જગતના સ્વરૂપ બાબતે ચિંતન

તમામના ચિંતનનો આજ મુખ્ય ઉદેશને ધ્યેય રહ્યો છે.
By: admin   PUBLISHED: Wed, 08 May 2019 16:43:45 +0530 | UPDATED: Wed, 08 May 2019 16:43:45 +0530

જગતનું સ્વરૂપ અને તેની રચના સબંધે ભારતીય જ્ઞાન ,તત્વચિંતન અને આગમો,વેદ,ઉપનિષદ ,જેનશાશ્ત્ર ત્રિપિટક,જુદાજુદા દર્શનો,વગેરેના ચિંતન  જો કોઈ સાર  હોય તો તે છે,જીવ,જગત,અને જગદીશ્વર એટલેકે પરમતત્વ પરમાત્મા.બધાજ વિચારકો,ચિંતકો,ઋષીઓએ સંસારમાં પરિભ્રમણનાં કારણો. કારણોમાંથી મુક્ત થવાના સાધનો,અને સાધના પધ્ધતીઓનું જ વર્ણન જોવા મળે છે.સોને સંસાર બંધનમાંથી સર્વથા, સર્વરીતે,સંપૂર્ણ પણે,મુક્ત થવું છે,તમામના ચિંતનનો આજ મુખ્ય ઉદેશને ધ્યેય રહ્યો છે.

સંપૂર્ણ આધ્યાત્મિક સાહિત્યમાં પછી ભલે તે જેન પરંપરા હોય,વેદિક પરંપરા હોય,બુધ્ધ પરંપરા હોય.પારસી પરંપરા હોય ,યહૂદી પરંપરા હોય ,તાઓ પરંપરાહોય,, ખ્રીસ્તીપરંપરા હોય, ઇસ્લામ પરંપરા હોય કે શીખ પરંપરા હોય કે બીજી કોઈ પણ પરંપરા હોય, તેમનું ગમે  તેટલું મોટું સાહિત્ય હોય એમાં જુદા જુદા દાખલા દલીલો,ઉદાહરણો કથાઓ, વાર્તાઓ  ટુચકાઓના માધ્યમથી સજાવવા પ્રયત્નો થયા હોય તેમનો સાર માત્ર નેમાત્ર  જીવ અને જગત,આત્મા અને સંસાર,અથવા જડ અને ચેતનનુ સ્વરુપ શું છે?,તેનો પરસ્પર સબંધ શું છે?આત્માને સંસારમાં પરિભ્રમણ કરવાનો હેત્તું અથવા કારણ શું છે?

આ આત્મા બંધાય છે શા કારણો સર?આ આત્મા બંધનથી મુક્ત થઇ શકે કે નહી ?જો મુક્ત થઇ શકે તો તેના માટે શું કરવું જોઈએ ?કઇ સાધના પદ્ધતિ અપનાવવાથી આત્મા મુક્ત થાય ?આત્માનો મૂળ સ્વભાવ કેવો છે?આત્માને જાણવો કઇ રીતે?અને મોક્ષ પ્રાપ્ત કરવો કઇ રીતે? બધાને મોક્ષ જોઈએ છે ,સુખ ,શાંતિ ને આનંદ જોઈએ છે,કોઈને દુઃખ ,ચિંતા,તનાવ ગમતા નથી , કોઈને બંધન ગમતું નથી.પણ બધું ભેગું કરવું છે, કાંઈ છોડવું નથી તેજ મોટી મુશ્કેલી છે, ને છોડ્યા વીના કાંઈ પ્રાપ્ત થતું જ નથી અને વિચાર જ દુઃખનું કારણ છે, એટલે વિચારો ,સંકલ્પો વિકલ્પોથી મુક્ત થાવ એટલે શાંતિ આપણો સ્વભાવ છે, તે આપો આપ પ્રાપ્ત જ છે, આ જગતનો શાશ્વત નીયમ છે. છોડો ને પામો.

આપણે બધું જ પામવું છે પણ છોડવું નથી ત્યાંજ બધી મુશ્કેલી છે,સમગ્ર માનવ જાતને અને ચિંતકોને જીવનમાંથી કાયમી છૂટવું છે,શાંતિ,સુખ ને આનંદ જોઈએ છે આજ મૂળભૂત માનવ જાતનો પ્રશ્ન છે, કોઈને પણ ચાલુ જીવન કે જીવનમાં દુઃખ ગમતું નથી, સો જીવનને દુઃખમય અને સજા ભોગવવા જ જીવન મવ્યું છે.તેમ માને છે, ખરે ખર એવું નથી,જીવન ખરેખર જીવવા જેવું છે,

જો જીવતા આવડે તો  દુઃખતો માણસે પોતેજ ઉભું કર્યું છે.તેમાં કોઈ દોષિત નથી. પણ તે સ્વીકારવું નથી,અને દુઃખમાંથી નિવૃત  થવા માટે પોતાએ જ પોતાની રીતે જીવન પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ તે સ્વીકારવું નથી ખરેખર આ જીવન આનંદ પૂર્વક જીવવામાટે જ મળ્યું છે.અને આનંદ એજ માણસનો મૂળભૂત સ્વભાવ છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે.પણ જીવતા આવડે તો,આ જીવતા શીખવું એનુ નામ છે. અધ્યાત્મ.

