ગેરકાયદે નિર્માણને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી તમામ માટે ઉપયોગી..

ગેરકાયદે નિર્માણ કામો
By: admin   PUBLISHED: Tue, 12 Mar 2019 17:27:07 +0530 | UPDATED: Wed, 13 Mar 2019 00:54:26 +0530

ગુજરાતના અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં હાલમાં અતિક્રમક અને ગેરકાયદે નિર્માણને દુર કરવા માટે મોટા પાયે ઝુંબેશ ચાલી રહી છે. આને લઇને જુદા જુદા અભિપ્રાય વ્યક્તિ કરવામાં આવી રહ્યાછે. હિમાચલપ્રદેશમાં કસૌલીમાં મહિલા અધિકારીની ગોળી મારીને હત્યા કરવાના મામલે સુનાવણી વેળા ગેરકાયદે નિર્માણને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી દેશના દરેક રાજ્ય માટે બોધપાઠ સમાન છે. બેંચે કહ્યુ છે કે ગેરકાયદે નિર્માણને કાયદેસર કરવાથી નિયમ અને કાયદાને પાળતા લોકોને નિરાશા થાય છે.

સુપ્રીમ કોર્ટને આ બાબતને  લઇને ભલે આશ્ચર્ય થયુ હોય કે બે માળની મંજુરી મળ્યા બાદ તેના પર છ માળ બની જાય છે. સાથે સાથે આની કોઇને ખબર પણ પડતી નથી. પરંતુ આવી અરાજકતા દરેક રાજ્યના દરેક શહેરમાં માર્ગો પર જ તેને પડકાર ફેંકે છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગેરકાયદે નિર્માણની કામગીરી હવે દેશના મોટા ભાગના રાજ્યોમાં ચાલી રહી છે. એકલા રાજ્સ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં દર વર્ષે સેંકડો ગેરકાયદે વૈપારી માળખા તૈયાર કરી લેવામાં આવે છે. સેંકડો ગેરકાયદે કોલોની બનાવી દેવામાં આવે છે.

સરકારો પણ આ મામલે નજીવી ચાર્જ તરીકેની રકમ વસુલ કરીને તેમને કાયદેસર બનાવી દે છે. દરેક રાજકીય પક્ષોને ગેરકાયદે કોલોની નોટ અને વોટ માટે નર્સરી તરીકે નજરે પડે છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ આવી કૃપા વરસાવવા માટેની શરૂઆત થઇ જાય છે. સરકાર આને જનસેવા તરીકે ગણાવીને લોકપ્રિયતા મેળવી લેવા માટેના પ્રયાસ કરે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતામાં કેટલીક બાબતો સ્પષ્ટપણે દેખાઇ છે.

સુપ્રીમ કોર્ટની ચિંતા અને નિયમો અને કાયદા પર ચાલનાર લોકોની ભાવના ચૂંટણી ડોનેશનમાં દબાઇ જાય છે. આ પ્રકારની ગતિવિધીમાં સામેલ રહેલા લોકોના હાથ કાયદા કરતા પણ વધારે લાંબા થઇ ગયા છે. આનો અંદાજ માસ્ટર પ્લાન લાગુ કરવા માટે રહેલા અધિકારીઓની ભૂમિકાથી સ્પષ્ટ થઇ જાય છે.

રાજસ્થાનમાં માસ્ટર પ્લાન લાગુ કરાવવાના મામલે સુપ્રીમ કોર્ટના કઠોર વલણ છતાં રાજ્ય સરકાર તેના અમલીકરણ આડે અડચણો ઉભી કરી રહી છે. આ ગઠજોડના હિસ્સેદારોની ઓળખ કરવા માટે પુરતી બાબત છે. હિમાચલપ્રદેશના રિસોર્ટના મામલે સુપ્રીમ કોર્ટની ઇચ્છા મુજબ જો દરેક રાજ્યમાં ગેરકાયદે નિર્માણમાં લાંચ રૂશ્વતના મામલે તપાસ હાથ ધરવામાં આવે તો કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી શકે છે.

આ મામલે જો તપાસ કરવામાં આવે તો તમામ મોટા નેતા, અધિકારીઓ અને કારોબારીઓ જેલમાં નજરે પડી શકે છે. જેથી એક બાબત તો નક્કી છે કે કોઇ પણ સરકાર તો પોતે આવુ કોઇ કામ કરશે નહી. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટને પોતે જ ગંભીરતા દર્શાવી આમાં પહેલ કરવી પડશે. જો આવુ કોઇ કામ કરવામાં નહીં આવે તો ચાલે છે તેવી વૃતિનો નિકાલ આવશે નહી. દરેક રાજ્કીય પાર્ટીને ગેરકાયદે કોલોની અને સોસાયટી નોટ અને વોટની નર્સરી નજરે પડી શકે છે તે બાબત યોગ્ય છે. ગેરકાયદે નિર્માણમાં હિસ્સેદાર કોણ છે તે બાબતને લઇને સતત પ્રશ્નો થઇ રહ્યા છે. રાજકીય પક્ષો અને અધિકારીઓ વચ્ચે ગેરકાયદે નિર્માણમાં સંડોવણી હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.