આઠ કલાકથી વધુની ઊંઘ સ્લીમ રાખવામાં મદદરૂપ

એક રાતમાં ૮થી ૯ કલાકની ઊંઘ વજન વધારવા તરફ દોરી જતાં જિનેટિક પરિબળોને અટકાવે છે :
By: admin   PUBLISHED: Tue, 05 Nov 2019 15:40:08 +0530 | UPDATED: Tue, 05 Nov 2019 15:40:08 +0530

ઓસ્ટ્રેલિયામાં કરાયેલા અભ્યાસનું તારણ

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રી ગાળામાં આઠ કલાકથી વધુની ઊંઘ સ્લીમ રાખવામાં મદદરૂપ બની શકે છે. ૮ કલાકથી વધુની ઊંઘ વજન વધવાથી પણ રોકી શકે છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રી ગાળામાં નવ કલાકથી વધુની ઊંઘ વજન વધારવા તરફ દોરી જનાર જિનેટીક પરિબળોને દૂર રાખે છે. આની બિલકુલ વિરુદ્ધમાં ખૂબ ઓછી ઊંઘની માઠી અસર થાય છે.

અગાઉના સંશોધનમાં પણ જણાવવામાં આવી ચૂક્યું છે કે ઓછી ઊંઘ અને સ્થૂળતા વચ્ચે સીધા સંબંધો રહેલા છે પરંતુ નવા તારણોથી સ્પષ્ટ થાય છે કે ઊંઘ અને જિનેટિક પરિબળો વચ્ચે શરીરના વજન વધવા સાથે સીધા સંધ રહેલા છે. બેવડા અભ્યાસમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. ૧૦૮૮ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ નવા તારણો જાણવા મળ્યા છે. બે અભ્યાસથી વૈજ્ઞાનિકો જીનેટીક અને પર્યાવરણની અસરને સમજવામાં પણ સફળ રહ્યા છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રીમાં ૭ કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધારે રહે છે. અતિ આધુનિક અને વ્યસ્ત પશ્ચિમી લાઇફ સ્ટાઇલ સ્થૂળતા તરફ દોડી જાય છે. છેલ્લી એક સદીમાં ઊંઘની અવધી પ્રતિ રાત ૧.૫ કલાક ઘટી ગઈ છે. વર્ષ ૨૦૦૧ બાદથી અમેરિકામાં પુખ્તવયના લોકોની પ્રતિ રાત્રી ઊંઘના કલાકો આઠ કલાકથી પણ ઓછા રહી ગયા છે. નવા અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ નહીં લેવાની સ્થિતિમાં ઘણી બિમારીઓનો પણ ખતરો રહે છે. મોટાભાગના નિષ્ણાંતો માને છે કે પૂરતી ઊંઘની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.