મનીષીઓએ,ચિંતકોએ,બુધ્ધ પુરુષોએ પોતાના અનુભવ,અનુભૂતિ,ને અનુરૂપ માર્ગ બતાવવાનો પ્રયત્ન કરેલ છે.એમના વિચારો અનુભૂતિઓ ચિંતન વગેરેનો સંગ્રહ,સંકલન એનું નામ છે, આગમ,વેદ,ઉપનિષદ,અને ત્રીપીટીક વગેરે સાહિત્યમાં જીવ અને જગત ,આત્મા અને સંસાર,અને જડ અને ચેતનનાં પારસ્પારિક સબંધના વિષયમાં જુદા જુદા ચિંતકો એ,બુધ્ધ પુરુષોએ ક્યાં ક્યાં પ્રકારે ચિંતન કર્યું, નીદી ધ્યાસન કર્યું,અને તેનો નિચોડ શું?

તેમની અનુભૂતિઓનો નીચોડનું વ્યવસ્થિત વર્ણન આ બધામાં આપવામાં આવેલ છે ,આ બધાના, બધા જ ચિંતન અને વિચારોમાં  કેટલુંક સામ્ય છે, કેટલીક વિસંવાદિતા છે, તે હકીકત છે.પણ બધાનો ધ્યેય માત્રને માત્ર પરમ તત્વ પરમાત્મામાં વિલીન થવાનો જ છે, માર્ગ જુદા છે પણ લક્ષ એકજ છે.આજના ધર્માત્માઓએ કોઈ અનુભૂતિઓ કરી હોતી નથી જો અનુભૂતિ કરી હોય તો તેનામાં વિશાળતા આવી હોય તેવી વિશાળતા આજના ધર્માત્માઓમા જોવા મળતી નથી. માટે જ સો પોતપોતાના વિચારોને જડતા પૂર્વક વળગી રહેલ છે.

અને મારાજ વિચારો યોગ્ય છે, બીજાના વિચારો અયોગ્ય છે, એવી માન્યતામાં બધાજ ધર્માત્માઓ જીવતા હોય છે, જેથી આજના ધર્મોમાં વિશાળતા જોવા મળતી નથી,.અને જ્યાં વિશાળતા નથી ત્યાં પરમતત્વની હાજરી હોય શકે જ નહી, ત્યાંતો અધર્મ જ હાજર હોય તે સ્વાભાવિક છે.

ધર્મ અંગેની સાચી સમજણ મેળવવા માટે આજનો સમય જેટલો ઉત્તમ સમય ક્યારેય હતો નહી, આજે ઈન્ટરનેટ માહિતી નો ખજાનો છે, એટલે વિશાળતામાં સ્થીર થવાનો આજના જેવો સમય ક્યારેય હતો નહી,આપણા પૂર્વજોને આવો મોકો ક્યારેય મળ્યો નથી, તે હકીકત છે, જેથી તેઓ સકુચીતત્તામાં ગરકાવ થઈ ગયા હતા, ને ધર્મને સાવજ સંકુચિત કરી નાખ્યો છે, તેની વિશાળતા ખોઈ નાખી છે, જેથી ધર્મના નામે ચાલતા ઝગડાઓ અને એના નામે પોષાતી અંધ શ્રધ્ધા ,અંધ વિશ્વાસ કદાચ આજના જેટલા અગાવ ક્યારેય હતા જ નહી, એવું અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે

.ધર્મ અંગેની જો માણસને સાચી સમજ આપવામાં આવે ને ક્રિયા કાંડો કર્મ કાંડો એ ધર્મ નથી પણ બીજું જ છે, જો આટલુ જ આજના માણસને ગળે ઉતારવામાં આવે તો આપણી પેઢી જ નહી પણ આવતી અનેક પેઢીઓ આપણો ઉપકાર ક્યારેય ભુલશે નહી.પણ આજના ધર્માત્માઓ આ પાયાની વસ્તુ માણસને સમજવા દે તેમ નથી, તે પણ એટલુજ સત્ય લાગે છે, કારણ કે જો આ સમજ આવી જાય તો તેની ચાલતી દુકાનો બંધ થઇ જવાની તેઓને ભીતિ છે, તેઓની જે આજે જાહો જલાલી છે, તે ખતમ થઈ જાય તેની તેમને ભીતિ છે માટે માણસને સાચું સમજવા દે તેમ નથી. એ પણ એટલું જ સત્ય છે .

આજે તેઓ પણ આ હેતુથીજ ઈન્ટરનેટનો ભર પુર ઉપયોગ કરી રહ્યા છે, એટલો બીજા કોઈ કરતા નથી,પેસા દઈને જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે,ભલ ભલા માણસનું મન તેના અનુંયાયી થવાનું થઇ જાય તેની કંઠી બાંધવાનું મન થઇ તેવું ચાલી રહ્યું છે,દેશ અને પરદેશમાં જોર દાર પ્રચાર ચાલી રહ્યો છે, માણસ આંધળો થઈને તેમાં ભૂસકો મારે છે.ને કંઠી બંધાવવા લલચાય છે,ને દરેકની પાસે તેના વખાણ કરનારની ફોજ પણ હાજર જ હોય છે જેથી સામા માણસનું મન ફેરવી નાખે છે, ને કંઠી બંધાવવાં તેયાર થઇ જાય છે,  આછે આજની સ્થિતિ.

