ટિપ્સ : ગર્ભાવસ્થામાં શરૂના ત્રણ મહિનામાં રેગ્યુલર ટેસ્ટ જરૂરી...

નિયમિત થાઇરોઇડ ટેસ્ટ માટે સલાહ
By: admin   PUBLISHED: Thu, 11 Jul 2019 16:10:26 +0530 | UPDATED: Thu, 11 Jul 2019 16:10:26 +0530

નવજાત શિશુનો વિકાસ હાર્મોન પર મુખ્યરીતે આધારિત રહે છે : જન્મ વેળા શરીરમાં સોજા થાઇરોઇડના લક્ષણ તરીકે હોય છે

થાઇરોઇડ  ગ્રંથીથી રિલિજ થનાર થાયરોક્સિન હાર્મોનની કમી અથવા તો વધુ પ્રમાણના કારણે નવજાત શિશુના માનસિક વિકાસ આડે અડચણો આવે છે. આ પ્રકારના હાર્મોન શરીરના દરેક હિસ્સાના વિકાસ માટે જરૂરી હોય છે. આવા બાળકોના વાળ પર ખુબ નબળા હોય છે. માથા પર માલિશ કરવાની સ્થિતીમાં  જ આ પ્રકારના વાળ ખરી પડે છે અને તુટે છે. તેમની સ્કીન પણ વ્યવસ્થિત રહેતી નથી.

સ્કીન પર નમી રહેતી નથી. આ ઉપરાંત તે કેન્સરના કારણ તરીકે પણ હોઇ શકે છે. જાણકાર તબીબો અને નિષ્ણાંતો કહે છે કે ગર્ભાવસ્થામાં શરૂના ત્રણ મહિનાના ગાળા દરમિયાન થાઇરોઇડના ટેસ્ટ નિયમિત રીતે કરાવવા જોઇએ. શિશુના વિકાસન બાબત મુખ્ય રીતે હાર્મોન પર આધારિત હોય છે. જન્મના સમય કેટલાક બાળકોના શરીરમાં સોજા હોય છે.

આ બાબત થાઇરોઇડના લક્ષણને સાબિત કરે છે. નિષ્ણાંતો નક્કરપણે માને છે કે ૮૫ ટકા બાળકોમાં આ બિમારી માતા-પિતા પાસેથી જ મળે છે. આના કારણે બાળકના દિમાગ અને શરીરના વિકાસ આડે અડચણો ઉભી થાય છે. નવ મહિલાની સરખામણીમાં એક પુરૂષને થાઇરોઇડની પરેશાની હોય છે. મહિલાઓમાં આના કારણે ઓટોઇમ્યુન બિમારી પણ થાય છે. તબીબોના કહેવા મુજબ સગર્ભાવસ્થા પ્લાન કરતા પહેલા મહિલાઓને થાઇરોઇડ ટેસ્ટ ચોક્કસ પણે કરાવી લેવા જોઇએ.

ટીએસએચ ટેસ્ટ યોગ્ય ન હોવાની સ્થિતીમાં દવા લેવી જોઇએ. સ્થિતી સામાન્ય બની ગયા બાદ જ પ્રેગન્સી પ્લાન કરવાની જરૂર હોય છે. સગર્ભાવસ્થાના ત્રણ મહિનામાં બાળકના દિમાગનો વિકાસ થાય છે. માતાને જો થાઇરોઇડની સમસ્યા છે તો બાળકના દિમાગના વિકાસમાં અડચણો આવી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન શરૂઆતના ત્રણ મહિનામાં નિયમિત રીતે થાઇરોઇડ ટેસ્ટ કરાવી લેવા જોઇએ. ખરાબ લાઇફસ્ટાઇલ અને અનુવાંશિક કારણોથી થાઇરોઇડની સમસ્યા ઉભ થાય છે. ગર્દનમાં થાઇરોઇડ ગ્રંથિ હોય છે. આના કારણે ટીએસએચ અને ટી-૩ તેમજ ટી-૪ હાર્મોન નિકળે છે.

થાઇરોઇડ ગ્રંથિથી ટ-૪ હાર્મોન વધારે પ્રમાણમાં નિકળે છે. તેન કમી અને તેના વધુ પ્રમાણના કારણે ગર્ભમાં રહેલા શિશના દિમાગ વિકસિત થવાન પ્રક્રિયા ખોરવાઇ પડે છે. થાઇરોક્સિન હાર્મોન વધારે પ્રમાણમાં બને છે તો હાઇપર થાઇરોઇડ અને ઓછા પ્રમાણમાં બને છે તો હાઇપોથાઇરોડિજ્મ બને છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ૭-૮ દિવસ પહેલા જ પ્રી મેચ્યોર બાળકના થાઇરોઇડજની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. જન્મના ૭૨ કલાકમાં તપાસ જરૂરી હોય છે. આના કારણે ટએસએચ હાર્મોન અને ટ-૩ અનમે ટી-૪ની તપાસ કરવામાં આવે છે.

બાળકના જન્મના ૪૮થી ૭૨ કલાકમાં આ તપાસ કરવામાં આવે છે. જો ટી-૪ લેવલ ૪૦થી વધારે આવે છે તો દવા આપવાની શરૂઆત કરવામાં આવે છે અને એક સપ્તાહ બાદ ફરી તપાસ કરવામાં આવે છે. પ્રી મેચ્યોર બાળકના સેમ્પલ જન્મના ૭-૮ દિવસ બાદ લેવામાં આવે છે. મોટા લોકોને બ્લડ શુગરની જેમ આની પણ નિયમિત તપાસ કરાવવી જોઇએ. ટીએસએચ લેવલ સામાન્ય કરતા વધારે છે તો તબીબની સલાહ મુજબ સારવાર કરાવી જોઇએ. જો હાર્મોન લેવલ યોગ્ય છે તો ૩-૬ મહિના બાદ ફરી ચકાસણી કરાવી શકાય છે. તપાસ બાદ તબીબોની સલાહ પર દવા બદલી શકાય છે.

આયુર્વેદમા થારરોઇડને અન્ય નામ સાથે પણ બોલાવવામાં આવે છે. થાઇરોઇડની બિમારી કેટલાક  તરીકાથી થાય છે. દર્દીને ભોજન અને કસરત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. ગળા સાથે જોડાયેલી કસરત વધારે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ. સંતુલિત અને નક્કી કરવામાં આવેલા પ્રમાણમાં જ ભોજન કરવાથી ફાયદો થાય છે. વધુ પ્રમાણમાં પણ નહીં અને ઓછા પ્રમાણમાં પણ નહીંની ગણતરી સાથે ભોજનની મજા માણવી જોઇએ. થાઇરોઇડની સમસ્યાથી ગ્રસ્ત મોટી વયના લોકોને કેટલીક પરેશાની આવતી રહે છે. થાઇરોઇડને લઇને તબીબો વારંવાર સલાહ સુચન કરતા રહે છે. જો કે નિયમિત તપાસથી રાહત મળે છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.