વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિટનો પ્રારંભ

૧૩ ઓક્ટો. સુધી યોજાશે સમિટ : સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટમાં ૫૦૦ રાષ્ટ્રીય તેમજ આંતર. પ્રતિનિધિઓ જોડાશે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 19:38:11 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 19:38:11 +0530

મુખ્યમંત્રી રુપાણીએ કરાવ્યો પ્રારંભ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટ ૨૦૧૮ના ભાગરુપે ગાંધીનગરમાં આજથી ૧૩ ઓક્ટોબર દરમિયાન વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટનો પ્રારંભ થયો છે. આ સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટમાં ૫૦૦ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાશે. જ્યારે બેસ્ટ સ્ટાર્ટઅપને ૩ કરોડ સુધીના ઈનામ અપાશે.

આ વાઈબ્રન્ટ  ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સમિટનુ આયોજન સરકારના વિવિધ વિભાગો દ્વારા  ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની મદદથી કરવામાં આવ્યુ છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (એફઆઈસીસીઆઈ), ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતની ઔદ્યોગિક સંસ્થાઓના સહકારી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનુ આયોજન થશે.

આ વાયબ્રન્ટ સમિટનુ ઉદ્‌ઘાટન કરાવતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યુ હતું કે આજનો યુવા ગુજરાતની વાયબ્રન્ટ ઈકોનોમીમાં ભાગ લેવા માટે સજ્જ છે. આપણા યુવાનો ઈનોવેશનના માધ્યમથી ઈકોનોમીને મજબુત કરવાનુ કામ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટના માધ્યમથી યુવાઓને એક નવી તક મળશે અને યુવાનો જોબ ગિવર બને તે માટે સરકાર કાર્ય કરી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.