ઉત્તરપ્રદેશ: ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાનો નિર્ણય

પાંચ મોટા મંદિરોને વિકાસ પરિષદ સંભાળશે
By: admin   PUBLISHED: Fri, 29 Nov 2019 14:33:57 +0530 | UPDATED: Fri, 29 Nov 2019 14:33:57 +0530

વૈષ્ણોદેવી- તિરુપતિ બાલાજી શ્રાઇન બોર્ડની જેમ વિકાસ પરિષદને મોટી કામગીરી સોંપાશે: ઝડપી કામગીરી જારી

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકાર તીર્થસ્થળોના વિકાસને લઇને મોટા પગલા લેવાની તૈયારીમાં છે. આ દિશામાં આગળ વધવા માટે યોગી સરકાર કટિબદ્ધ છે. મથુરામાં બ્રજ તીર્થ ક્ષેત્રના વિકાસ પરિષદની રચના કરવામાં આવ્યા બાદ હવે ચાર નવા તીર્થ ક્ષેત્ર  વિકાસ પરિષદની રચના કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. વૈષ્ણોદેવી અને તિરુપતિ બાલાજી શ્રાઇન બોર્ડની જેમ જ વિકાસ પરિષદોને કામગીરી સોંપવામાં આવનાર છે.

કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ જ મિર્જાપુરમાં માતા વિધ્યાવાસિની કોરિડોર બનાવવા માટેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. આવુ થયા બાદ પ્રદેશમાં મોટા મંદિરોમાં રહેલા પંડાઓ અને ખાસ હેતુ સાથે રહેતા લોકોના પ્રભુત્વને પણ ખતમ કરવામાં સફળતા મળી શકે છે. ઉત્તરાખંડ સરકારે પોતાના ત્યાંના ચાર ધામ સહિત પ્રદેશના ૫૦થી વધારે લોકપ્રિય અને પ્રસિદ્ધ મંદિરોના સંચાલન માટે ચારધામ શ્રાઇન બોર્ડની રચનાને મંજુરી આપી દીધી છે. તે પહેલા પ્રયાગ રાજ અઇને વિધ્યાચલ ધામના વિકાસ માટે યોગી સરકારે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

ઉત્તરાખંડ બાદ હવે ઉત્તરપ્રદેશમાં મથુરા, કાશી, પ્રયાગ, અયોધ્યા અને વિધ્યાસિની દામમાં શ્રાઇન બોર્ડની રચના કરવા માટેની તૈયારી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ મિર્જાપુરમાં ભગવતી વિધ્યાસિની મંદિર માટે માતા વિધ્યાસિની કોરિડોર બનાવવામાં આવનાર છે.આ વિધ્યાચંલ ધામ તીર્થ વિકાસ પરિષદ અને વિધ્યાચંલ વિકાસ બોર્ડ હેઠળ કામ કરનાર છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ વિધ્યાચંલ ધામ તીર્થ વિકાસ પરિષદઅને વિધ્યાચંવિકાસ બોર્ડ હેઠળ આની રચના ૧૫મી ડિસેમ્બરના દિવસ સુધી થઇ જાય તેમ માનવામાં આવે છે. આની માહિતી પ્રદેશના ધર્માર્થ કાર્ય રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર નીલકંઠ તિવારી દ્વારા આપવામાં આવી હતી. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કાશી વિશ્વનાથ મંદિર ક્ષેત્રને વિકસિત કરવામાં આવનાર છે.

કાશી વિશ્વનાથ કોરિડોર હેઠળ તમામ વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ યોગી આદિત્યનાથ દ્વારા અડધી રાત્રે વિકાસ કાર્યોની ક્ષમતા કરી હતી. તેમના પર ધ્યાન આપ્યુ હતુ. કાર્યો પર પોતે નજર રાખી રહ્યા છે. હવે અયોધ્યાના નવા ભુગોલને રાખવા આપવા માટે રોડમેપ તૈયાર છે. ઉત્તરપ્રદેશ સરકારે ઇક્ષ્વાકુ નગરી  નામથી નએવી અયોધ્યા વિકસતિ કરવા માટેની તૈયારી કરી દીધી છે. તેનુ કેન્દ્ર રામજન્મભૂમિ પર બનનાર રામ મંદિર રહેનાર છે.

આ યોજનાના પ્રથમ ચરણમાં સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. નવી નગરી માટે અયોધ્યા ઉપરાંતક પડોશી જિલ્લા બારાબંકી, આમ્બેડકરનગર અને ગોન્ડામાં પણ જમીન અધિગ્રહણ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. અયોધ્યાના નવા સ્વરૂપને પ્રવાસની દ્રષ્ટિએ ખુબ શાનદાર બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. અયોધ્યા તીર્થ વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઝડપથી કામગીરી ચાલી રહી છે.   અયોધ્યામાં નવા શહેરને વસાવી દેવા માટેની કામગીરી ચાલી રહી છે.મંદિરને લઇને પણ તૈયારી કરવામાં આવી છે. 

અયોધ્યા માટે ખાસ રોડ તૈયાર: અયોધ્યા તીર્થ વિકાસ પરિષદની સ્થાપના થશે

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકાર તીર્થસ્થળોના વિકાસને લઇને મોટા પગલા લેવાની તૈયારીમાં છે. આ દિશામાં આગળ વધવા માટે યોગી સરકાર કટિબદ્ધ છે. મથુરામાં બ્રજ તીર્થ ક્ષેત્રના વિકાસ પરિષદની રચના કરવામાં આવ્યા બાદ હવે ચાર નવા તીર્થ ક્ષેત્ર  વિકાસ પરિષદની રચના કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે.અયોધ્યામાં ઇક્ષ્વાકુ નગરી તરીકે નવા શહેરને વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે.  રોડમેપ નીચે મુજબ છે.

             અયોધ્યા તીર્થ વિકાસ પરિષદની સ્થાપના કરવા માટે પ્રસ્તાવ તૈયાર

             અયોધ્યા તીર્થવિકાસ પરિષદ પ્રવાસને પ્રોત્સાહન આપવા અને તેને એક આધુનિક શહેર તરીકે વિકસિત કરવા માટે ખાસ કામ કરશે

             અયોધ્યામાં ભગવાન રામને સમર્પિત દસ દ્ધારને સ્થાપિત કરવા માટેની તૈયારી

             અયોધ્યામાં વિશ્વ સ્તરના તમામ સુવિધા સાથે વિમાનીમથકના નિર્માણ પર કામગીરી

             આતિ આધુનિક સુવિધા સાથે આંતરરાષ્ટ્રીય બસ ટર્મિનલ

             વિશ્વ સ્તરના રેલવે સ્ટેશનને આખરી ઓપ અપાશે

             અંડરગ્રાઉન્ડ કેબલિંગ સુવિધા વિકસિત કરવામાં આવનાર છે

             ડિસેમ્બરથી ટેન સ્ટાર હોટેલ શરૂ કરી દેવાશે

             પાંચ મોટા રિસોર્ટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે

             સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાની પણ યોજના

             રેન બસેરાની યોજના છે જેમાં ૧૦૦૦૦ લોકો રોકાઇ શકે તેવી સુવિધા રહેશે

             અયોધ્યાને ફેજાબાદથી જાડે તે રીતે પાચ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરનુ નિર્માણ કામ હાથ ધરાશે

             મેડિકલ કોલેજને લઇને પણ ખાસ પ્રસ્તાવ  છે

             અયોધ્યાના તમામ સ્થળો પર ખાસ તૈયારી કરવામાં આવી રહી છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.