ભારતે પાકિસ્તાનને 89 રને હાર આપી,રોહિત શર્માએ ફટકાર્યા 140 રન,જીતનો સીલસિલો ચાલુ

ભારતની ટીમ પાકિસ્તાન પર હાવી રહી
By: Monika Vyas   PUBLISHED: Mon, 17 Jun 2019 00:10:33 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:23:18 +0530

મેનચેસ્ટર

વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની સૌથી રોમાંચક મેચમાં  ભારતનો 89 રને વિજય થયો હતો.મેનચેસ્ટરમાં રમાયેલી આ નેલ બાઇટિંગ મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતા 5 વિકેટે 336 રન કર્યા હતા.જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ રન બનાવી શકી નહોતી.

વરસાદના વિઘ્નને કારણે ડકવર્થ લુઈસ નિયમોના આધારે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનું નવું લક્ષ્ય આપવામાં આવ્યું હતું.જો કે.પાકિસ્તાનની વિકેટો પડી જતા તેની હાર થઈ હતી.પાકિસ્તાને 40 ઓવરમાં 6 વિકટે 212 રન કર્યા હતા.

આમ ભારતની 89 રને જીત થઈ હતી.

આમ આ જીત પછી ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ ચાલુ રાખ્યો હતો.ભારત તમામ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદી હાર્યું નથી. 

પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.ભારતે ઓપનિંગ ધીમું પણ મક્કમ કરતા પહેલી વિકેટની 136 રનની પાર્ટનરશીપ કરી હતી.શિખર ધવનની ગેરહાજરીમાં ઓપનિંગમાં આવેલા કે એલ રાહુલે 78 બોલમાં 57 રન કર્યા હતા.જો કે મેચનો ખરો હીરો રોહિત શર્મા હતો.રોહિતે 113 બોલમાં 140 રન કર્યા હતા,જેમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગા હતા.રોહિતની આ વર્લ્ડ કપમાં બીજી સદી હતી.

ત્રીજા નંબર પર રમવા આવેલા કેપ્ટન વિરાટ કોહલીએ પણ  77 રન કર્યા હતા, જ્યારે હાર્દીકે ઝડપી 26 રન કર્યા હતા.જો કે ધોની 1 રન કરી સસ્તામાં આઉટ થયો હતો.વિજય શકરે 15 અને જાધવે 9 રન કર્યા હતા.

પાકિસ્તાને રન આઉટના બે સરળ ચાન્સ ગુમાવ્યા હતા.

એક તબક્કે એવું લાગતું હતું કે ભારત 350 રન પાર કરશે પણ પાકિસ્તાને પાછલી ઓવરમાં સારી બોલિંગ કરી ધાર્યા કરતાં ઓછા રન આપ્યા હતા અને વિકેટો પણ લીધી હતી.

મોહમ્મદ આમિરે ચુસ્ત બોલિંગ કરતા 47  રન આપી 3  વિકેટ ઝડપી હતી.હસન અલી અને વહાબ રિયાઝે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતના 336 રનનો પીછો કરતા પાકિસ્તાને નબળી  શરૂઆત કરી હતી.પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હક્ક 7 રન કરી સસ્તામાં આઉટ થયો હતો.જો કે એ પછી ફખર ઝમાન (62) અને બાબર આઝમે (48) રન કરી 104 રનની ભાગીદારી કરી હતી.

આ ભાગીદારીને કુલદીપ યાદવે બંનેને આઉટ કરી તોડી હતી.

એ પછી મહંમદ હફિઝ પણ 9 રને આઉટ થતા પાકિસ્તાનની હાલત કફોડી બની હતી.હફીઝના આઉટ થયા પછી હાર્દીકે બીજા જ બોલે શોએબ મલિક(0)ને બોલ્ડ કરી દીધો હતો.પાકિસ્તાને 12 રનના ગાળામાં 4  વિકેટો ગુમાવી દીધી હતી.
 
જો કે એ પછી વરસાદનું વિઘ્ન નડતા પાકિસ્તાનની હાર નિશ્ચિત થઈ ગઈ હતી.પાકિસ્તાને 35 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 166 રન કર્યા હતા.વરસાદનું વિઘ્ન નડતા ડકવર્થ લુઈસ નિયમોના આધારે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનું લક્ષ્ય અપાયું હતું.

આમ પાકિસ્તાનને 5 ઓવરમાં 136 રન કરવા પડે તેવા હતા જે સાવ અશક્ય હોવાથી તેની રને હાર થઈ હતી.

ઇમાદ વાસીમ 46 અને શાદાબ 20 રન કરી અણનમ રહ્યા હતા.

ભારત તરફથી હાર્દિક પંડ્યા,વિજય શકર અને કુલદીપ પંડ્યાએ 2-2-2 વિકટો લીધી હતી.

140 રન કરનાર રોહિત શર્માને પ્લેયર ઓફ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.