સમય સાથે તાલ મિલાવી અને પોતાનામાં જરૂરી સુધારા કરી સફળતા મેળવી શકાય

સમયની સાથે જ ચાલો
By: admin   PUBLISHED: Mon, 29 Apr 2019 15:39:27 +0530 | UPDATED: Mon, 29 Apr 2019 15:39:27 +0530

સમયને જોયા વગર ચાલનાર વ્યક્તિને તેની લાઇફમાં સફળતા મળતી નથી. તે હમેંશા ભાગદોડ કરતી  રહે છે. પરિવર્તનને સ્વીકાર કરીને જીવનમાં સફળતા હાંસલ કરી શકાય છે. કોઇ વ્યક્તિએ સાચી જ વાત કરી છે કે જ્યારે કોઇ વ્યક્તિ પોતાને બદલવાનુ બંધ કરી દે છે ત્યારે તેની પ્રગતિ સંપૂર્ણપણે રોકાઇ જાય છે. પોતાને સમયની સાથે સતત બદલી નાંખવા માટેના પ્રયાસ કરવા જોઇએ. જેટલી ઝડપથી તમે પોતાને બદલશો તેટલી ઝડપથી વધુ સફળતા હાંસલ થશે. પરિવર્તન સૌથી મહત્વપૂર્ણ બાબત છે.

મોટા ભાગના લોકો લાઇફમાં એટલા માટે નિષ્ફળ થઇ જાય છે કે તેઓ પોતાને બદલા માટે ઇચ્છુક હોતા નથી. સી નીલ સ્ટ્રેટ કહે છે કે પરિવર્તન લીક પર ચાલનાર વ્યક્તિ માટે સૌથી મોટી મુશ્કેલ બાબત અનેક હોય છે. કારણ કે વ્યક્તિ પોતાને એ સ્તર સુધી ઘટાડી લે છે જેના પર તે સરળતાથી ચાલી શકે છે. આવી વ્યક્તિ કોઇ પણ પડકાર અને નવી બાબતોને સ્વિકાર કરતા નથી. ભલે તેને પ્રગતિ મળતી હોય તો પણ તે નવી કોઇ બાબતને સ્વિકારશે નહી.

કેટલાક લોકો તો ખાડામાં હોય છે. સાથે સાથે ખોદકામ કરતા રહે છે. તેઓ પોતાના કામના તરીકાને બદલતા નથી અને મુશ્કેલીમાં ફસાતા જાય છે. કેટલાક લોકો એવા હોય છે જે જિદ્દી વલણ પર આગળ વધે છે. તેઓ આગળ વધતા નથી. વક્તની આંધી આવા લોકોને બરબાદ કરી નાંખે છે. કેટલાક લોકો બદલી જવાના બદલે રોકાઇ જવાનુ પસંદ કરે છે.

આવા લોકો પણ ક્યાય પહોંચી શકતા નથી. જો કોઇ વ્યક્તિ નવા નવા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઇચ્છુક છે તો તેમને નવા નવા તરીકે સાથે કામ કરવાની જરૂર રહેશે. પરિવર્તન વગર કોઇ મોટી સફળતા મળી શકે તેમ નથી. બદલાવ સાથે જ સફળતા મળે છે. નિષ્ણાંત લોકો કહે છે કે જો નવા તોર તરીકાને અપનાવીશુ નહી તો નવી નવી સમસ્યા આવતી રહેશે અને સમસ્યા વધારતી રહેશે. કેટલીક વખત સફળતા બિલકુલ નજીક હોય છે પરંતુ સફળતાના રસ્તા પર ચાલવાનો ઇન્કાર કરી દે છે.

દુનિયામાં એ જ વ્યક્તિ સફળ થઇ છે જે પરિવર્તનને સ્વીકારે છે. એક પરિવર્તનની સાથે બીજા પરિવર્તનની રાહ તૈયાર થાય છે. અમને વિકાસની તક મળે છે. પરિવર્તનની ઇચ્છાને હમેંશા કાયમ રાખવામાં આવે તે જરૂરી છે. સફળતા હાંસલ કરવા માટે સતત મહેનત કરવામાં આવે તે જરૂરી છે. સતત પરિવર્તનના કારણે  અમે બેચેન હોઇ શકીએ છીએ.

જો કે પરિવર્તન ન થાય તો અમે ભયભીત થઇ જઇએ છીએ. જો વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે સમજુતી કર્યા વગર પરિસ્થિતી સાથે તાલમેળ બેસાડી લે છે તે વ્યક્તિ સફળતા હાંસલ કરે છે. પરિવર્તન ક્યારેય કોઇ એક દિવસમાં થતા નથી. પરિવર્તનના અર્થ લક્ષ્યને હાંસલ કરવા માટે યોગ્ય રસ્તાની શોધ કરવાનો હોય છે. આના માટે સતત મહેનત કરવાની જરૂર હોય છે. પરિવર્તન દરેક રીતે થાય તે જરૂરી છે.

વ્યક્તિ પોતાના જીવન મુલ્યોમાં પરિવર્તન લાવે તે કોઇ પરિવર્તન નથી. આધુનિક સમયમાં ચારેબાજુ પડકારની સ્થિતી રહેલી છે. દરેક જગ્યાએ ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. સારા લોકોની સાથે રહીને સારી બાબતો શિખવામાં આવે તે ખુબ જરૂરી છે. સમયની માંગ એ છે કે સમયની સાથે નવી નવી ચીજોને અપનાવીને આગળ વધવામાં આવે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.