પૂર્વ સૈનિકોએ કહ્યું - અમે રાષ્ટ્રપતિને નથી કરી સેનાના નામે વોટ માંગવાની ફરિયાદ, નથી મોકલી કોઈ ચિઠ્ઠી

એક પૂર્વ સૈન્ય અધિકારીએ ચિઠ્ઠી ઉપર પોતાના સિગ્નેચર હોવાની ના પાડી
By: admin   PUBLISHED: Fri, 12 Apr 2019 23:12:47 +0530 | UPDATED: Mon, 15 Apr 2019 22:04:15 +0530

નવીદિલ્હી

સેનાના રાજનીતિકરણને લઈને ૧૫૦થી વધારે પૂર્વ સૈનિકો તરફથી લખેલી ચિઠ્ઠી ઉપર સવાલ શરુ થઈ ગયા છે. પહેલા રાષ્ટ્રપતિ ભવના સૂત્રોએ કહ્યું હતું કે તેમને આવી કોઇ ચિઠ્ઠી મળી નથી. આ પછી હવે એક પૂર્વ સૈન્ય અધિકારીએ ચિઠ્ઠી ઉપર પોતાના સિગ્નેચર હોવાની ના પાડી દીધી છે.પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને લખેલી કથિત ચિઠ્ઠીમાં પ્રથમ સાઇન જેમની છે તે જનરલ એસએફ રોડ્રિગ્સે પોતાની સાઇન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.એર ચીફ માર્શલ એનસી સૂરીએ એએનઆઈને કહ્યું હતું કે, આ એડમિરલ રામદાસની ચિઠ્ઠી નથી. આ મેજર ચૌધરીએ દાવો કર્યો છે.

તેમણે લખ્યું છે કે આ વોટ્‌સએપ અને ઇ-મેલ પર આવી રહ્યું છે કે મેં લખ્યું છે કે સશસ્ત્ર બળ અરાજનૈતિક છે અને નિર્વાચિત સરકારનું સમર્થન કરે છે. આવી કોઇપણ ચિઠ્ઠી માટે મારી સહમતિ લેવામાં આવી નથી. ચિઠ્ઠીમાં જે પણ લખવામાં આવ્યું છે તેનાથી હું સહમત નથી. અમને મિસકોટ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપર એક ચિઠ્ઠી વાયરલ થઈ રહી છે.

જેમાં કહેવાઇ રહ્યું છે કે સેનાના રાજનીતિકરણને લઈને ૧૫૬ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી લખનારમાં આર્મી, નેવી અને એરફોર્સના પૂર્વ પ્રમુખ પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે ચિઠ્ઠીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યાનાથે વાપરેલા શબ્દ મોદી જી કી સેનાવિશે વિશેષ આપત્તિ દર્શાવવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર અને સેનાના ગણવેશના ચૂંટણીમાં થયેલા ઉપયોગથી પણ તેઓ નારાજ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.