રાફેલની ખરીદીની પ્રક્રિયા કેવી રીતે થઇ? સુપ્રિમ કોર્ટે માંગી વિગતો

સુપ્રિમ કોર્ટે રાફેલ વિમાનની ખરીદીની વિગતો માંગી હતી.
By: Monika Vyas   PUBLISHED: Wed, 10 Oct 2018 13:18:15 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:55:33 +0530દિલ્હી

લડાકુ વિમાન રાફેલને લઇને સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઇલ કરીને આ ડીલ પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે.સુપ્રિમ કોર્ટે  રાફેલ સોદાની ખરીદીની પ્રક્રિયાની સંપુર્ણ જાણકારી માંગી છે.ભારત સરકારે ફ્રાંસની કંપની દેસો એવિએશન સાથે ડીલ કરીને 36 જેટલાં રાફેલ લડાકુ વિમાન ખરીદ્યા છે.સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારને રાફેલને ખરીદવાની પ્રક્રિયાની જાણકારી સીલબંધ કવરમાં આપવા જણાવ્યું છે.રાફેલ મામલે હવે વધુ સુનવણી 29 ઓક્ટોબરે થશે.

સુપ્રિમ કોર્ટમાં જાહેર હીતની અરજી કરીને રાફેલ સોદાની વિગતો જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી.બુધવારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી નથી પંરતું ખરીદીની પ્રક્રિયાની જાણકારી માંગી છે.જો કે કોર્ટે રાફેલની ખરીદી માટે કેટલી કિંમત ચૂકવવામાં આવશે તે અંગે વિગતો નથી માંગી.

સુપ્રિમ કોર્ટે એમ પણ ખુલાસો કર્યો છે કે તેઓ રાફેલ વિમાનોના ઉપયોગ પર પોતાનો મત વ્યક્ત નહીં કરે.કોર્ટ સરકારને નોટિસ નહીં આપે પરંતું આ સોદો માટે શું પ્રક્રિયા કરવામાં આવી અને તેની કાયદાકીય માન્યતા વિશે જાણવા માંગીએ છીએ.

બીજી તરફ સરકાર વતી એટર્ની જનરલ કે કે વેણુગોપાલે આ અરજી ફગાવી દેવાની માંગણી કરતાં કહ્યું કે આ પીટીશન રાજકીય ફાયદો મેળવવા માટે કરવામાં આવી છે.

આ અગાઉ એડવોકેટ એમ એલ શર્માએ સુપ્રિમ કોર્ટમાં જાહેરહીતની અરજી કરીને ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ખરીદીનો સોદો કેટલાં રૂપિયામાં થયો તેની પણ વિગતો માંગી હતી. એમ એલ શર્માએ રાફેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આરોપ પણ તેમની અરજીમાં મુક્યો હતો.

જો કે સુપ્રિમ કોર્ટે રાફેલનો સોદો કેટલાં રૂપિયામાં થયો તે જાણકારી માંગવામાં રસ નહોતો દાખવ્યો

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.