વિરાટ કોહલી સળંગ ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર બન્યો

સ્મૃતિ મંધાનાને પણ ટોચના ક્રિકેટરનું ટાઈટલ મળતા ભારત માટે બેવડી ખુશી
By: admin   PUBLISHED: Wed, 10 Apr 2019 22:32:01 +0530 | UPDATED: Wed, 10 Apr 2019 22:32:01 +0530

લંડન

સ્પોટ્‌ર્સ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા વિઝડન ક્રિકેટર્સ આલ્મેનેકમાં બુધવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આ વર્ષ માટેના શ્રેષ્ઠ ક્રિકેટરનું ટાઈટલ મેળવતા ભારત માટે ખુશી બેવડાઈ હતી. આ બન્ને ખેલાડીઓએ આઈસીસી એવોડ્‌ર્સમાં પણ ડંકો વગાડ્યો હતો.

ડિસેમ્બરમાં આઈસીસીએ મંધાનાને વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર તેમજ વુમન્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યરના ટાઈટલથી નવાજી હતી. આ ઉપરાંત કેપ્ટન કોહલીને ક્રિકેટ ઓફ ધ યર અને આઈસીસીના શ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે બેટ્‌સમેનનો એવોર્ડ એનાયત કરાયો હતો.

કોહલીએ સળંગ ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનું ટાઈટલ મેળવ્યું છે.

૨૦૧૮માં કોહલીએ ક્રિકેટની ત્રણ ફોર્મેટમાં મળીને ૨,૭૩૫ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત વિઝન ક્રિકેટર ઓફ ધ યર તરીકે ઈંગ્લેન્ડના ટેમી બ્યૂમોન્ટ, જોસ બટલર, સેમ કુરેન અને રોરી બર્ન્સનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલી સર ડોન બ્રેડમેન (૧૦ વખત) અને જેક હોબ્સ (૮ વખત) બાદ વિઝડન એવોર્ડ મેળવનાર ત્રીજો ક્રિકેટર બની ગયો છે. 

કોહલીએ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૫૯.૩ની એવરેજ સાથે ૫૯૩ રન ફટકાર્યા હતા. વર્ષ દરમિયાન કોહલીએ પાંચ સદી ફટકારી હતી.દરમિયાન મંધાનાએ ગત વર્ષમાં વન-ડે તેમજ ટી૨૦માં અનુક્રમ ૬૬૯ અને ૬૬૨ રન ફટકાર્યા હતા. વીમેન્સ સુપર લીગમાં મંધાનાએ ૧૭૪.૬૮ની સ્ટ્રાઈક રેટથી ૪૨૧ રન કર્યા હતા.

મંધાનાએ ગત વર્ષના પ્રદર્શનના આધઆરે વિઝડન ક્રિકેટરનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું.અફઘાનિસ્તાનના રાશિદ ખાનને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો હતો. તેણે ટી૨૦ મેચમાં અફઘાનિસ્તાન માટે ૮.૬૮ની એવરેજ સાથે ૨૨ વિકેટો ઝડપી હતી જ્યારે આઇપીએલ ૨૦૧૮માં ૨૧ વિકેટ ઝડપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.