલાઇના દિવસે લોર્ડસમાં રમાનાર છે જેની તમામ ટિકિટ વેચાઇ ચુકી છે

વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે

વર્ડ કપને લઇને તમામ તૈયારી તમામ મેદાન ખાતે કરવામાં આવી

સુરક્ષાને લઇને પણ તમામ પગલા લેવામા ંઆવી ચુક્યા છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારની મેચની ટિકિટો વેચાઇ ચુકી છે

વર્લ્ડકપની મેચો જુદા જુદા મેદાન ખાતે ઇંગ્લેન્ડમાં રમાનાર છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.