તે પણ એટલી જ સત્ય હકીકત છે,અને ઈન્ટરનેટ દ્વારા સંકુચીતતા જ તેઓ ફેલાવી રહ્યા છે, તે પણ એટલુજ સાચું છે. ધર્મ શબ્દ ધણો વ્યાપક છે,તેનો આ જગતમાં યોગ્ય પ્રમાણમાં પર્યાય મળવો જ મુશ્કેલ છે,પણ ધર્મનો અર્થ સ્વભાવ છે,સ્વભાવમાં સ્થીર થવું એજ ધર્મ છે.જે રીતે સળગાવવું એ આગનો ધર્મ છે,  બુઝાવવું એ પાણીનો ધર્મ છે, ફૂલનો ધર્મ ખુશ્બુ આપવાનો છે,માતાંનો ધર્મ પોતાના બાળકોને પ્રેમથી નવરાવી દેવાનો છે. એટલે આ બાબતે વિચારીએ તો જેનો જે ધર્મ છે, તેને દીપાવવાનું પવિત્ર કર્તવ્ય છે, ને આ પવિત્ર કર્તવ્ય અંતરના ભાવથી નભાવવું  તે તેનો સાચો ધર્મ છે, આનાથી વિરુદ્ધ વર્તવું તે અધર્મ છે, એમ એનો સ્પષ્ટ અર્થ થયો.આમ જોવા જઈએ તો આપણો ધર્મ આપણી જાતને જાણી તેમાં સ્થીર થઈને જીવવાનો છે, આ આપણુ કર્તવ્ય થયું.

આ કર્તવ્ય બરાબર બજાવવું તે ધર્મ થયો,આનાથી વિરુધ્ધનુ તમામ વર્તન વ્યવહાર અધર્મ છે એનો અર્થ એ કે બાહ્યા ચારો એ આપણો ધર્મ નથી.ઉપર જણાવેલ મુદ્દાઓનો વિચાર કરતા એટલું તો સાબિત થાય છે કે ધર્મનું લક્ષ એકજ છે તે છે મુક્તિ પ્રાપ્ત કરવી.ફક્ત તેને માટેના રસ્તાઓ જુદા છે.કોઈ પણ એક રસ્તો વિવેક સાથે પસંદ કરી ને સ્વસ્થતા  પૂર્વક આસક્તિનો ત્યાગ કરીને ચાલવા માંડો  તો પરમતત્વને જરૂર પામશો.

મહાન મહર્ષિ વિનોબાએ સ્પષ્ટ કહ્યું છે, કે ધર્મ ધર્મ વચ્ચે કદી પણ ઝગડા વાદવિવાદ હોય શકે જ નહી,એ સંભવ જ નથી.કારણકે ત્યાં વિશાળતા સ્થાપિત થઇ ગઈ હોય છે અને જ્યાં વિશાળતા હોય ત્યાં જગડા વાદ વિવાદ હોય શકે જ નહી સંભવ જ નથી.એટલે.જ્યાં ક્યાંય પણ વાદ વિવાદ ઝગડા છે ત્યાં અધર્મ અધર્મ વચ્ચે  જ હોય છે.ત્યાં.

ધર્મ હાજર હોતો જ નથી.અને આ તમામ  ઝગડા પેસો,પ્રતિષ્ઠા,પદ,પ્રચાર.અને પ્રપંચ આધારિત હોય છેતે પણ એટલું જ સત્ય છે મહાન ચિંતક જે ક્રષ્ણ મૂર્તિએ કહ્યું છે કે કોઈ પણની કંઠી બાંધો એટલે સંકુચિતતામાં સ્થીર થાવ છો. સંકુચિતતા એ મૃત્યુ જ છે.અને તમારા વિચાર તંત્રનુ દહન કરો છો, એટલે આ રીતે મૃત્યુંને જ ભેટો છો ,જ્યાં વિશાળતા નથી ત્યાં સંકુચીતતા છે, ત્યાં સ્વાર્થ લોભ,લાલચ,આસક્તિ,મોહ,મમતા અહંકાર રાગદ્વેષ વગેરેની હાજરી હોય જ એ શાશ્વત નિયમ છે.

