રાફેલ સાથેના સોદામાં અમે દાવેદાર નહોતા,અમે ઓફસેટ બીઝનેસમાં નથી HALના ચેરમેન આર માધવન

HALના ચેરમેન આર માધવને રાફેલના સોદામાં પોતાની કંપની કેમ નથી તેના ખુલાસા કર્યા
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 15:05:09 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:16:22 +0530

દિલ્હી

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના નવા ચીફ આર માધવને કંપનીને રાફેલ ડીલ સાથે સંકળાયેલ રાજકારણથી દૂર રહેવા જણાવ્યુ છે. વિપક્ષે આ ડીલને લઈને સરકાર પર ઓફસેટ કોન્ટ્રાક્ટમાં એચએએલને સાઈડ લાઈન કરવાનો આરોપ લગાવ્યો છે. સપ્ટેમ્બરમાં એચએએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બન્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદમાં માધવને જણાવ્યુ કે,  તેમની કંપની ઓફસેટ બિઝનેસમાં નથી અને રાફેલ ડીલ અંતર્ગત ૩૦ હજાર કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટની પણ દાવેદાર નહોતી. તેમણે વધુમાં જણાવ્યુ કે, એચએએલે પોતાના કર્મચારીઓને જણાવ્યુ છે કે તે આ મામલે કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાય નહીં.

માધવને જણાવ્યુ કે, જો કર્મચારીઓ આ મામલે કોઈ પાર્ટી સાથે જાડાશે તો આનાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચશે. તેમણે જણાવ્યુ કે, કંપનીના યુનિયન્સ આ મામલે પોતાનુ વલણ સ્પષ્ટ કરી ચુક્યાં છે. અમારા યુનિયનોએ જણાવ્યુ કે, તેઓ આ મામલે કોઈ પણ પાર્ટી તરફેણમાં નથી.

માધવને જણાવ્યુ કે, એચએએલનુ કામ એરક્રાફ્ટ બનાવવાનુ છે. કંપની ઓફસેટ બિઝનેસમાં નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે, ટેકનોલોજી ટ્રાંસફર અને પ્રોડક્શન, ઓફસેટથી બિલકુલ અલગ કામ છે. માધવને એ પણ જણાવ્યુ કે, અલગ અલગ પ્રોગ્રામમાં એચએએલ પાસે કેટલાક ઓફસેટ બિઝનેસ આવી શકે છે, પરંતુ કંપની મૂળભૂત રીતે ઓફસેટમાં પાર્ટનર નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.