ટોકિયોમાં આગામી વર્ષે યોજાનાર ઓલિમ્પિકની જોરદાર તૈયારી...

ઓલિમ્પિકમાં વધુ ચન્દ્રકોની આશા
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 17:50:00 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 17:50:00 +0530

કુસ્તી, બોક્સિંગ, શુટિંગ, બેડમિન્ટન સહિતની રમતોમાં જોરદાર દેખાવ કરવા માટે ભારતની તૈયારી : એથલેટિક્સ, જિમ્નાસ્ટિકમાં પણ આશા

જાપાનના પાટનગર ટોકિયોમાં આગામી વર્ષે યોજાનાર ઓલિમ્પિકને લઇને તમામ દેશો ઉત્સુક બનેલા છે અને જોરદાર તૈયારમાં પણ લાગેલા છે. ભારત પણ પાછળ નથી. ઓલિમ્પિક ખેલમાં હજુ એક વર્ષનો સમય બાકી રહ્યો છે ત્યારે ભારત વધારે ચન્દ્રકો મેળવી લેવાના ઇરાદા સાથે તૈયારીમાં વ્યસ્ત છે. રિયો ડી જેનેરિયોમાં છેલ્લી વખત ઓલિમ્પિક રમતોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

રિયો ડી જેનેરિયોના ઓલિમ્પિકના ત્રણ વર્ષમાં ભારતીય ખેલાડીઓની તૈયારી અને પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવે તો વિશ્વાસ સાથે કહી શકાય છે કે અમે છેલ્લી  વખત જે પ્રકારની સ્થિતીમાં હતા તેની તુલનામાં આ વખતે ભારતીય ટીમ વધારે શાનદાર દેખાવ કરનાર છે. આ તમામ બાબત ખેલાડીઓના વ્યક્તિગત દેખાવના આધાર પર રહેશે. ભારતીય ખેલાડીઓ જોરદાર તૈયારીમાં લાગેલા છે. ઓલિમ્પિકમાં ટીમ રમતોમાં ભારતની તક ખુબ ઓછી રહેલી છે. જો કે વ્યક્તિગત દેખાવ મારફતે ભારતીય ખેલાડીઓ ચોક્કસપણે ડંકો વગાડનાર છે.

આ બાબતમાં કોઇ શંકા નથી. વ્યક્તિગત વર્ગમાં ભારતીય ખેલાડીઓ પર આ વખતે દુનિયાની નજર રહેનાર છે. છેલ્લી વખતે ભારતને માત્ર બે ચન્દ્રક મળ્યા હતા. આ વખતે કુશ્તીમાં બજરંગ પુનિયા અને બોક્સિંગમાં મેરી કોમ પાસેથી માત્ર ચન્દ્રક જ નહીં બલ્કે ગોલ્ડ મેડલની આશા પણ રહેલી છે. બજરંગે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં સુવર્ણચન્દ્રક જીતી લેવામાં સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ વિશ્વ કુસ્તી સ્પર્ધામાં પણ પુનિયાએ રજત ચન્દ્રક જીતી લેવામાં સફળતા હાંસલ કરી હતી.

સ્પર્ધાના કુલ ૬૫ કિલોગ્રામ વર્ગમાં તે હવે દુનિયાના પ્રથમ નંબરના પહેલવાન તરીકે છે. મેરી કોમ છ વખત વર્લ્ડ બોક્સિંગનો તાજ પોતાના નામ પર કરી ચુકી છે. કુશ્તીમાં ગયા વર્ષે કાંસ્ય ચ્ન્દ્રક જીતનાર સાક્ષી મલિક ત્રણ વર્ષના ગાળામાં પોતાના સ્તરથી ખુબ નીચે પહોંચી છે પરંતુ તેની પાસેથી પણ આશા રહેલી છે. આશાની નવી કિરણ વિનેશ ફોગાટ રહેલી છે. ફોગાટે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાવી દેવામાં સફળતા મેળવી હતી. બોક્સર અમિંત પંગાલ, વિકાસ કૃષ્ણન, શિવા થાપા પણ બોક્સિંગમાં નવી આશા જગાવી રહ્યા છે. કુસ્તી અને બોક્સિંગ ઉપરાંત ભારત માટે સૌથી વધારે આશા શુટિંગમાં રહેલી છે.

આ ખેલ ઓલિમ્પિકમાં ભારતીય ડંકો રહ્યાબાદ આ વખતે પણ શુટિંગમાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા રહેલી છે. આ એવા ખેલમાં છે. જેમાં ભારતીય ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષથી દિન રાત એક કરી રહ્યા છે. એક જ વર્લ્ડ કપમાં બે ચન્દ્ર જીતનાર જીતનાર જીતુ રાય ટોકિયોમાં ભારતને ચન્દ્ર અપાવવા માટે તૈયાર છે. મનુ ભાકર પણ ટોકિયોમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. તેમના સહિત સાત શુટરો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ કરી ચુક્યા છે. પ્રથમ વખત  અમે એથલિટો પાસેથી પણ ચન્દ્રકની આશા રાખી રહ્યા છીએ. સૌથી મોટી આશા આ વખતે નીરજ ચોપડા છે.

નિરજ ૮૮.૦૬ મીટર સુધી ભાલાને ફેકી ચુકી છે. એથલિટ્‌કસમાં ૧૦૦ મીટરમાં દુતી ચંદ અને ૪૦૦ મીટરમાં હિમા દાસ ક્વાલિફાઇંગ કરી ચુકી છે. આમાં હિમા ૪૦૦ મીટરપ દૌડમાં ૨૦ વર્ષના વર્ગની વિશ્વ ચેમ્પિયન છે. તેનો શ્રેષ્ઠ દેખાવ ૫૧.૪૬ સેકન્ડ રહ્યો છે. જે ઓલિમ્પિકમાં કાંસ્ય ચન્દ્રક જીતનાર કરતા બે સેકન્ડ વધારે છે. આગામી એક વર્ષના ગાળામાં બે સેકન્ડનો સમય સુધારવા માટેની બાબત સરળ નથી પરંતુ તે મુશ્કેલ પણ નથી. વ્યક્તિગત સ્પર્ધામાં વધુ એક ચન્દ્રની આશા દિપા કર્માકર પણ છે.

છેલ્લે ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિકમાં વ્યક્તિગત વર્ગથી વોલ્ટ સ્પર્ધામાં તે ચોથા સ્થાન  પર રહી હતી. આ સિદ્ધી હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની ગઇ હતી. દિપા માટે કમનસીબ બાબત એ રહી હતી કે ત્યારબાદના બે વર્ષ તેના ઇજામાં નિકળી ગયા હતા. જેથી તેને ઓલિમ્પિક માટે એટલી તૈયારીની તક મળી નથી. પરંતુ જેટલી પણ તક મળી છે તેમાં તેની પ્રગતિ અદ્‌ભુત રહી છે. ગયા વર્ષે વિશ્વ જીમનાસ્ટિક સ્પર્ઘામાં વોલ્ટ સ્પર્ધામાં તે વિજેતા રહી હતી. પોતાને વિશ્વની બેસ્ટ જીમનાસ્ટ તરીકે સાબિત કરી હતી. થોડીક આશા તો નિશાનેબાજ દિપિકા કુમારી પાસેથી પણ રહેલી છે.  ટીમ આ વખતે વધારે તૈયારીમાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.