બધાની હાજરી હોય ત્યાં દુઃખ સિવાય શું હાથમાં આવે ?આમ કંઠી બાંધો ત્યાં ન હોય પ્રસન્નતા, ન હોય સ્વસ્થતા,ન હોય સુખ, નહોય શાંતિ,અને ન હોય આનંદ તો પછી મૃત્યુ શિવાય શું બાકી રહ્યું.?માટે જ કહેવાયું છે કે કંઠી એટલે જીવતાં મૃત્યુ જ છે.ધર્માત્માઓમાં સકુચીતાની ઉપસ્થિતિ ત્યાં પરમતત્વ પરમાત્માની હાજરી.હોય શકે જ નહી.ત્યાં માત્રને માત્ર બાહ્યાચારો,ક્રિયાકાંડો ,કર્મકાંડો, પ્રપંચો, ચમત્કારો, ને ટોળાઓની હાજરી હોય અને  જ્યાં ટોળું હોય ત્યાં બુદ્ધિની અને વિવેકની  ગેરહાજરી જ હોય છે,તે જગતનો શાશ્વત નિયમ છે. અને જ્યાં બુદ્ધિની અને વિવેકની ગેરહાજરી ત્યાં પરમાત્મા હાજર હોય શકે જ નહી.તેને અધ્યાત્મનો ટેકો પણ હોય શકે જ નહી.ત્યાતો હોય છે ધર્માત્માઓનાચમત્કારોની બોલબાલા.અને ખોટા વચનોની લહાણી.આ સિવાય કાંઈ હોય શકે જ નહી. 

જગતમાં ક્યાંય પણ ચમત્કારો પરમાત્મા કરતા જ નથી, તેને ચમત્કારો કરવાની જરૂરિયાત પણ નથી તેને ચમત્કારો કરવામાં રસપણ ન હોય તે સ્વાભાવિક છે. તેને શું જરૂર છે કે ચમત્કારો કરે? તેનું જ બધું છે. પરમાત્મા તો સાવ જ ઈચ્છા રહીત છે, કોઈ માંગણી નથી,કોઈ,અપેક્ષા નથી, એવું છે પરમતત્વ પરમાત્માનુ સ્વરૂપ. આવા પરમાત્માને મળવું હોય તો આપણે પણ ઈચ્છા રહિત થવું જ પડે તોજ મળી શકાય.

આ છે આધ્યાત્મનો શાશ્વત નિયમ.આપણે ત્યાં સાંખ્ય દર્શન એ આધાર ભૂત દર્શન ગણાય છે,તેમાં જગતમાં બે મુખ્ય તત્વો માનવામાં આવેલા છે. જેમાં પ્રકૃતિ અને પુરુષ છે,જયારે ન્યાય વેશેશિક દર્શન આત્મા અને પરમાણુ છે, તેમ માંને છે.તો બુદ્ધ દર્શન નામ અને રૂપ છે, તેમ કહે છે. જયારે જેન દર્શન જીવ અને અજીવ આ બે તત્વો છે, તેમ માને છે. જયારે અદ્વેત વેદાંત દર્શન કેવળને કેવળ બ્રહ્મની સત્તાનોજ સ્વીકાર કરે છે.અને માયાની કલ્પના કરેલ જોવા મળે છે .ટુકમાં જગતમાં દ્વેતનાં બે તત્વોની સતા છે .

એને  આધારેજ જગત અને સંસાર ટકેલા છે, એમ મનાય છે આ બધી માન્યતાઓ છે. આને કોઈને પણ સત્યનો ટેકો નથી.કારણકે સત્ય એટલું વિશાલ છે. કે કોઈ પણ માણસ સમગ્ર રીતે સત્યને પામી શકે જ નહી, જે રીતે કીડી હાથીને સમગ્ર રીતે પામી શકે નહી તેજ રીતે માણસ પણ પરમતત્વ પરમાત્માને સમગ્રરીતે પામી શકે જ નહી ત્યાં માણસ ટુકો પડે છે.આજે પણ આપણે કોઈ પણ વસ્તુને સમગ્ર રીતે જોઈ શકતા જ નથી તે હકીકત છે.આપણને પણ અડધુજ દેખાય છે. પૂરું કોઈ પણ રીતથી જોઈ શકાતું જ નથી.

આ શાશ્વત નિયમ છે.તો આવા વિશાલ પરમતત્વ પરમાત્મા ને કયાંથી પામી શકીએ, જોઈ શકીએ અનુભવી શકીએ એટલે જે કોઈ ને સાધના દ્વારા અનુભૂતિ થઇ છે, તેઓ માત્રને માત્ર કોઈ એક બીન્દુનેજ પામી શક્યા છે.તેઓ પણ કહે છે, કે અમો માત્ર પ્રકાશ જોઈ શક્યા છીએ ,આનાથી વધુ કાંઈ જ નહી એટલે સપૂર્ણ રીતે કોઈ અનુભૂતિ કરી શકેજ  નહી.

ભારતીય દર્શન શાસ્ત્રોએ પોતાના ચિંતનમાં સ્પષ્ટ પણે સ્વીકાર કર્યો છે કે કર્મ કારણથી જ ઉત્પન્ન થાય છે. એટલેકે કારણના અભાવમાં કર્મ ઉત્પન્ન થઇ શકે જ નહી,જો બીજ જ નથી તો ઝાડ ઉગી શકેજ નહી. એ જેમ સત્ય છે, તેમજ આ સત્ય છે,એટલેકે જો ઈચ્છાઓથી મુક્ત થાવ તો જ પરમ શાંતિનો અનુભવ થઇ શકે કારણકે આપણો મૂળ સ્વભાવ આનંદ સ્વરૂપ છે,એટલે આપણે સચ્ચિદાનંદ છીએ. એટલે જ આધ્યાત્મ કહે છે કે તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય તો ડાળી ડાખરા ને પકડો નહી .પણ તેના મૂળનો નાશ કરો તો આપો આપ ઝાડનો નાશ થાય છે.

