શાકભાજી ઓછી ખાનાર સામે ખતરો

બી એલર્ટ : લાખો લોકોના દર વર્ષે હાર્ટને લગતી બિમારીથી મોત
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 15:42:33 +0530 | UPDATED: Mon, 10 Jun 2019 15:42:33 +0530

ઓછા પ્રમાણમાં ફળફળાદીનો ઉપયોગ કરનાર સરેરાશ સાત પૈકી એકનુ હાર્ટ સાથે જોડાયેલી બિમારીથી મોત : તારણ ઉપયોગી રહી શકે છે

શાકભાજી અને ફળફળાદી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાની સલાહ વારંવાર નિષ્ણાંત તબીબો અને અન્ય જાણકાર લોકો આપતા રહે છે. આ બાબત હવે ફરી એકવાર સાબિત થઇ ગઇ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ઓછા પ્રમાણમાં ફળફળાદી અને શાકભાજીનો ઉપયોગ કરનારને સાવધાન થઇ જવાની જરૂર છે. જો તમે ડેલી ડાઇટમાં ફળ અને શાકભાજીનુ પ્રમાણ ઓછુ રાખો છો તો હવે સાવધાન થઇ જવાની જરૂર છે.

હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છેકે ફળ અને શાકભાજી ઓછા પ્રમાણમાં જે લોકો લે છે તે પૈકી વહેલી તકે હાર્ટ સાથે સંબંધિત બિમારી અને સ્ટ્રોકનો ખતરો વધારે રહે છે. અભ્યાસ મુજબ ફળ અને શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવાથી દર વર્ષે લાખો લોકોના મોત હાર્ટ સાથે જોડાયેલી બિમારીના કારણે થાય છે. સ્ટ્રોકના કારણે પણ મોત થાય છે.

અમેરિકાના મેરીલેન્ડ સ્થિત બાલ્ટીમોર કન્વેન્શન સેન્ટરમાં ન્યુટ્રીશનમાં એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ છે કે ઓછા પ્રમાણમાં ફળનો ઉપયોગ કરવાથી સરેરાશ સાત વ્યક્તિ પૈકી એક વ્યક્તિનુ મોત હાર્ટ સાથે જોડાયેલી ચીજોના કારણે થાય છે. જ્યારે યોગ્ય પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ ન કરવાથી ૧૨ વ્યક્તિ પૈકી એકનુ મોત હાર્ટ સાથે જોડાયેલી બિમારીના કારણે થાય છે.

શોધ કરનાર લોકો પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૦માં ફળનો ઓછો ઉપયોગ કરવાના કારણે દુનિયાભરમાં આશરે ૧૮ લાખ લોકોના મોત થયા હતા. જ્યારે લાખો લોકોને બિમારીની અસર થઇ હતી. તમામ આંકડા દર્શાવે છે કે ઓછા પ્રમાણમાં ફળનો ઉપયોગ કરવાથી મોતનો આંકડો શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવાની તુલનામાં બે ગણો વધારે છે.

તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજો ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ જરૂરી છે. વ્યક્તિગતો અને વસતીનાં સ્તરમાં સીવીડી સંબંધિત મોતને રોકવા હેલ્થી ઈટિંગની ટેવ રાખવી જોઈએ. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે.  ફળફળાદી અને શાકભાજી ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાથી નુકસાન થાય છે. તેને લઇને કરવામાં આવેલા અભ્યાસનુ નેતૃત્વ ઓર્થર વિક્ટોરિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમના કહેવા મુજબ ફળ અને શાકભાજી અમારી ડાયટના એવા હિસ્સા તરીકે છે જે દુનિયાભરમાં જે મોતને રોકી શકાય છે તેના હિસ્સા તરીકે છે. અમારા અભ્યાસના તારણ આ બાબત તરફ ઇશારો કરે છે કે દુનિયાભરમાં વસ્તીના આધાર પર એવા પગલા લેવાની જરૂર છે જેથી લોકોની વચ્ચે શાકભાજી અને ફળફળાદીના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.