Wednesday,18 September 2019,16:52:16

ફોન ચાર્જિંગ સ્પીડ ખુબ વધારે થશે : કોફી બ્રેકમાં જ ચાર્જ થશે

નવી નવી ટેકનોલોજી આવી રહી છે
By: admin   PUBLISHED: Mon, 26 Aug 2019 19:33:00 +0530 | UPDATED: Mon, 26 Aug 2019 19:33:00 +0530

ફાઇવ જીની તૈયારીમાં કંપનીઓ વ્યસ્ત : હવે મશીન છે જેને હાથમાં બાંધી લીધા બાદ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ રિકોર્ડ સમય પર થઇ શકશે

આગામી દિવસોમાં કેટલીક નવી ટેકનોલોજી આધારિત ચીજો બજારમાં આવનાર છે.જેને લઇને સામાન્ય લોકો ભારે આશાવાદી અને ઉત્સુક છે. કેટલીક ચીજો આવી ગઇ છે. જ્યારે કેટલીક આવનાર છે. આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થનાર છે. એક કોફી બ્રેકના સમયમાં ફોન ચાર્જ થઇ શકશે. સાથે સાથે ફાઇવ જીની તૈયારી પણ કરી લેવામાં આવી છે. નવા વર્ષમાં ચાર્જિગની સ્પીડ અનેક ગણી વધી શકે  છે. અમને ચાર્જિંગના ગાળા દરમિયાન વધારે વોટેજમાં ફીડ કરવાની જરૂર પડશે. સાથે સાથે તાપમાનને ઓછુ રાખીને બેટરી સેલ્સની વયને વધારે રાખવી પડશે. વન પ્લસ ડેશ ચાર્જ સૌથી ઝડપથી ચાર્જ કરે છે. ઓપ્પોના સુપરવુક ૫૦ વોટના ચાર્જિંગ સોલ્યુશન બેટરીને ૩૫ મિનિટમાં શુન્યથી ૧૦૦ ટકા સુધી ચાર્જ કરી નાંખે છે.આનાથી ખુબ ફાયદા રહેલા છે.

નવા વર્ષમાં ફાઇવ જીની ચર્ચા સૌથી વધારે રહેશે. આની તૈયારી કરી  લેવામાં આવી છે. ફાઇવ જી નેટવર્કમાં શિફ્ટ થવા માટે બે મુખ્ય કારણ રહેલા છે. જેમાં અપગ્રેડ્‌ટસ છે. વધારે પ્રમાણમાં સ્પીડ અને ઓછા વિલબમાં કામ થઇ શકશે. ફાઇવ જી સામાન્ય લોકોને વધારે સુવિધા વધારે ઝડપથી આપી શકશે. આનાથી ખુબ વધારે સ્પીડ (૧૦ જીબીપીએસ સુધી) મળી જાય છે. સુચનામાં થતી વિલંબની સમસ્યા ખતમ થઇ શકે છે. આ સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ, કનેક્ટડ પ્રોડક્ટસના માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં દરેક વ્યક્તિ સ્પર્ધામાં પાછળ રહેવા માટે ઇચ્છુક નથી. જેથી તે તમામ  તાકાત કામ પર લગાવી દે છે. આવી સ્થિતીમાં કંપનીઓ પણ હવે હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એવા ડિવાઇસ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે હેલ્થ કેર કરે છે. આવા જ ડિવાઇસની બોલબાલા આવનાર વર્ષોમાં રહેનાર છે. હવે અમારી પાસે એવી મશીન પણ આવી ગઇ છે. જેને પોતાના હાથમાં મુકી દેવામાં આવ્યા બાદ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ રેકોર્ડ કરી શકે છે. અમે એપ્પલ વોચ સિરિઝ ૪ની વાત કરી રહ્યા છીએ.

આવનાર વર્ષોમાં આ પ્રકારના કનેક્ટેડ, સ્માર્ટ વિયરેબલ ડિવાઇસની ખાસ બોલબાલા રહી શકે છે. આનો લાભ એ થશે કે હેલ્થ સાથે સંબંધિત મામલાને વહેલી તકે જાણી શકાશે. સાથે સાથે સારવાર પણ શક્ય બની શકશે. સમય રહેતા સારવાર મળી જવાથી રાહત થશે. દરેક દર્દી માટે પર્સનાલાઇઝ દેખરેખ કરી શકાશે. દુર સ્થળ પર બેસીને દર્દી પર નજર રાખી શકાશે. આવી જ રીતે હવે ફોલ્ડ થનાર ડિસ્પ્લે ડિવાઇસ પણ આવી રહ્યા છે.ડિસ્પ્લેને ફોલ્ડ કરી શકાય છે.

સેમસંગે એક ફોનના માધ્યમથી આ બાબત સાબિત કરી બતાવી છે કે આ ડિવાઇસ અનફોલ્ડ કરવાની સ્થિતીમાં ટેબલેટ બની જાય છે . આને ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે તરીકે નામ આપવામાં આવ્યુ છે. આ પ્રકારના પ્રથમ ફોન વર્ષ ૨૦૧૯માં લોંચ કરવામાં આવનાર છે. આની તમામ તૈયારી અને ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે કોઇ કોલનો જવાબ આપવાનો હોય ત્યારે અથવા તો આને ખિસ્સામાં રાખવાની જરૂર હોય તો આ ફોન નાના કદમાં ફેરવાઇ શકે છે.  જ્યારે વિડિયોને નિહાળતી વેળા તેને વિસ્તૃત કરી શકાય છે.

રોલ થનાર આવા ડિવાઇસના સૌથી મોટા ફાયદા એ છે કે કામ ન હોવાની સ્થિતીમાં તેને બંધ કરીને મુકી શકાય છે.જડિજિટલ ડિટોક્સની પણ બોલબાલા રહી શકે છે. જેમ જેમ ડિવાઇસ સ્માર્ટર બની રહ્યા છે તેમ તેમ અમે જરૂરી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. તમામ  ધ્યાન ડિજિટલ દુનિયામાં જાય છે. આપને આ અંગેની માહિતી નથી પરંતુ ડિજિટલ ડિટોક્સની તમામને જરૂર છે.  ડિજિટલ ડેટોક્સ માટે એપ્સ પહેલાથી જ છે. જો કે ડિવાઇસમાં હોવાથી ડીપ ઇન્ટીગ્રેશનની મંજુરી મળી જાય છે. કોઇ પણ ડિવાઇસ અમને વધારે સમય સુધી ડિસ્ટર્બ ન કરે તેની ખાતરી કરી શકાશે..

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.