સીધા બ્રાન્ડથી ગ્રાહકોને છુટ અપાવવા કંપનીઓ સુસજ્જ

બજાર -ઓનલાઇન કિંમતોની વચ્ચે અંતર ઘટાડવા પ્રયાસ
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 16:57:58 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 16:57:58 +0530

ઇ-કોમર્સ  : કંપનીઓ દ્વારા હવે નવા પેંતરા

ઇ-કોમર્સ  નીતિના કારણે ફ્લિપકાર્ટ અને એમેઝોન  જેવી કંપનીઓ હવે ગ્રાહકોને સીધી રીતે ડિસ્કાઉન્ટ આપી રહી નથી. અલબત્ત આ કંપનીઓએ પોતાના પ્લેટફોર્મથી ગ્રાહકોને ફાયદો પહોંચાડી દેવા માટે નવા રસ્તા શોધી કાઢવામાં સફળતા મેળવી લીધી છે. હકીકતમાં એમેઝોન અને  ફ્લીપકોર્ટ જેવી કંપનીઓ હવે પોતાના પ્લેટફોર્મતી વેચાતી પેદાશોના બ્રાન્ડથી ગ્રાહકોને છુટછાટ આપવા માટેની માંગ કરી રહી છે. જેના કારણે ગ્રાહકોના બનતા અંતરને દુર કરવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિક્રેતા અને બ્રાન્ડની વચ્ચે એક પ્રાઇસ ગેરંટી ક્લોજને લઇને સમજુતી કરવામાં આવી છે. જે હેઠળ બ્રાન્ડને લિખિતમાં આ બાબતની માહિતી આપવી પડશે કે જે બજારમાં તેમની પ્રોડક્ટસ ઓચી કિંમતમાં ઉપલબ્ધ છે તો ઇ-કોમર્સ કંપનીઓને આ છુટ રહેશે કે તે પેદાશની કિંમતને બજારની દ્રષ્ટિએ મેચ કરી શકે છે. આવુ ન થવાની સ્થિતીમાં બ્રાન્ડને કિંમતોમાં અંતરના કારણે થનાર નુકસાનની ભરપાઇ ઇ-કોમર્સ કંપનીઓને કરવાની રહેશે. ઇ-કોમર્સની નવી આવનાર નીતિમાં ઇ-કોમર્સ  કંપનીઓને પ્રોડક્ટસ પર વધારે છુટને લઇને નિયમો લાવવામાં આવી શકે છે.

એફડીઆઇના નવા નિયમો બાદ તેના વેપારમાં ઘટાડો થઇ રહ્યો છે.દેશના જુદા જુદા  બજાર અને ચીજની ઓનલાઇન કિંમત વચ્ચે રહેલા ભારે અંતરને ઘટાડી દેવાની વાત થઇ રહી છે.કિંમતો વચ્ચે અંતરને ઘટાડી દેવા માટે પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ઇ-કોમર્સ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા રહેવાની શક્યતા રહેલી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.