માણસના કર્મ બંધનનું મુખ્ય કારણ રાગ અને દ્વેષ છે,અને રાગ અને દ્વેષ છે, એટલેજ ઈચ્છાઓનુ ઉત્પન્ન થાય છે ને તે ઇચ્છાઓ કર્મ કરાવે છે, અને કર્મ ફળની આસક્તિ જ દુઃખનું કારણ છે.આમ રાગ દ્વેષનું ચક્રજ જન્મ મરણના ચક્રમાં જવાબદાર છે, ,આ રાગ દ્વેષનું મોટું લાવ લશ્કર છે,જેમાં કામના ,વાસના ઈચ્છા  અહંકાર, અપેક્ષા, આશા, તૃષ્ણા, લોભ, લાલચ,વગેરે.આ બધાથી મુક્ત થવું પડે.

એટલેકે અનાસક્ત ભાવમાં સાક્ષીભાવમાં, અસંગતતાના ભાવમાં અલિપ્ત ભાવમાં, સ્થિતપ્રજ્ઞતાંમાં, સમત્વભાવમાં  સ્થીર થઇ જીવે જ જાવ આ જીવનમાં પરમ શાંતિ,સુખ ને આનંદ પ્રાપ્ત કરી જ શકશો, ને છેલ્લે ઈચ્છા રહિત થઈ શકશો જેથી આપણી મૂળ સ્થીતી છે, તેમાં સ્થીર થઈ જશો, ને અદ્વેતત્તા પ્રાપ્ત કરશો જેથી જીવનના તમામ સંશયો નાબુદ થશે ને અભયમાં સ્થીર થશો અભયમાં સ્થીર થવું એજ જીવનની સિદ્ધી છે,એનું નામ જ મોક્ષ છે.

આ માટે ધર બાર છોડવાના નથી તેતો ક્રષ્ણ ભગવાને સખત શબ્દોમાં નાં પાડી છે સંસારમાં રહીને આ ભાવમાં સ્થીર થવાનું છે, ને તે શક્ય જ છે, ક્રષ્ણ ભગવાને જનક નો દાખલો પણ દીધો છે, ને કહ્યું છે કે જનક રાજા રાજ કારભાર સાંભળતા સંભાળતા અલિપ્ત થયા હતા એટલે આ શક્ય નથી તેવું નથી શક્ય  જ છે ,આ માટે થોડી સમજ પૂર્વક મહેનત કરવાની જ જરૂર છે, તો આ શક્ય બનેજ છે .ને અસંગ ભાવમાં સ્થીર થયા વિના સિદ્ધી હાથ વગી થાય જ નહી આ વાત ખુદ ક્રષ્ણ ભગવાને સ્પષ્ટ કહી છે,પછી આપણે વિચારવાનું હોય જ નહી તેમના કહેવા પ્રમાણે કરવા લાગી જ જવું જોઈએ એજ સાચો રસ્તો છે.

જો આપણે કારણ કર્મ અને ફળની દ્રષ્ટિએ સ્વસ્થ ચિતે વિચારીએ તો  આ વિરાટ સૃષ્ટિ પણ એક કાર્ય  છે.કર્મ છે.એટલે કર્મનું પણ કોઈ કારણ હોવું જ જોઈએ .તેવું સાબિત થાય છે, એટલે આપણે અનુમાન કરી શકીએ છીએ કે પરમતત્વ પરમાત્મા જેવું કાંઈક પણ કારણ આ શ્રુષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોવું જ જોઈએ. જ.એમ સ્પષ્ટ પણે માનવું જ રહ્યું.પછી નામ ગમે તે આપો, પણ કાંઈક કારણ છે એતો સત્ય છે.

વેદ યુગના ઋષિઓએ આ વિચિત્ર જગતને જોઇને વિચારીને આ જગતનું  મુળ કારણ શું હોય શકે? તે બાબતે ચિંતન મનન અને નીદીધ્યાસન કરી ને જાણવાનો નિરંતર પ્રયત્ન કરેલ જોવા મળે છે. આમે જીજ્ઞાસા એજ શોધખોળની જનેતા છે, આ રીતે  શોધખોળ કરવા લાગ્યા,જેમાં તેમને પ્રાકૃતિક વસ્તુ જેવી કે અગ્નિ,પાણી ,હવા, વગેરે આ જગતની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય તેમ તેઓને લાગ્યાનો વેદમાં ઉલ્લેખ જોવા મળે છે,અને આ પ્રાકૃતિક સત્તાનો સ્વીકાર કર્યો જણાય છે.

