Wednesday,18 September 2019,17:01:01

બી અવેયર : વય વધવાની સાથે પાચનતંત્ર પણ નબળુ પડે છે...

ડાઇટમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારો
By: admin   PUBLISHED: Mon, 26 Aug 2019 19:14:10 +0530 | UPDATED: Mon, 26 Aug 2019 19:14:10 +0530

કેલ્શિયમનો ખતરો વધી જવાથી અનેક બિમારી થઇ શકે છે : સોયાબીન, તલ, લિમ્બુ, અંજીર, લીલા શાકભાજીનો વધુ ઉપયોગ કરવાની જરૂર

તમામ જાણકાર નિષ્ણાંતો કહે છે કે વય વધવાની સાથે સાથે પાચનતંત્ર કમજોર પડે છે. હાડકાના નિષ્ણાંત તબીબો કહે છે કે ૩૦ વર્ષની વય પાર કરી લીધા બાદ શરીર સરળતાથી ડાઇટમાં સામેલ કરવામાં આવેલા કેલ્શિયમના પ્રમાણને પૂર્ણ રીતે ઓબ્જોર્વ કરવામાં નિષ્ફળ રહે છે. આવી સ્થિતીમાં ૩૦ વર્ષની વય પૂર્ણ થયા બાદ કેલ્શિયમની કમીનો ખતરો અનેક ગણો વધી જાય છે. જેથી જરૂરી છે કે ૩૦ વર્ષની વય બાદ પોતાની ડાઇટમાં કેલ્શિયમની કમીને પૂર્ણ કરવામાં આવે.

કેલ્શિયમની કમીને પૂર્ણ કરવા માટે કેટલીક ચીજોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકાય છે. સોયાબીન, તલ, લિમ્બુ પાણી, જીરુ પાણી, સવારમાં તાપ લેવાની બાબત ઉપયોગી સાબિત  થાય છે. સવારમાં આઠ વાગેથી પહેલા ૧૦ મિનિટ માટે તાપ પણ ઉપયોગી સાબિત થાય છે. સોયાબિનનો ઉપયોગ સપ્તાહમાં એક વખત કરવામાં આવે તો ફાયદો થાય છે. જેથી શરીરમાં પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે. લિમ્બુ પાણી રોજ સાંજે એક ગ્લાસ પિવામાં આવે તો ફાયદો થાય છે.

આના કારણે વિટામિન સી કેલ્શિમય લેવામાં મદદ મળે છે. દિવસ દરમિયાન કેટલાક ખાટા ફળ લેવાથી ફાયદો મળે છે.લીલા શાકભાજી ખાવાથી પણ ખુબ મોટો ફાયદો થાય છે. તેમાં દરેક પ્રકારના પૌષક તત્વો રહે છે. દરરોજ સવારમાં તાપમાં થોડાક સમય સુધી બેસવાથી શરીરમાં વિટામિન ડીનુ પ્રમાણ વધી જાયછે. સાથે સાથે કેલ્શિયમ લેવામાં મદદ મળે છે. ડેયરી પ્રોડક્ટસ પુરતા પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદો થાય છે.

રાત્રે ગાળામાં બે અન્જીર અને ચાર બદામ પળાડીને મુકી દેવાથી ફાયદો થાય છે. ડેયરી પ્રોડ્‌ક્ટનો ઉપયોગ લાભ કરાવે છે. જેમાં દુધ, પનીર, દહીનો સમાવેશ થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ મહત્વપૂર્ણ છે. આનાથી શરીરની ઘણી જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. હાડકાંઓને મજબૂત કરવામાં પણ કેલ્શિયમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. દરરોજ શરીરને કેટલા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે તેને લઈને માહિતી મેળવવી અતિ જરૂરી હોય છે.

કેલ્શિયમ બાળપણમાં શરીરને મજબૂત અને હાડકાંઓને મજબૂત કરવામાં ભૂમિકા ભજવે છે. વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત જાળવી રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. ઓસ્ટિયોપોરોસિસમાં હાડકાઓ નબળાં પડી જાય છે. સગર્ભા મહિલાઓ માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. ગર્ભમાં રહેલા બાળકોના વિકાસમાં પણ કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જેથી પોતાની માતાના કારણે બાળકને કેલ્શિયમ મળે છે. વૃદ્ધાવસ્થા તરફ વધી રહેલી મહિલાઓમાં કેલ્શિયમની કમી હોવાની સ્થિતિમાં બિમારીના ખતરા રહે છે.

શરીરમાં આશરે ૯૦ ટકા કેલ્શિયમ હાડકાં અને દાંતમાં જમા થાય છે. બાકીનું કેલ્શિયમનું પ્રમાણ લોહી અને સ્નાયુઓમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. સ્નાયુ અને કોશિકાઓને ફેલાવવામાં પણ તેની ભૂમિકા હોય છે. હાર્મોન અને એન્જોઈંમના ફેલાવા માટે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભોજનમાં કેલ્શિયમની કમી હોવાથી તેની આરોગ્ય ઉપર અસર થાય છે. આના માટે રોગને આમંત્રણ મળે છે. ભોજન મારફતે કેલ્શિયમની અછત દૂર કરવામાં આવે તે અતિ જરૂરી છે.

કેલ્શિયમ કાર્બોનેટ પૂરતા પ્રમાણમાં લેવા માટે ઘણી જરૂરિયાતો હોય છે. આરોગ્ય પ્રત્યે સાવધાન રહેલા લોકોને કેલ્શિયમને લઈને સાવધાની જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં કેલ્શિયમના મહત્વ ઉપર ફરી એકવાર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કેલ્શિયમને લઈને વધુ પ્રયોગ કરાશે..તાજેતરમાં જ કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ઇ શરીરના હાડકાઓને નબળા બનાવે છે.

જાપાનમાં કરવામાં આવેલા વ્યાપક અભ્યાસ બાદ સંશોધકોએ કહ્યું છે કે વિટામિન ઇની દવા અથવા તો વિટામિન ઇ સાથે સંબંધિત અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાથી સમય કરતા પહેલા શરીરના હાડકા નબળા પડી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે પ્રાણીઓ ઉપર આ અંગે અભ્યાસ કરવામાં આવ્યા બાદ આ મુજબના તારણો સપાટી પર આવ્યા છે. આમાં જણાવાયું છે કે વિટામિન ઇ શરીરના હાડકાઓને ૨૦ ટકા વધારે નબળા બનાવી દે છે. કેલ્શિયમની કમી થવાની સ્થિતીમાં ફ્રેકચરના ખતરા પણ રહે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.