વડોદરામાં વકીલોની હડતાળનો ૧૨મો દિવસ, ઘંટનાદ કરીને નોંધાવ્યો વિરોધ

વડોદરા...
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 00:04:26 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 00:04:26 +0530

વડોદરા કોર્ટમાં નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો દ્વારા છેલ્લા ૧૨ દિવસથી વિરોધ પ્રદર્શન

વડોદરા કોર્ટમાં વકીલોએ બેઠક વ્યવસ્થાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે, આજે તેમની હડતાળનો ૧૨મો દિવસ છે, ત્યારે વકીલોએ ભેગા મળીને ડિસ્ટ્રીક જજની સામે ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરના ૨૫૦ જેટલા બાર એસોસિએશને પત્ર લખવામાં આવ્યો છે.આવતીકાલે (મંગળવારે) પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવા વકીલોએ અપીલ કરી છે.

આ સાથે વકીલોની અચોક્કસ મુદતની હડતાલ ચાલું રહે તેવા સ્પષ્ટ એંધાણો દેખાઇ રહ્યા છે. આગામી ૩૦મી તારીખે રાજ્યભરના ૨૫૦ જેટલા બાર એસોસિએશન વકીલોનું સમર્થન મળી રહે તેના માટે પત્ર લખવામાં આવ્યો છે.તમને જણાવી દઇએ કે, વડોદરા કોર્ટમાં નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો છેલ્લા ૧૨ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે જ્યારે વકીલો કડક બન્યા ત્યારે પોલીસ દ્વારા વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારબાદ આજે ફરી એકવાર વકીલોએ દેખાવો કરી સવિનય કાનૂનનો ભંગ કરતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી.વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા નવા કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લખનિય છે કે કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા ન હોવાનો મુદ્દો શરૂઆતથી ચાલતો આવ્યો હતો. ન્યાયમંદિર અને લાલકોર્ટમાથી તમામ કોર્ટ નવા સંકુલમાં ખસેડાયા બાદથી વકીલો બેઠક વ્યવસ્થાની માગને લઈને અવાર નવાર દેખાવો કરી રહ્યાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.