વૈશ્વિક માર્કેટમાં અંધાધૂંધી રહેવાની પ્રબળ સંભાવના

કેટલાક ટોપ અર્થશાસ્ત્રીઓનો સ્પષ્ટ અભિપ્રાય
By: admin   PUBLISHED: Tue, 04 Jun 2019 14:14:54 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:14:54 +0530

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાઓ અને યુએસમાં રેટમાં વધારાની સીધી અસર જોવા મળશે

વિશ્વના કેટલાક ટોપના અર્થશાસ્ત્રીઓ કહી ચુક્ચા છેકે  જુદા જુદા ઘટનાક્રમ વચ્ચે વિશ્વમાં આર્થિક અંધાધુંધી રહી શકે છે. વિવિધ પગલાના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો અને ખાસ કરીને ઉભરતા બજારો ઉપર ખુબ જ માઠી અસર થઇ શકે છે. આગામી દિવસો પણ ભારતીય બજાર અને અન્ય વૈશ્વિક બજારો માટે ચિંતાજનક રહી શકે છે. નિષ્ણાંતો દ્વારા આ પ્રકારની વાત બાદ તમામ કારોબારીઓ સાવધાન થઇ ગયા છે. ફિસ્કલ પોલિસીના અમેરિકામાં લેવામાં આવેલા વિવિધ પગલાની સીધી અસર જોવા મળી રહી છે.

અર્થશાસ્ત્રીઓ  કહી રહ્યા છે કે લેટિન અમેરિકન ડેબ્ટ કટોકટી સહિત અન્ય પગલાઓ પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની અસર આગામી દિવસોમાં જોવા મળશે. હાલમાં જ અમેરિકી બજારમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા બાદ વૈશ્વિક બજારો કડડભુસ થઇ ગયા હતા. આની સીધી અસર ભારતીય બજાર ઉપર પણ થઇ હતી અને સેંસેક્સમાં ઉથલપાથલ રહી હતી. ઉથલપાથલનો દોર આગળ વધી શકે છે.

જાણકાર લોકોના કહેવા મુજબ હાલમાં જોખમી પરિબળોની અસર જોવા મળી શકે છે.  જોખમી પરિબળો ઉભા થાય છે ત્યારે ઉથલપાથલ ચોક્કસપણે થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ફિસ્કલ પોલિસીના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા છે. ઉભરતા બજારો પણ તેની અસર કરી રહ્યા છે. આ તમામ બાબતો ચિંતાજનક દેખાઈ રહી છે. ભારતમાં લોકસભાની ચૂંટણીમાં સ્થિર સરકાર માટે મતદાન થયા બાદ ભારતીય બજારોમાં તો જોરદાર તેજી પણ રહી શકે છે. કારણ કે સ્થિતી આર્થિક રીતે મજબુત બનવા તરફ આગળ વધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.