યુપી : એન્ટી રોમિયો ટુકડી ફરી સક્રિય કરવાનો નિર્ણય

કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને યોગીના નેતૃત્વમાં બેઠક થઇ : તમામ જગ્યાએ નજર રાખવા માટેના આદેશ
By: admin   PUBLISHED: Tue, 11 Jun 2019 13:33:39 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 13:33:39 +0530

વધતા મહિલા અપરાધોને રોકવા યોગી એક્શનમાં

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અને યુવતિઓની સામે અપરાધ વધી રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ફરી એકવાર એક્શનમાં આવી ગયા છે. યોગી રોકેટગતિથી વધી રહેલા મહિલા અપરાધ પર અંકુશ મુકવા માટે આક્રમક મુડમાં આવી ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર એન્ટી રોમિયો ટીમને સક્રિય કરવા માટેનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. યોગીએ આ સંબંધમાં પોલીસ અને ગૃહ વિભાગના ટોપના અધિકારીઓની સાથે બેઠક યોજી છે. સાથે સાથે મહિલા અપરાધને લઇને માહિતી પણ મેળવી છે.

બેઠકમાં યોગી આદિત્યનાથે મહિલા અને બાળ અપરાધના મામલામાં કઠોર કાર્યવાહી કરવા માટે અને એન્ટી રોમિયો ટીમને પ્રભાવી બનાવી દેવાના આદેશ જારી કર્યા છે. યોગીના આદેશ માટે હવે રોમિયો પર ફરી એકવાર તવાઇ આવનાર છે. સાથે સાથે ચાર રસ્તાઓ અને ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગને વધારે તીવ્ર કરવાનો નિર્ણય કરી લીધો છે. સ્કુલની બહાર સમાજ વિરોધી તત્વો પર ચાંપતી નજર રાખવા માટે જરૂરી આદેશ જારી કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં મુખ્ય સચિવ, પ્રમુખ સચિવ, ડીજીપી, એડીજી લો એન્ડ ઓર્ડર તેમજ એડીજી મહિલા અધિકારી હાજર રહ્યાહતા. આ પહેલા યોગી આદિત્યનાથે રવિવારના દિવસે પણ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવા માટે પોલીસને આદેશ કર્યા હતા. મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાની ખાતરી કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા.

મહિલાઓ અને બાળકીઓ સામે કોઇ પણ પ્રકારના અપરાધ ન થાય તેની ખાતરી કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના અપરાધને બિલકુલ ચલાવી લેવાશે નહીં. આવતીકાલે ૧૨મી જુનના દિવસે યોગી પ્રદેશના તમામ જિલ્લા અધિકારીઓ અને એસએસપી સાથે વાતચીત કરનાર છે. ૧મી જુના દિવસે પણ તમામ અધિકારીઓની સાથે વાતચીત જારી રહેશે. યોગીએ કહ્યુ છે કે ૪૨ વરિષ્ઠ આઇએએસ અધિકારીઓ ૧૫મી જુનથી ૭૫ જિલ્લામાં પ્રવાસ માટે જશે. ત્યારબાદ તેઓ પોતે જિલ્લાની મુલાકાત લેશે.

કોઇ પણ કિંમતમાં નાની બાળકીઓની સાથે અપરાધને ચલાવી લેવાશે નહીં.

પોલીસે હાલમાં ૫-૬ ઘટનાઓની સમીક્ષા કરી છે. જેમાં જાણવા મળ્યુ છે કે તમામ ઘટનાઓ ગ્રામીણ વિસ્તારોમાં થઇ છે. આ તમામ ચોંકાવનારી ઘટનાને તેમના નજીકના ઓળખીતા લોકો દ્વારા જ અંજામ આપવામાં આવ્યા છે. અમે ક્રાઇમની દરેક ઘટના પર કાર્યવાહી કરી રહ્યા છીએ. પિડિતાના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. બાઇક સવાર અપરાધીઓની સામે પણ કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલના દિવસોમાં ઉત્તરપ્રદેશમાં અપરાધમાં એકાએક  રેકોડ વધારો થયો છે. અલીગઢ, હમીરપુર, જાલોન, બારાબંકી, સીતાપુર અને કુશીનગમાં બાળકીઓની સાથે રેપની ઘટનાઓ હાલમાં બની છે.

અપરાધીઓ પર તવાઇ: યોગી પોતે જિલ્લાઓમાં જશે

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અને યુવતિઓની સામે અપરાધ વધી રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ફરી એકવાર એક્શનમાં આવી ગયા છે. યોગી રોકેટગતિથી વધી રહેલા મહિલા અપરાધ પર અંકુશ મુકવા માટે આક્રમક મુડમાં આવી ગયા છે. અપરાધને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહી છે. અપરાધીઓ પર તવાઇની સાથે સાથે નીચે મુજબ છે

  1. મહિલા અપરાધને રોકવા માટે યોગી પોતે એક્શનમાં આવ્યા
  2. ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં હાલમાં મહિલા પર અત્યાચાર વધી રહ્યા છે
  3. યોગીએ તમામ પોલીસ અને સંબંધિત અધિકારીઓને મહિલા સામે હિંસાને રોકવા માટે કઠોર આદેશ આપ્યા
  4. સ્થિતીની માહિતી મેળવી લેવા ૪૨ વરિષ્ઠ આઇએએસ અધિકારીઓ ૧૫મી જુનથી ૭૫ જિલ્લામાં જશે
  5. પોતે પણ જિલ્લાઓની મુલાકાત લેશે
  6. અપરાધીઓ પર હવે તવાઇ વધારાશે
  7. એન્ટી રોમિયો ટીમને પ્રભાવી બનાવાશે
  8. સ્કુલ અને કોલેજ સંકુલની બહાર ટીમો ગોઠવી દેવાશે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.