વલસાડમાં સ્પાની આડમાં ચાલતું હતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ

સ્પામાંથી થાઈલેન્ડ અને આસામની યુવતીઓ પકડાઈ
By: admin   PUBLISHED: Sun, 02 Jun 2019 21:40:31 +0530 | UPDATED: Sun, 02 Jun 2019 21:40:31 +0530

વલસાડ
 
દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી હાઈ પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. સ્પા સેન્ટરની આડમાં આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે આ કહેવાતા સ્પામાંથી ૬ યુવતીઓ   અને બીજા ૪ આરોપીઓની ધરપકડ કરી છે. 


મળતી માહિતી મુજબ વલસાડના સાઈલીલા મોલમાં આ સ્પા સેન્ટર ચાલતું હતું. કાસા ફ્રૂટ એન્ડ બોડી સ્પા નામના આ સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર થતો હોવાનું સામે આવતા પોલીસે રેડ કરી હતી.

આ સ્પા સેન્ટર પર પાડેલી રેડમાં ૬ યુવતીઓ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. પકડાયેલી રૂપજીવનીઓ આસામ અને થાઈલેન્ડથી આવેલી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સેન્ટરમાં વિદેશી યુવતીઓને રાખીને મસાજના બહાને તેમની પાસેથી દેહવ્યાપારનું કામ કરાવવામાં આવતું હતું. 


યુવતીઓની હાલ પોલીસે પુછપરછ હાથ ધરી છે તો બીજી તરફ સ્પાની સંચાલિકાની પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ૬ મહિના પહેલા પણ સાઈ લીલા મોલના અન્ય એક સ્પા સેન્ટરમાં પોલીસે રેડ પાડી હતી. ત્યારે સ્પા સંચાલકો સ્પા બંધ કરી ભાગી છૂટ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.