વેદના ઋષિઓની માન્યતા અનુસાર સર્વ પ્રથમ પાણી અથવા વાયુ અથવા અગ્નિનું અસ્તિત્વ હતું. અને ધીરે ધીરે આ મૂળ તત્વોમાંથી જ બધાજ પદાર્થો બનેલા છે.તેવું અનુમાન કરેલ છે તે વેદ યુગમાં આપણે જોઈ શકીએ છીએ.  ઋષિઓનું આખું ચિંતન પ્રાકૃતિક શક્તિઓ ઉપરજ આધારિત હતું ,તેઓએ આ પ્રાકૃતિક શક્તિઓને જ સર્વજ્ઞ સંપૂર્ણ માની લીધેલ છે. એમ જોઈ શકાય છે, તેઓએ તમામ પ્રાકૃતિક શક્તિઓને દેવત્વનુ બિરુદ આપેલું છે, જેમાં સૂર્ય,ચંદ્ર પાણી,હવા વગેરે આ બધી પ્રાકૃતિક શક્તિઓને દેવત્વનો દરજ્જો આપી દીધો ને તેમને પુજવા માંડ્યા હતા, પણ વેદના જમાના કોઈ મૂર્તિ હતી જ નહી

માણસ હંમેશા જીવન સંગ્રામમાં  ભય ગ્રસ્ત હોય છે,ભય પછી ગમે તેનો હોય ને આ ભયને કારણે જ આ જગતમાં ધર્મનો જન્મ થયો છે, એટલે ભય જ ધર્મનો જન્મ દાતા છે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. એટલું સાચું છે કે વેદ યુગમાં અનેક દેવોનું સ્થાન એક શક્તિએ ગ્રહણ કરી લીધું હતું જૂનામાં જુના ઋગ્વેદમાં ઉલ્લેખ છે. કે જગતનું મૂળ કારણ એક તત્વ છે ,એ તત્વને જ ઋષિઓએ અગ્નિ,જળ વાયુ વગેરે નામથી પુકારવા માંડયા જોઈ શકાય છે. તે પછી તેમણે પ્રજાપતિની કલ્પના કરવામાં આવેલ છે અને આ સૃષ્ટિનું મૂળ કારણ પ્રજાપતિજ છે, તેમ માની ને તેઓને આ સૃષ્ટિના કર્તા માંનેલ જોવા મળે છે.

આમાં પણ કોઈ સત્યનો આધાર નથી, માત્ર ને માત્ર માન્યતા જ છે, સત્યનો પૂરે પૂરો આધાર મળવો જ મુશ્કેલ છે, અશક્ય જ છે.કદી પણ શક્ય બનવાનું જ નથી.વેદ વખતે ક્યાંય પણ મૂર્તિને સ્થાન હતું જ નહી,એટલે મૂર્તિની વાતતો પાછળથી ધુસાડી દીધી છે ,અને મૂર્તિ પૂજા એ તો અધૂરા અને અવિકસિત અને અજ્ઞાની માનસનું લક્ષણ છે. એટલેકે તેમાં કાંઇ તથ્ય જ નથી .આ મેત્રી ઉપનિષદમાં તો સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે, કે પથ્થર,મણી,લોઢું,માટી વગેરેથી બનાવેલી મૂર્તિઓની પૂજા આરતી કરવાથી, પુંજા કરનારને સાચી શાંતિ સુખ અને આનંદ પ્રાપ્ત થઇ શકે જ નહી, ને આવા લોકોએ પુનર્જન્મ લેવો જ પડે છે, એટલેકે સદાય દુઃખમાંજ સબડવું પડે છે.

જન્મવું એટલેજ દુઃખ છે,એટલે પુંજા આરતી કરનાર,બાહ્યા ચારો કરનાર  કદી પણપરમ શાંન્તિ ,સુખ,ને આનંદ પ્રાપ્ત કરી શકે નહી ને ઇચ્છાઓથી નિવૃત થઇ શકે નહી જેથી  મોક્ષને પામે જ નહી. આ વાત મેત્રી ઉપનીશદની સો ટકા સાચી છે. કારણકે પૂજા કરનાર કોઈ માણસ આજ સુધીમા અનાસક્ત ભાવમાં ઈચ્છારહિત ભાવમાં અહંકાર રહિત ભાવમાં સ્થીર થયાનું આધ્યાત્મિક  ઇતિહાસમાં કયાંય નોધાયેલ નથી.એટલું સો ટકા સત્ય છે, કે આતરિક શુદ્ધતા વિના પરમ આનંદ પ્રાપ્ત થતો જ નથી.આ માટે ભાવો બદલવાંજ પડે છે.ભાવો બદલો એટલે તમારી જાતના રાજા છો.

ભયમાંથી બચવાં જ  માણસ ધર્મના શરણે ગયો છે.ને માનતો હતો કે ધર્મ જ મને બચાવશે.ને અભયમાં સ્થીર કરશે પણ. આજના અજ્ઞાની ધર્માત્માઓએ અભયમાં સ્થીર કરવાને બદલે વધુને વધુ ભયગ્રસ્ત માણસને બનાવેલ છે, આજે તો ધર્માત્માઓ તરફથી સ્વર્ગ,નર્ક અને પાપનો એવો ભય એવો બતાવવામાં આવે છે, કે ભલ ભલા માણસો તેમાં ફસાય છે.સ્વર્ગ અને નર્ક અહી જ છે,જો માણસ જાગૃતિ પૂર્વક જીવે તો સ્વર્ગ છે. ને અજાગૃત્તા પૂર્વક જીવે તો નર્ક છે.

