પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી, ભૂવાના ડામથી ડિપ્રેશનમાં સરેલી પત્નીએ કરી આત્મહત્યા

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો
By: admin   PUBLISHED: Wed, 10 Jul 2019 23:24:07 +0530 | UPDATED: Wed, 10 Jul 2019 23:24:07 +0530

સુરત

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી. હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીર પુરામાં દિપક રાઠોડ અને કોમલ નામનુ દંપતી રહેતુ હતું. કોમલને સંતાન થતા ન હતા. તેથી તેનો પતિ દિપક તેને ભૂવા પાસે લઈ ગયો હતો. જેમાં ભૂવાએ કોમલને શરીરના કેટલાક ભાગ પર ડામ આપ્યા હતા. આ ઘટના બાદ કોમલ આઘાતમાં આવી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરી હતી.

કોમલની માતાએ કહ્યું કે, મારી દીકરી ભૂવા પાસે જવા ના પાડતી હતી. અમે તેના સાસરીવાળાને સમજાવ્યા હતા. તેની સાસુએ કહ્યું કે, ડામ મૂકાવી દે. આત્મહત્યા બાદ કોમલને હોસ્પિટલ લઈ ગયા તો અમને ફોન કરીને ખોટું કહ્યુ હતું. હોસ્પિટલ ગયા પછી અમને ખબર પડી કે, અમારી દીકરીને મૃત હાલતમાં જ અહી લાવ્યા હતા.દીકરીના મોત વિશે સાંભળીને તેની માતાએ આભ ફાટે તેવું આક્રંદ કર્યું હતું. તેની માતાએ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોઁધાઈ છે. આ મામલે જહાંગીરપુરા પોલીસે પતિ દિપક રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.