Wednesday,18 September 2019,16:50:45

ચાલુ મેચમાં 12 ખેલાડીએ બેટીંગ કરી,માર્નેસ લાબુશેન રચ્ચો ઇતિહાસ,હારની બાજી ડ્રોમાં પલટી

ઇજાગ્રસ્ત સ્ટિવ સ્મિથના સ્થાને 12માં ખેલાડી લાબુશેનનને સામેલ કરાયો
By: Monika Vyas   PUBLISHED: Mon, 19 Aug 2019 14:10:23 +0530 | UPDATED: Mon, 19 Aug 2019 14:10:23 +0530


લંડન

ટેસ્ટ ક્રિકેટના ૧૪૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે મેચમાં કોઇ સબસ્ટીટ્યુટ ખેલાડીને ફુલ ટાઇમ ટીમમાં લેવામાં આવ્યો હોય.આ સબસ્ટીટ્યુટ ખેલાડીને બેટીંગ અને બોલીંગ કરવાનો પણ ચાન્સ મળ્યો હતો.

 એશિઝ ૨૦૧૯ની બીજી લોર્ડ્સ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન સ્ટીવ સ્મિથની ડોક પર ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર વાગ્યો હતો.બાઉન્સર વાગતા સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત થયો હતો અને તે ટેસ્ટમાથી બહાર થઈ ગયો છે.

સ્મિથ ઇજાગ્રસ્ત થઇને ટીમની બહાર થયા બાદ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં માર્નેસ લાબુશેનને સામેલ કરવામાં આવ્યો છે.

ક્રિકેટમાં નવા નિયમ અનુસાર જો કોઈ મેચ દરમિયાન કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત (માથા પર ઈજા) થઈ જાય છે તો તેના સ્થાને બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય છે. આ નિયમ અનુસાર બેટ્‌સમેનના સ્થાને બેટ્‌સમેન અને બોલરના સ્થાને બોલરને  ટીમમાં સામેલ કરી શકાય છે.આવો સબસ્ટીટ્યુટ ખેલાડી બેટીંગ અનો બોલીંગ પણ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મિથની જગ્યાએ માર્નેસ લાબુશેનને સામેલ કરવામાં આવ્યો છે, જે એક બેટ્‌સમેન છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માર્નેસ લાબુશેન પ્રથમ એવો ખેલાડી બની ગયો છે જે મેચની અધવચ્ચે કોઈ ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ ટીમમાં સામેલ  કરવામાં આવ્યો હોય.

જોવાની વાત એ હતી કે સ્મિથના સ્થાને રમવા આવેલા લાબુશેને 59 રન કરીને મેચને ડ્રોમાં લઇ જવા માટે મોટો ફાળો આપ્યો હતો.

.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યા પ્રમાણે લોડ્‌ર્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે જ્યારે સ્ટીવ સ્મિથ ઉઠ્યો તો તેના માથામાં દુખાવો હતો. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી તો તેની સ્થિતિ ખરાબ હતી. આ સ્થિતિમાં તેને ટીમમાથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેચ રેફરીએ સ્મિથની જગ્યાએ અન્ય ખેલાડીના રિપ્લેસમેન્ટ માટે અરજી કરી હતી. રેફરીએ તેની મંજૂરી આપી અને લાબુશેનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખેલાડીને માથા પર ઈજા થયા બાદ તેના સ્થાને બીજા ખેલાડીને રમાડી શકાય છે. આ નિયમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થવાની સાથે લાગૂ થયો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.