પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે

પાકિસ્તાન અણુ હથિયારો મારફતે ભારતીય સેનાની કોલ્ડ સ્ટાર્ટ નીતિનો સામનો કરવા માટે તૈયાર:હેવાલમાં દાવો
By: admin   PUBLISHED: Tue, 05 Nov 2019 15:38:19 +0530 | UPDATED: Tue, 05 Nov 2019 15:38:19 +0530

પરમાણુ હથિયારોને લઇને હમેંશા ચિંતા રહી છે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર પરમાણુ  હથિયારોને લઇને વાત કરી રહ્યુ છે. સાથે સાથે ભારત સાથે તેના સંબંધ પણ સારા રહ્યા નથી. આવી સ્થિતીમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોના સંબંધમાં કેટલીક ચોંકાવનારી માહિતી હવે સપાટી પર આવી છે. પાકિસ્તાનના  પરમાણુ હથિયારોને લઇને હમેંશા ભારત અને અમેરકા સહિતના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

દુનિયાના દેશોને એવી દહેશત છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો ત્રાસવાદીઓના હાથમાં આવી શકે છે. આ હથિયારોમાં શોર્ટ રેંજ હથિયારો પણ સામેલ છે. હવે આ હથિયારોને લઇને કહેવામાં આવી રહ્યુ છે કે આ હથિયારો કોઇ દુર્ઘટનાનો શિકાર થઇ શકે છે. આ વિનાશકારી હથિયારો ત્રાસવાદીઓના હાથમાં આવી શકે છે. કોલ્ડ સ્ટાર્ટ પાકિસ્તાનની સાથે સંભવિત યુદ્ધ માટે ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રણનિતી છે. જે હેઠળ ભારતીય સેનાને યુદ્ધની સ્થિતીમાં પાકિસ્તાનના પરમાણુ હુમલાના જવાબ આપવાની મંજુરી મળેલી છે.

બીજી બાજુ ફેડરેશન ઓફ અમેરિકન સાઇનટિસ્ટના નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને દેશના નવ સ્થળો પર પોતાના પરાણુ હથિયારો મુકી રાખ્યા છે. અમેરિકી પરમાણુ નિષ્ણાંત અને રિપોર્ટ તૈયાર કરનાર હૈન્સે કહ્યુ છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો જુદા જુદા બેઝમાં સ્તિત સ્ટોરેજંમાં મુકવામાં આવેલા છે. આ બેઝ પરમાણુ હથિયારો લોંચ કરવામાં પણ સક્ષમ છે. 

પાકિસ્તાન શોર્ટ રેંજના હથિયારો બનાવી રહ્યુ છે. પાકિસ્તાનને લઇને દુનિયાના દેશો ચિંતાતુર બનેલા છે. આવી સ્થિતીમાં પાકિસ્તાન પર હવે તીવ્ર દબાણ લાવવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાન પર વધતા દબાણ વચ્ચે તે આડેધડ નિવેદન કરી રહ્યુ છે. હુમલામાં આનો ઉપયોગ કરવામાં આવશે તો સામરિક પરમાણુ હથિયારોનો ઉપયોગ વ્યાપક પરમાણુ  યુદ્ધ તરફ લઇને જશે. પાકિસ્તાન એક ત્રાસવાદી રાષ્ટ્ર હોવાની વાત ભારત તરફથી યુએનમાં કરવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.