વર્લ્ડ કપમાં ભારતને ઝટકો,શિખર ધવન ઇજાગ્રસ્ત,રૂષભ પંતને મળી શકે છે સ્થાન

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનનો અંગઠો ફેક્ચર થયો હતો
By: Monika Vyas   PUBLISHED: Tue, 11 Jun 2019 19:35:42 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:18:54 +0530

લંડન

વર્લ્ડ કપમાં ભારતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઇન્ડિયાનો ધુંવાધાર ઓપનર શિખર ધવન તેના ડાબા અંગુઠે ઇજા થતાં તેની બાકીની મેચો રમવું મુશ્કેલ લાગે છે.કેટલાંક મીડીયાના સુત્રો કહે છે કે શિખર ધવનનો અંગુઠો ફેક્ચર થયો હોવાથી તે વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે.

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર 117 રન ફટકાર્યા હતા.

રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિન્સનો બોલ વાગી જતાં શિખર ધવનનો અંગુઠો ઇજાગ્રસ્ત થયો હતો.શિખર ધવનની ઇજા અંગે ટીમની મેનેજમેન્ટ મંગળવારે વિસ્તૃત રિપોર્ટ આપશે.જો ટીમ મેનેજમેન્ટ શિખર ધવનને આરામ કરવા અંગેનો રિપોર્ટ આપશે તો તેના રીપ્લેસમેન્ટ તરીકે બીજા કોઇ ખેલાડીનું નામ વિચારવું પડશે.

સુત્રોના કહેવા પ્રમાણે શિખર ધવનની જગ્યાએ દિલ્હીના વિકેટ કીપર અને બેટ્સમેન રૂષભ પંતને બોલાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે રૂષભ પંતને આશ્ચર્યજનક રીતે વર્લ્ડ કપની ટીમમાં નહોતો લેવામાં આવ્યો અને તેના બદલે દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું હતું.

ભારતની હવે પછીની મેચ 13 જુને ન્યુઝીલેન્ડ સામે છે.ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માની સાથે બીજા ઓપનર તરીકે કેએલ રાહુલને ઉતારવામાં આવી શકે છે,જ્યારે રૂષભ પંતને અથવા દિનેશ કાર્તિકને ઉતરતા ક્રમે સ્થાન મળી શકે છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.