મારે કયા નંબરે બેટીંગ કરવી તે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે :શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યરે પાંચમાં ક્રમે આવીને 71 રન ફટકાર્યા હતા.
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Aug 2019 17:29:32 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 17:29:32 +0530

 

પોર્ટ ઓફ સ્પેન

વેસ્ટઈન્ડીઝ સામેની બીજી વનડે મેચમાં ભારતના યુવા બેટ્‌સમેન શ્રેયસ અય્યરે ૬૮ દડામાં ૭૧ રનની જબરજસ્ત ઈનિંગ રમીને મીડલ ઓર્ડરને મજબુતી આપી હતી.શ્રેયસ ઐય્યરે પોતાની આ ઈનિંગમાં પાંચ ફોર અને એક સિક્સ મારી.

છેલ્લાં કેટલાક સમયથી વિરાટ કોહલીને બાદ કરતાં ભારતનો મીડલ ઓર્ડર નિષ્ફળ જઇ રહ્યો હતો.

આ મેચમાં શ્રેયસ અય્યર પાંચમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. ઐયરનો સ્ટ્રાઇક રેટ પણ ૧૦૦ કરતાં વધારે હતો. અય્યરે પોતાની આ ઇનિંગમાં સાબિત કરી દીધું કે, તે ચોથા નંબરે આવીને બેટિંગની સમસ્યા હલ કરી શકે છે.બીજી રીતે કહીએ તો શ્રેયસે ધોનીની કમી પુરી કરી હતી.

જો કે કયા નંબરે બેટીંગ કરવી તે અંગે શ્રેયસ અય્યરે પોતાની કોઇ ચોઇસ વ્યક્ત નહોતી કરી.શ્રેયસ અય્યરે કહ્યું કે વ્યક્તિગત રૂપે હું માત્ર ચાર નંબર પર બેટિંગ કરવાનું વિચારી રહ્યો નથી. હું એવો ખેલાડી બનવા ઇચ્છું છું, જે કોઇપણ નંબર પર આવીને રમી શકે અને કોઇપણ પરિસ્થિતિમાં મળેલી તકનો ફાયદો ઉઠાવી શકે.

અય્યરે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણ રીતે મેનેજમેન્ટનો રહેશે કે, મને કયા નંબરે રમાડવા ઇચ્છે છે. નંબર ચારની જગ્યા ખાલી છે અને તેઓ આ માટે યુવા ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે. અત્યારે આ માટે કોઇની પણ જગ્યા પાક્કી નથી.

વેસ્ટઈન્ડીઝ સામેની બીજી વનડેમાં ઋષભ પંતને ચોથા નંબરે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર ૨૦ જ રનમાં આઉટ થઈ ગયો હતો.એવી રીતે કેદાર જાધવ પણ મોટો સ્કોર નહોતો કરી શક્યો.

અય્યરે ભારત માટે અત્યાર સુધીમાં આઠ વનડે રમી છે. એક વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહેલ અય્યરે કહ્યું કે , મારા માટે યુવા ખેલાડી તરીકે એક વર્ષ બાદ વાપસી કરતાં ટીમમાં પોતાની જગ્યા ફિક્સ કરવી બહુ મહત્વની છે.અ

અય્યરે કહ્યુમં કે  જ્યારે તમારે ટીમમાં પોતાની જગ્યા નક્કી કરવાની હોય છે ત્યારે તમે તક શોધતા હોય છે અને મને લાગે છે કે, આ વખતે મને તક મળશે અને હું તેનો ઉપયોગ કરીશ.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.