અમદાવાદ બોપલમાં પાણીની ટાંકી તુટી પડતાં 3ના મોત,25 વર્ષ જુની હતી ટાંકી

બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તુટી પડી હતી.
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Aug 2019 16:00:40 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 16:00:40 +0530


અમદાવાદ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી તુટી પડતાં 3 લોકોના મોત થયા હતા. શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કુલ પાસે સંસ્કૃતિ ફ્લેટની સામે આવેલી કોર્પોરેશનની પાણીની ટાંકી એકાએક તૂટી પડી હતી. આ ટાંકી 30 ફૂટની હતી. આ ટાંકી પડતા જ તેનો કાટળાળ તેને અડીને આવેલ કેટરીંગના ગોડાઉન અને આરઓ પ્લાન્ટ પર પડ્યો હતો. આ ગોડાઉનમાં 20થી વધુ લોકો કામ કરતા હતા. જેને કારણે અનેક લોકો તેના કાટમાળ નીચે દટાયા છે.

આ દુર્ઘટનામાં 6 લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા દબાયેલા લોકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે.

પાણીની ટાંકીની સાથે નજીકનું એક મહાકાળ વૃક્ષ પણ તૂટી પડ્યુ હતુ. જેથી કટરના મદદથી વૃક્ષને કાપવામાં આવ્યું હતું.

આ ઘટના અંગે  કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, બોપલમાં આવેલી ટાંકી ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોને બહાર કાઢી બચાવ્યા છે. 3 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકો યુપી અને બિહારના છે. પાણીની ટાંકી જૂની હતી. વરસાદના કારણે જમીન બેસી જાય અને જૂની ઇમારત પડી જાય છે. જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.

 આ દુર્ઘટના અંગે હાલ રશિયાના પ્રવાસે ગયેલાં સીએમ વિજય રૂપાણીએ કલેકટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને મૃતકોને સહાય આપવાની ખાતરી આપી હતી.

 કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તુટી પડતાં સર્જાયેલી દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી

દુર્ઘટનામાં મોતને ભેટનાર

રવિ જાદવ

રામદરી કુશવાહ

વિક્રમ ભૌમિક

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.