આદિત્યાથ વિશે ટ્વીટ કરનાર પત્રકારને છોડી મુકવા સુપ્રિમ કોર્ટનો આદેશ,વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર હોવો જોઇએ

પ્રશાંત સામે યુપી પોલિસે એફઆઇઆર કરીને ધરપકડ કરી હતી.
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 15:21:54 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 15:21:54 +0530

દિલ્હી

ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ વિશે ટ્વીટર પર વિવાદાસ્પદ પોસ્ટ મુકનાર પત્રકાર પ્રશાંત કનોજીયાને છોડી મુકવા સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે.ટ્વીટર પર વિવાદાસ્પદ પોસ્ટ મુકનાર પ્રશાંત પર યુપી પોલિસે એફઆઇઆર કરીને તેની ધરપકડ કરી હતી.

જો કે સુપ્રિમ કોર્ટની જસ્ટીસ ઇંદિરા બેનર્જી અને અજય રસ્તોગીએ આદેશ આપતા જણાવ્યું કે પ્રશાંત સામે પોલિસે ખોટી રીતે એફઆઇઆર કરી તેની ધરપકડ કરી છે.

પ્રશાંતની પત્નિ જીગીશાએ સુપ્રિમ કોર્ટમાં તેને છોડવા માટે હેબીયસ કોર્પ્સ પીટીશન કરી હતી.

સુપ્રિમ કોર્ટે નોંધ્યું કે પ્રશાંતની ધરપકડ અને તેના રિમાન્ડ ગેરકાયદેસર છે જેના પરિણામે વ્યક્તિગત સ્વાતંત્ર્યની અવગણના થાય છે. મંગળવારે સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે નાગરિકના અધિકારોનું હનન કરવામાં આવવું ના જોઇએ. તેમને સુરક્ષિત રાખવા જરૂરી છે.અદાલતે કહ્યું કે લોકોના વિચારો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેના માટે ધરપકડ શું કામ કરવી?

સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે અમે તેની ટ્વીટની પ્રશંસા નથી કરતાં પણ આવી ટ્વીટના કારણે તેને જેલ ના થવી જોઇએ.આ પોસ્ટની વેલ્યુ જોતા તેની પર ક્રીમીનીલ ગુનો દાખલ થવો ના જોઇએ.ફ્રી સ્પીચ અને જીવનના અધિકારો પર હુમલો ના કરી શકાય.

ઉલ્લેખનીય છે કે પ્રશાંતે તેના ટ્વીટર એકાઉન્ટ પર યોગી આદિત્યનાથ સાથે લગ્ન કરવા માંગતી એક મહિલાના સમાચાર શેર કર્યા હતા અને સાથે કમેન્ટ પણ મુકી હતી

આ ટ્વીટ પછી યુપી પોલિસે પ્રશાંત સામે કલમ 500 અને આઇટી એક્ટની કલમ 66 મુજબ ગુનો દાખલ કર્યો હતો.યુપી પોલિસે પ્રશાંતની ધરપકડ કરી હતી અને મેજીસ્ટ્રેટે તેને 11 દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો.

પ્રશાંતને રિમાન્ડ આપવાના મેજીસ્ટ્રેટના આદેશ સામે પણ સુપ્રિમ કોર્ટે સવાલ ઉભા કરતા કહ્યું કે આ કોઇ હત્યાનો આરોપી છે ?

સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કહ્યું છે કે પ્રશાંતની ધરપકડ ગેરકાનૂની છે. અરજી અનુસાર યુપી પોલીસે આ સંબંધમાં ન તો કોઈ એફઆઈઆર વિશે માહિતી આપી છે અને કોઈ ધરપકડ  માટે કોઈ માર્ગદર્શિકા પાલન કરવામાં આવ્યું નથી. તેના સિવાય ન તેમને દિલ્હીમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોઈ મેજીસ્ટ્રેટ પાસ રજુ કરવામાં આવ્યા.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.