એસ-૪૦૦ ડીલ મુદ્દે ભારતને બહુ જલ્દી ખબર પડશે : ટ્રમ્પ

કાટ્‌સા પ્રતિબંધ પર ટ્રમ્પનુ નિવેદન
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 18:40:36 +0530 | UPDATED: Wed, 17 Oct 2018 15:25:20 +0530

કાટ્‌સા અંતર્ગત રશિયા પાસેથી હથિયાર કરાર પર અમેરીકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર ટ્રમ્પ પાસે

રશિયા સાથે ભારતના એસ-૪૦૦ કરારને લઈને અમેરીકી પ્રતિબંધોના ડર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ એક મોટુ નિવેદન સામે આવ્યુ છે.ટ્રમ્પે રશિયા અને ભારત વચ્ચે થયેલ એસ-૪૦૦ કરારને લઈને કટાક્ષ કર્યો છે કે રશિયા પાસેથી પાંચ અરબ ડોલરના એસ-૪૦૦ મિસાઈલ ખરીદી કરાર પર ભારતને  બહુ જલ્દી દંડનાત્મક કાટ્‌સા કાઉન્ટરીંગ અમેરીકાઝ એડવર્સરીઝ થ્રૂ સેક્શન્સ એક્ટ (સીએએટીએસએ) પ્રતિબંધો પર તેના નિર્ણય અંગે જાણ થઈ જશે.

મહત્વનુ છે કે, કાટ્‌સા અંતર્ગત રશિયા પાસેથી હથિયાર કરાર પર અમેરીકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર ટ્રમ્પની પાસે જ છે. ભારત અને રશિયા વચ્ચે થયેલ કરાર અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યુ કે,  ભારતને ખબર પડી જશે. ભારતને ખબર પડવા લાગી છે.

ટ્રમ્પે એ પણ જણાવ્યુ કે, ઈરાન પાસેથી ચાર નવેમ્બરની સમયસીમા બાદ ક્રૂડ ઓઈલ આયાત યથાવત રાખનાર દેશો અંગે અમેરીકા જોશે. ભારત અને ચીન જેવા દેશોના ઈરાન પાસેથી તેલ આયાત યથાવત રાખવા અંગે પૂછવા પર ટ્રમ્પે કહ્યુ કે અમે જોઈ લઈશું.

મહત્વનુ છે કે થોડા દિવસ અગાઉ રક્ષા વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરતા કહ્યુ હતું કે, અમેરીકી પ્રશાસનના અંદર બદલાઈ રહેલ રાજકીય સમીકરણો અને ભારતની વેપાર તથા કર નીતિઓ પ્રત્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કડક ખાનગી  વિચારો  વચ્ચે રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલ રક્ષા પ્રણાલીની ખરીદી બાદ કડક સીએએટીએસએ પ્રતિબંધોથી ભારતને છૂટ મળવી સરળ નહીં હોય.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.