સારા રોલ મેળવી લેવા માટે કઇ પણ કરશે : ઉમા થુરમન

થુરમનની નવી ફિલ્મોને લઇને ચાહકો હમેંશા રોમાંચિત
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 15:27:52 +0530 | UPDATED: Mon, 17 Jun 2019 15:27:52 +0530

નવા પડકારરૂપ રોલ કરવા માટે હમેંશા તૈયાર છે

અમેરિકી અભિનેત્રી અને મોડલ ઉમા થુરમન સારા રોલ મેળવી લેવા માટે કોઇ પણ કામ કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ સારા અને પડકારરૂપ રોલ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. તેની પાસથે સારી ફિલ્મ પણ હાથ લાગી રહી છે. રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા સહિતની જુદી જુદી ફિલ્મો કરી ચુકેલી સ્ટાર ઉમા થુરમન ફિલ્મોમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે સજજ છે. થુરમન પોતાની કેરિયરમાં કેટલીક હાઇ પ્રોફાઇલ ફિલ્મો કરી ચુકી છે. જેમાં ધ ટ્રુથ એબાઉટ કેટ્‌સ એન્ડ ડોગ, બેટમેન એન્ડ રોબિન, લેસ મિસરેબલ્સનો સમાવેશ થાય છે.

ઉમાએ કહ્યુ છે કે તે ફિલ્મ નિર્માતા ક્વીન્ટીન ટારનટિન્ટો સાથે ફરી કામ કરવા માટે આશાવાદી છે. થુરમને કહ્યુ છે કે તે તેમને ખુબ સારી રીતે ઓળખ છે. તેઓ શાનદાર પટકથા લખવા માટે જાણીતા રહ્યા છે. થુરમને થોડાક સમય પહેલા એમ કહીને વિવાદ જગાવ્યો હતો કે કિલ બિલ્સ ફિલ્મો બનાવીને નિર્માતા દ્વારા તેમની કેરિયરને નુકસાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. થુરમને અન્ય કેટલીક મોટી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. જેમાં માય સુપર એક્સ ગર્લફ્રેન્ડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રાઇમ નામની ફિલ્મમાં પણ તેમની ભૂમિકા હતી. ટેલિવીઝન પર પણ તે કેટલીક યાદગાર ભૂમિકા અદા કરી ચુકી છે. થિયેટર, ટીવી અને ફિલ્મી મોરચે તે ઉલ્લેખનીય સફળતા મેળવી ગઇ છે. તે મોડલ તરીકે પણ ભારે લોકપ્રિયતા મેળવી ચુક છે. ટોપ મોડલ તરીકે પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં તે સફળ રહી છે. તેને સૌથી સેક્સી સ્ટાર પૈકીની એક તરીકે વર્ષોથી ગણવામાં આવે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.