રાઈફલ સાફ કરતા ગોળી છૂટતા સિક્યોરીટી ગાર્ડનુ મોત

ઘરની ગેલેરીમાં બેસીને ૧૨ બોરની રાઈફલ સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ગોળી છુટતા થયુ મોત
By: admin   PUBLISHED: Wed, 10 Oct 2018 21:48:26 +0530 | UPDATED: Wed, 10 Oct 2018 21:48:26 +0530

સુરતના વરાછા વિસ્તારની ઘટના

સુરતના વરાછા રોડ પર આવેલ વર્ષા સોસાયટીમાં એક વૃદ્ધ પોતાની ૧૨ બોરની રાઈફલની સફાઈ કરતા હતા તે વખતે અચાનક મિસ ફાયર થવાના કારણે ગોળી તેમને જ વાગી જતા તેમનુ મોત નિપજ્યુ હતું. ઘરમાં રાઈફલ સાફ કરતીવેળા અચાનક રાઈફલમાંથી ગોળી છુટી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમણે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક સિક્યુરીટી ગાર્ડ ભગવાનભાઈ ખૂંટના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટનાની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટીમાં ભગવાનભાઈ ખૂંટ પરિવાર સાથે રહેતા હતા. આજે ભગવાનભાઈ ઘરની ગેલેરીમાં બેસીને ૧૨ બોરની રાઈફલ સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે ગોળી છુટી ગઈ હતી. જેથી તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ભગવાનભાઈ બેંકમાં સિક્યોરીટી ગાર્ડની નોકરી કરતા હોવાથી તેમની પાસે રાઈફલ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. હાલ પોલીસ રાઈફલ સાફ કરતીવેળા ગોળી છૂટતા ભગવાનભાઈનુ મોત થયુ છે કે અન્ય કોઈ કારણસર મોત થયુ છે તે અંગે તપાસ કરવામાં લાગી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.