ફૈઝાબાદનું નામ બદલાયું,હવે ઓળખાશે અયોધ્યાથી,યોગીએ કરી જાહેરાત

અયોધ્યામાં દિવાળીના એક કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 19:05:06 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:16:51 +0530

અયોધ્યા

ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ પ્રયાગ રાજ કર્યા પછી હવે સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલી અયોધ્યા કરવાની જાહેરાત કરી છે.દેશભરમાં આજે જ્યારે રામમંદિરના મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અયોધ્યામાં દિવાળીના કાર્યક્રમમાં સીએમ યોગીએ ફૈઝાબાદ જીલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવાની મોટી જાહેરાત કરી હતી.

યોગી આદિત્યનાથે અયોધ્યામાં મેડીકલ કોલેજનું નામ રાજર્ષિ દશરથ અને એરપોર્ટનું નામ ભગવાન રામના નામે કરવાની ઘોષણા કરી હતી.

આ પ્રસંગે અયોધ્યામાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના પત્ની કિમ જંગ સુક મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કિમ જંગ સુકનું સ્વાગત કર્યુ હતું.

ફૈઝાબાદનું નામ બદલવાની જાહેરાત સાથે સીએમ યોગીએ જણાવ્યું કે આજથી આ જનપદ અયોધ્યાના નામથી જાણીતું થશે.અયોધ્યા આપણી આન,બાન અને શાનનું પ્રતીક છે.અયોધ્યાની ઓળખ ભગવાન શ્રીરામથી છે.અમે અયોધ્યાનો વિકાસ ઇચ્છીએ છીએ.અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યાની ઓળખ અયોધ્યા તરીકે જ થાય.

યોગીએ કહ્યું કે કિમ જંગ સૂકના આવવાથી મને ઘણી ખુશી થઈ છે. યોગીએ કહ્યું કે આજે આપણાં બધાં માટે મોટો મહોત્સવ છે. અયોધ્યાને અમે નવી ઉંચાઈએ લઈ જઈશું.

કિમ જંગ સૂકે કહ્યું કે આજે તમારા લોકોની વચ્ચે મને દિવાળીનો તહેવાર મનાવવાની તક મળી, હું ઘણી ખુશ છું. પીએમ મોદીએ મને આમંત્રણ આપ્યું તે બદલ તેમનો આભાર. યુપીના સીએમ યોગીજી અને અન્યોને દીપોત્સવની શુભેચ્છા આપું છું.

ઉલ્લેખનીય છે કે અગાઉ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યા પછી યોગી આદિત્યનાથની સોશિયલ મીડીયામાં જબરદસ્ત ખીંચાઇ થઇ હતી અને તેમની ઇમેજ સાથેના અનેક મીમ્સ બન્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.