પાપ અને પુણ્ય એટલે જાગૃતિ પૂર્વક થતું તમામ કર્મ પુણ્ય શાળી છે, ને અજ્ઞાનતામાં સ્થીર થઈને કરવામાં આવેલ તમામ  કર્મ પાપ યુક્ત છે.એટલે જ્ઞાનમાં સ્થીર થઈને જીવવું એજ પુણ્ય શાળી માણસ છે,ને અજ્ઞાનમાં જીવતો માણસ ગમે તેટલુ દાન કરે તે પાપ યુક્ત જ છે.મર્યા પછીની સ્વર્ગ નરકની વાતો જ વાહિયાત છે, તેમાં ક્યાંય પણ તથ્ય  નથી સ્વર્ગની એવી જાહો જલાલી વર્ણવે છે કે ભલ ભલાને સ્વર્ગમાં જવાનું મન થઇ જતું હોય છે, ને નર્કની એવી તો બિહામણી વાતો કરે છે કે માણસ ભયભીત થઇ જાય છે. સ્વર્ગ કે નરકમાં જઈને પાછો આવ્યાનો દાખલો નથી.

માટે આ બધું અસત્ય છે,પણ માણસ સત્ય માંને છે ને ભયભીત થઇ જાય છે,ભયભીત કરવાનું કામ જ મહાત્માઓનું છેએ સત્ય છે માણસ આમાંથી બચવા તે ક્રિયા કાંડો ને કર્મ કાંડોનો આશરો માણસ લેતો હોય છે અને ધર્માત્માઓ આ કરવાનું જ કહેતા હોય છે ને કરાવે છે. ને.કંઠી બાંધતા હોય છે આ કંઠી એટલેજ દુઃખનું ધર છે તે કંઠી બાંધનારને ને ખબર નથી,કારણ કે કંઠી એટલે પોતાના વિચારનું દહન કરવું છે સંકુચિતતામાં સ્થિર થવું છે અને સંકુચિતતા એટલેજ વિવેક હીનતા અને વિવેક હીનતા એટલે જ મુર્ખામી, જ્યાં મુર્ખામી હોય ત્યાં સુખ હોય ખરું? આ જગતમાં કંઠી બાંધેલો કોઈ સાચું સુખ કે શાંતિ પામી શક્યો હોય એવો  એક પણ દાખલો નથી અપ્રમાણિકતા પૂર્વક કમાણી કરી દાન આપવું તે પુણ્યનું કામ નથી એ મહા પાપ છે.એમ ઋષીઓ અને બુધ્ધ પુરુષો સ્પષ્ટ કહી ગયા છે, પણ ઋષિઓની અને બુધ્ધ પુરુષોની વાત માનવી નથી, ને અજ્ઞાન યુક્ત  ધર્માત્માઓના સ્વાર્થ મુલક શબ્દો સ્વીકારી ને ચાલવું છે, તો દુઃખ સિવાય શું હાથમાં આવે ?

કર્મ કાંડો અને ક્રિયા કાંડોએ માત્રને માત્ર બાહ્યા ચારો છે, તેનાથી કદી પણ આંતરિક શુધ્ધતા પ્રાપ્ત થાય જ નહી, ને આંતરીક શુધ્ધતા વિના કદી પણ સાચું સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત થઇ શકે જ નહી તે પાયાની વાત છે.આપણે ત્યાં જે રીતે વેદ ચાર છે, તેમ ઉપનીશદો એકસોથી વધુ છે, જેમાંથી અગિયારને મહત્વના ગણીને શંકરાચાર્યે ભાષ્ય કર્યું છે, તેથી તે મહત્વના ગણાય છે,આ બધા ઉપનીશદોમાં જુદા જુદાઋષિઓના અને તત્વ વિચારકોના જુદા જુદા મતોનો ઉલ્લેખો જોવા મળે છે,જેમણે સાધના કરીને જે કાંઈ અનુભૂતિ થયેલ છે, તેનું વર્ણન ઉપનીષદોમાં કરવામાં આવેલ છે,

એક ઋષિને એક બિંદુથી અનુભૂતિ થઈ  હોય તો બીજા ઋષિને બીજાજ બિંદુથી અનુભૂતિ થયેલ હોય, આમ અનુભૂતિ અનુભૂતિમાં ફેરફાર હોવાનો.તેમના વિચારોમાં પણ ફેરફાર હોવાનો ચાલુ જમાનાના મહર્ષિ અરવિદ ને એક પ્રકારની અનુભૂતિ થઇ છે, તો રમણ મહર્ષિને જુદા જ પ્રકારની અનુભૂતિ થયેલ છે,બંનેની સાધના પધ્ધતીમાં પણ ફેર જોવા મળે છે,એટલે પરમતત્વને પામવાનો એક જ માર્ગ હોય શકે જ નહી,એટલે ધર્માત્માઓ કહે છે કે મારો જ માર્ગ પરમાત્મા પાસે પહોચાડશે તેમ કહેવું જ અસત્ય છે,પાયા વિનાનું છે.કોઈ પણ અનુભૂતિ પુર્ણ કે સર્વજ્ઞ હોય શકે જ નહી,સંપૂર્ણ પણે પરમ તત્વને પામવું શક્ય જ નથી,એટલેજ જગતનું કોઈ પણ પુસ્તક કોઈ પણ ધર્મ સંપૂર્ણ હોય શકે જ નહી.

