સૌથી ઓછી ઇંનિગ્સમાં સદીઓ ફટકારવા મામલે સ્મિથે કોહલીને પાછો પાડ્યો

સ્ટીવ સ્મિથે 118 ઇંનિગ્સમાં 24 સદીઓ ફટકારી છે.
By: Monika Vyas   PUBLISHED: Fri, 02 Aug 2019 19:21:10 +0530 | UPDATED: Fri, 02 Aug 2019 19:21:10 +0530


એજબેસ્ટન

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાલી રહેલ એશીઝ જંગમાં ઓસ્ટ્રેલિયાના પુર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એક રેકોર્ડ કર્યો હતો.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ ગુરુવારે એશેઝ ૨૦૧૯ના પ્રથમ ટેસ્ટમાં શાનદાર 144 ફટકાર્યા હતા. સ્ટીવ સ્મિથની ટેસ્ટ કારકિર્દીની આ ૨૪મી અને એશેઝમાં ૯મી સેન્ચુરી હતી.

આ સદી ફટકારવાની સાથે જ સ્ટીવ સ્મિથ સૌથી ઓછી ઇનિંગમાં ૨૪ સેન્ચુરી ફટકારવાના મામલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.ઇંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન મેદાન પર સ્મિથ તેની ટેસ્ટ કારકિર્દીની ૧૧૮મી ઇનિંગ્સમાં ૨૪ સેન્ચુરી પૂરી કરી છે. વિરાટ કોહલીએ આટલી જ સેન્ચુરી માટે ૧૨૩ ટેસ્ટ ઇનિંગ રમી હતી.

સૌથી ઓછી ઇંનિગ્સમાં સદીઓ ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્‌સમેન સર ડોન બ્રેડમેન છે. તેમણે માત્ર ૬૬ ઇનિંગ્સમાં ૨૪ સેન્ચુરી ફટકારી હતી. આ યાદીમાં સ્મિથ કોહલી બાદ સચિન તેંડુલકર (૧૨૫ ઇનિંગ), સુનીલ ગાવસ્કર (૧૨૮ ઇનિંગ) અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન (૧૩૨ ઇનિંગ)નો નંબર આવે છે.સ્મિથ નવમી વિકેટ માટે પીટર સિડલની સાથે ૮૮ રનોની ભાગીદારી કરી. જ્યારે અંતિમ વિકેટ માટે નાથન લાયનની સાથે ૭૪ રન જાડ્યા. આ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્મિથની ૯મી સેન્ચુરી હતી. આ મામલામાં તે સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર આવી ગયા છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધારે ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ બ્રેડમેન (૧૯)ના નામે છે. વેસ્ટ ઇÂન્ડઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ગૈરી સોબર્સે (૧૦) અને સ્ટીવ વા (૧૦)ના બીજા સ્થાન પર છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.