ભોજન બાદ ભૂલથી પણ ના કરો આ પાંચ કામ..........

ખાવાની સાથે ફળોના સેવનથી ફળ પેટમાં ચોટી જાય છે અને આંતરડા સુધી ન પહોંચતા પોષણ અધુરુ રહી જાય છેે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 18:29:22 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 18:30:29 +0530

ભોજન બાદ તરત સુવાનું ટાળો

જમ્યા બાદ સ્વાભાવિક રીતે ઊંઘ આવી જ જતી હોય છે. દિવસભરના કામકાજને કારણે રાત્રે થાકના કારણે ઊંઘ આવી જતી હોય છે. પરંતુ જમ્યા બાદ કેટલીક આદતોથી દૂર રહેવાથી જીવન માટે સંજીવની સમાન બને છે. જમ્યાબાદ સિગારેટ કે ચા પિવાનું ટાળવું જોઇએ. જમ્યા બાદ જ્યાં સુધી ખાવાનું પાચન થઇ જતુ નથી ત્યાં સુધી પોષણની પ્રક્રિયા પૂરી થતી નથી. આજે આપણે એવી કેટલીક આદતો વિશે વાત કરીશું જે જમ્યા બાદ કરવાથી ખતરનાક સાબિત થઇ શકે છે.

જમ્યા બાદ ખાવાનું પાચન થતા થોડો સમય લાગે છે. જેથી જમ્યા બાદ થોડા સમય પછી સુવાનો આગ્રહ રાખવો જોઇએ. જમ્યા બાદ તરત સુવાથી ગેસ અને આંતરડાઓના સંક્રમણી શક્યતાઓ રહેલી છે. જમ્યા બાદ સિગારેટ પીવાની ખરાબ આદત બિમારી નોંતરી શકે છે. આમ કરવાથી  હ્યદય અને શ્વાસોચ્છવાસ સંબંધીત બિમારીઓ લાગુ પડી શકે છે.

સ્નાન કર્યા બાદ હાથ અને પગ સક્રિય અવસ્થામાં હોય છે. જેના કારણે આ અંગોનો રક્તસંચાર ઘણો વધી જાય છે. આ અંગોનો રકતસંચાર વધવાથી પેટમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. જેના કારણે પાચનક્રિયા પ્રભાવિત થાય છે. આથી જમ્યા બાદ સ્નાન કરવાનું ટાળવું જોઇએ.

જમ્યા બાદ તરત ફળ ખાવાનું ટાળવું જોઇએ. ખાવાની સાથે ફળોનું સેવન કરવાથી ફળ પેટમાં ચોટી જાય છે અને આંતરડા સુધી પહોંચી શકતા નથી. જેના કારણે ફળોથી મળતું પોષણ અધુરૂ રહી જાય છે. ચાના કારણે પ્રોટીનના પાચન પર અસર થાય છે. જેના કારણે ખાધા બાદ બે કલાક સુધી ચા પિવાનું ટાળવું જોઇએ. ચાની પત્તિઓમાં અમ્લીયતા વધારે પ્રમાણમાં હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.