છત્તિસગઢ : બે નક્સલી ઠાર થયા , હથિયારનો જથ્થો જપ્ત

નક્સલવાદ વિરોધી ઓપરેશનમાં મહિલા કમાન્ડો ટીમની મહિલા પણ સામેલ થઇ : હવે ઓપરેશન વધુ તીવ્ર કરાશે
By: admin   PUBLISHED: Wed, 08 May 2019 16:04:21 +0530 | UPDATED: Wed, 08 May 2019 16:04:21 +0530

નક્સલવાદીગ્રસ્ત દાંતેવાડામાં ઓપરેશન જારી

છત્તિસગઢના દાંતેવાડામાં ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમે મોટુ ઓપરેસન પાર પાડ્યુ છે. આ ઓપરેશનમાં બે નક્સલી ઠાર થઇ ગયા છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઠાર થયેલા નક્સલવાદીઓ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સક્રિય થયેલા હતા. આ નક્સલવાદ વિરોધી ઓપરેશનની ખાસ બાબત એ રહી હતી કે આ ઓપરેશનમાં મહિલા કમાન્ડો પણ સામેલ થઇ હતી.

મહિલા કમાન્ડો ટીમે જોરદાર સાહસનો પરિચય આપ્યો હતો. આ મહિલા કમાન્ડો ટીમને દંતેશ્વરી યુદ્ધ ટીમ નામ આપવામાં આવ્યુ છે. જે રાજ્યની પ્રથમ મહિલા ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાપ્ડની ટીમ છે. દાંતેવાડાના અપનપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આજે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સવારે પાંચ વાગ્યાની આસપાસ નક્સલવાદીઓ અને ડીઆરજી તેમજ એસટીએફની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઓપરેશનમાં બે નક્સલવાદીઓ ઠાર થયા હતા. ઘટનાસ્થળ પરથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા.

દાંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યુ છે કે આ અથડામણમાં ડિસ્ટ્રીક્ટડ રિઝર્વ ગાર્ડ ફીમેલ કમાન્ડો પણ સામેલ થયા હતા. આ ટીમમાં નક્સલ કાડર અથવા તો શરણાગતિ સ્વીકાર કરનાર નક્સલવાદીઓની પત્નિને સામેલ કરવામાં આવે ચે. આ ટીમમાં ૩૦ મહિલાઓ છે જે આ પ્રકારથી ઓપરેશન ચલાવે છે. તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. દરેક પ્રકારની ખતરનાક ટ્ર્‌નિંગ તેમને આપવામાં આવી રહી છે. દંતેશ્વરી દેવી દાંતેવાડાની દેવી છે. અહીં દેવીનુ ભવ્ય મંદિર છે. તેમના નામ પર મહિલા કમાન્ડો ટીમની રચના કરવામાં આવી છે. નક્સલવાદીઓ સામે હવે અસરગ્રસ્ત વિસ્તારમાં ઓપરેશન શરૂ કરાયુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.