મતદાનની ટકાવારીને લઇ રાજકીય પક્ષોની ગણતરી

મતદાન કોની તરફેણમાં છે તેને લઇને કોઇ પણ રાજકીય પંડિત કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી : આંતરિક સર્વે
By: admin   PUBLISHED: Mon, 13 May 2019 14:39:44 +0530 | UPDATED: Mon, 13 May 2019 14:39:44 +0530

બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં વધુ મતદાન

લોકસભાની ચૂંટણી માટે છ તબક્કામાં હવે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. આ વખતે કેટલા તબક્કામાં મતદાન વર્ષ ૨૦૧૪ની તુલનામાં વધારે નોંધાયુ છે. જ્યારે કેટલાક તબક્કામાં મતદાન ઓછુ રહ્યુ છે. મતદાનના છ તબક્કા પૂર્ણ થઇ ગયા બાદ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની ગણતરી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની આંતરિક રીતે સર્વેની કામગીરી કરાવી રહ્યા છે. બીજા તબક્કામાં મતદાન ઓછુ રહ્યુ હતુ.

હજુ સુધી કુલ છ તબક્કામાં મતદાન થયુ છે. જે પૈકી પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ચૂંટણીમાં ૬૯.૫ ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૯૧ સીટ પર મતદાન થયુ હતુ. જ્યારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ પર મતદાન થયુ હતુ. ત્રીજા તબક્કામાં ૬૫ ટકા કરતા વધારે મતદાન થયુ હતુ. અંતિમ ત્રણ તબક્કામાં વધારે મતદાન થયુ છે. મોટા ભાગના રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. આ વખતે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સામે મહાગઠબંધને મોટો પડકાર ઉભો કર્યો છે. મતદાનની પ્રક્રિયા હવે પૂર્ણ થવા આવી છે.

આવી સ્થિતીમાં રાજકીય પક્ષો પોત પોતાની રણનિતીમાં લાગી ગયા છે.  છટ્ઠા તબક્કામાં ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ લોકસભાની બાકી રહેલી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. 

ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણીની  જાહેરાત કરી હતી .તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન  થયુ હતુ.છટ્ઠી મેના દિવસે  પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ.૧૨મી મેના દિવસે છઠ્ઠા તબક્કામાં મતદાન થયુ હતુ. 

હવે ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું છે.  અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે

મતદાનની ટકાવારી....

લોકસભાની ચૂંટણીના છ તબક્કા માટે હજુ સુધી મતદાન થઇ ચુક્યુ છે. ક્યા તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ તે નીચે મુજબ છે.

  • તબક્કા…..મતદાન ટકાવારી

  1. છઠ્ઠા તબક્કા…..૬૩.૩
  2. પાંચમા તબક્કા…..૬૩.૫
  3. ચોથા તબક્કા…..૬૪
  4. ત્રીજા તબક્કા…..૬૬.૮
  5. બીજા તબક્કા…..૬૮.૧
  6. પ્રથમ તબક્કા…..૬૯.૫

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.