એટલે ધર્માત્માઓ,કથાકારો કહેતા ફરે છે અમારો ધર્મ અમારા ધર્મનું પુસ્તક પુર્ણ છે તે ટોટલી અસત્ય જ છે નરી બનાવટ છે.ને બનાવટ કરવાનો તેનો ધંધો છે, એટલું પણ આપણે સમજતા નથી ને તેમના ચમત્કારોની વાતો સત્ય માની લઇએ છીએ.ને તમને ગુરુ તરીકે સ્થાન આપી દઈએ છીએ ને પછી એટલું પણ સમજતા નથી કે કદી કોઈ  જ્ઞાન આપી શકે જ નહી જ્ઞાનતો અંતઃકરણમાંથી મેળવવાનું હોય છે, ને તે માટે બહ્યાચારોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી અંતરયાત્રા કરવાની હોય છે.ઉપનિષદના ઋષીઓ સાધનાંની ગહરાઈમાં જઈને અનુભવ્યુંકે બ્રહ્મ જેવું કાઈક છે,તેથી તેઓએ બ્રહ્મની સત્તાનો સ્વીકાર કર્યાનું જણાય છે.

કઠોપનીષદમાં કહેવામાં આવ્યું છે, કે આ જગત પીપળાનુ વૃક્ષ છે, જેના મૂળો ઉર્ધ્વગતિમાં ફેલાયેલા છે. ને તેની શાખાઓ નીચેના ભાગે ફેલાયેલા જોવાં મળે છે,આ વિચિત્ર સંસાર વૃક્ષ સનાતન છે. શાશ્વત છે ,અને તેનું જે મૂળ છે. તે જ બ્રહ્મ છે..વિશુધ્ધ જ્યોતિ સ્વરૂપતે તત્વ છે.અને તે અમૃત છે.સંપૂર્ણ પ્રાણી જગત તેને આશ્રિત છે. કોઈ પણ તેમનું અતિક્રમણ કરી શકતું જ નથી, .આચાર્ય શંકરે પણ જગતને બ્રહ્મનું વિવર્ત કહ્યું છે.આમ બ્રહ્મ સત્ય છે, અને જગત મિથ્યા છે.તેમ ધોષણા કરી છે.

ઉપનિષદ કારોએ સ્પષ્ટ જણાવેલ છે કે આ આત્માથી સર્વ પ્રાણ ,સર્વલોક,અને સર્વ ભૂત પ્રગટ થાય છે એટલેકે આત્મા જ સર્વજ્ઞ,સંપૂર્ણ,સર્વત્ર, વ્યાપ્ત છે ,આ આત્માનું રહસ્ય એ જ સત્યનું રહસ્ય છે. એટલેકે જે આત્માને જાણે છે, તેમાં સ્થીર થાય છે, તે સત્યને જાણે છે, ને સત્યમાં સ્થીર થાય છે, ને.સત્યને પામે છે. એટલેકે તેજ પરમતત્વને પામેં છે.આજ સાધનાંની સાચી રીત છે. તેજ અધ્યાત્મ કહે છે આત્માને જાણો તેમાં સ્થીર થાવ આ સિવાયનું બધું છોડો.

ઉપનિષદની દ્રષ્ટીથી આ જગતમાં રહીને આપણે જીવન યાત્રા કરીએ છીએ, આ જગત આપણા પોતાના અસ્તિત્વની સમાન સત્ય છે.આજ રીતે જેન દર્શન પણ જગતને સત્ય જ માને છે.ઉપનીષદ સ્પષ્ટ પણે માંને છે. કે આ જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલ છે. ને પુનઃબ્રહ્મમા જ સમાંય જશે.જે રીતે કરોલીઓ જાળ બનાવે છે ને જાળમાં જ સમાય જાય છે. જે રીતે વનસ્પતિ જમીનમાંથી  ઉત્પન્ન થાય છે. ને તેમાંજ પાછી સમાંય જાય છે જીવંત માણસમાં જે રીતે કેશ-લોભ ઉત્પન્ન થાય છે તેજ રીતે અક્ષર બ્રહ્મથી આ જગત ઉત્પન્ન થાય છે ,

જે રીતે નિરંતર નદીઓ વહે છે, ને પોતાનું નામ રૂપ ખલાસ કરીને સમુદ્રની અનંત જળરાશીમાં વિલીન થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાની માણસ પોતાના નામ રૂપ અસ્તિત્વથી મુક્ત થઈને  પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે .સત્યને વરે છે,એટલે જ્ઞાની માણસ જ પર બ્રહ્મને પામી શકે છે ને જ્ઞાન પ્રાપ્ત માત્રને માત્ર નિર્વિચાર થવાથી જ પ્રાપ્ત થાય છેજ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષ સંભવે જ નહી ,જેને આપણે સમાધિ અવસ્થા કહીએ છીએ.આસમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા  સિવાય જ્ઞાનની પ્રાપ્તિ નથી.એટલે બ્રહ્મ રૂપ થવું એટલે ઇચ્છાઓથી સાવજ નિવૃત થવું તેનું નામ છે જ્ઞાનની પ્રાપ્તિ.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.