ટ્રેડ વોર : અમેરીકાને સાધવા ચીન પકડશે ભારતનો ‘હાથ’

ચીને ટ્રેડ પ્રોટિક્શનિઝ્‌મ એટલે કે સંરક્ષણવાદ સાથે લડવા માટે ભારત સાથે હાથ મિલાવવાની પહેલ કરી છે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 18:37:45 +0530 | UPDATED: Fri, 12 Oct 2018 16:05:42 +0530

ચીને ભારત તરફ વધાર્યો મિત્રતાનો હાથ

અમેરીકા સાથે ચાલી રહેલ ટ્રેડવોરને ધ્યાનમાં રાખી ચીને હવે નવી રણનીતિ અપનાવી છે. જે અંતર્ગત  ચીને ટ્રેડ પ્રોટિક્શનિઝ્‌મ એટલે કે સંરક્ષણવાદ સાથે લડવા માટે ભારત સાથે હાથ મિલાવવાની પહેલ કરી છે. અમેરિકી અધિકારીઓએ પણ હાલમાં જ આંતરીક સંબંધો સુધારવા માટે બેજિંગનો પ્રવાસ કર્યો હતો. દુનિયાના બે સૌથી મોટા વિકાસશીલ દેશો ચીન અને ભારતની અર્થવ્યવસ્થા મુખ્ય તબક્કામાં છે.

અધિકારીઓએ જણાવ્યુ કે ચીન અને ભારત બન્નેનુ હિત એમાં જ છે કે બહુપક્ષીય વેપાર પ્રણાલી અને મફત વેપાર વ્યવસ્થાને બચાવવામાં આવે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીએ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બહુપક્ષીય વેપાર પ્રણાલી અને મુક્ત વેપારની રક્ષા માટે એકસાથે અવાજ ઉઠાવ્યો હતો. અધિકારીઓએ દાવો કર્યો કે, આ મામલામાં ચીન અને ભારતના એકસાથે ઉભા રહેવાના ઘણા કારણો છે.

ગત શુક્રવારે ભારત-રશિયા શિખર સંમેલન દરમિયાન બન્ને દેશોએ ટ્રેડ પ્રોટેક્શનિઝ્‌મ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના સંયુક્ત નિવેદન મુજબ બન્ને પક્ષ (ભારત-રશિયા) ખુલ્લા, સમાવેશી, પારદર્શી, ભેદભાવથી રહિત અને નિયમ-આધારીત બહુપક્ષીય વેપાર પ્રણાલીને મજબુત કરવા અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો અને સંરક્ષણવાદને રોકવા માટે કટીબદ્ધ છે.

 હાલમાં જ ચીન અને અમેરીકા વચ્ચે ટ્રેડ વોર વધતા વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાની ચિંતા  વ્યક્ત કરવામાં આવી રહી છે. પોમ્પિયોએ હાલમાં જ ચીનનો પ્રવાસ કર્યો  હતો. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)ની કેન્દ્રીય સમિતિએ પોલિટિકલ બ્યૂરોના મેમ્બર અને સીપીસી કેન્દ્રીય સમિતિના વિદેશ બાબતોના આયોગના કાર્યાલય નિદેશક યાંગ જિચી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી હતી.બન્ને પક્ષોએ ચીન-અમેરીકા સંબંધો સાચારુ રુપથી ચલાવવા માટે વિચાર-વિમર્શ કર્યો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.